સુરેશ ત્રિવેણીની અદ્વિતીય ફિલ્મ તુમ્હારી સુલુ વર્ષ ૨૦૧૭ની શ્રેષ્ઠ ફિલ્મોમાં જરૂર મૂકવી જોઈએ. કાલે રાત્રે ફરીથી ફિલ્મ જોઈ. ફિલ્મમાં એક સુંદર વસ્તુ પ્રત્યે ધ્યાન ખેંચાયું, તે વિશે આ પોસ્ટ લખી રહ્યો છું. ફિલ્મ ન જોઈ હોય તેમની માટે સ્પોઈલર્સ વિનાની પોસ્ટની લીંક - તુમ્હારી સુલુ
ફિલ્મ સ્પોઈલર્સ -
સુલોચના એટલે કે સુલુ (વિદ્યા બાલન) જિંદગીમાં કંઈક પોતાને ગમતું કરવાની ઇચ્છા રાખે છે અને તે માટે થોડા થોડા સમયાંતરે નવી નવી વસ્તુઓ શીખવા, નવી સ્પર્ધાઓ જીતવા માટે પ્રયત્ન કરે છે. પતિ અશોક (માનવ કૌલ) સિવાય લગભગ તેને કોઈ જ સાથ આપતું નથી. સુલુનાં પિતા અને બહેનો તેને હમેંશા તે ધોરણ ૧૨માં નાપાસ છે, તે જ વાત યાદ દેવડાવે છે, વિવિધ સ્પર્ધાઓ જીતેલી સુલુને તેની સફળતા માટે બિરદાવવાને બદલે તેની બહેનો અને પિતા તેણે શું ભૂલો કરી છે તે જ યાદ અપાવે છે. બેંકમાં નોકરી કરતી બહેનોની સમકક્ષ સુલુ પોતાની જાતને નીચી મહેસૂસ કરે છે, માટે જ જ્યારે રેડિયોમાં આરજે તરીકે જોબ મળે છે, ત્યારે સુલુ પોતાનાં સપનાઓનાં આકાશમાં જાણે ઉડવા લાગે છે. જે સ્થિતિ માટે ગીત પણ છે - મનવા લાઇક્સ ટુ ફ્લાય
ફિલ્મમાં ઘણા દ્રશ્યોમાં કબૂતરોનો અવાજ સંભળાય છે, એક બે દ્રશ્યોમાં કબૂતરોની ઉડાન પણ દર્શાવી છે. સુલુના ઘેર રોજ એક કબૂતર આવીને બેસે છે અને સુલુ એની સાથે વાત કરે છે.
મોટાભાગનાં લોકો સુલુને કોઈ વાતમાં સાથ આપતા નથી. પણ સુલુની બૉસ મારિયા (નેહા ધૂપિયા) સુલુને શિખામણ આપે છે કે ઉપર ચડતી વખતે નીચે ન જોવું જોઈએ. આડકતરી રીતે એ કહેવા માંગે છે કે જિંદગીમાં આગળ વધતી વખતે પાછળ ફરીને ન જોવું જોઈએ. સુલુનો પતિ અશોક પોતાની નોકરી વર્ષો સુધી મહેનત અને ઈમાનદારીથી કરતો આવ્યો છે અને તેમ છતાં તેનો નવો બૉસ તેને છેલ્લા કેટલાક સમયથી ધમકાવે છે ત્યારે અશોક પણ પોતાનાં સપના મુજબ પોતાનો અલગ ધંધો કરવા માટે ઘણી વખત સુલુને વાત કરે છે. એક સાંજે ઑફિસમાં કંટાળેલો અશોક કાગળનું વિમાન બનાવીને હવામાં ઉડાવે છે, તેનાં સપનાઓ પૂરા કરવાની મહેચ્છાઓનાં રૂપક તરીકે!
Trivia:
Music in Movies :
Old songs in this movie - Link
Movies in Movies :
Movies in Tumhari Sulu - Link
Books in Movies :
|
Unidentified book |
|
Sulu's son Pranav supplies this magazine in school Don't know if it is real or not |
|
Magazines at radio office Rolling Stone Arts Illustrated |
Other Trivia -
|
Che Guevara |
|
Karan Johar? Neha Dhupia & Karan Johar are best friends in real life |