Sunday, 12 August 2018

હેપી બર્થડે બ્લૉગ - બે વર્ષ પૂર્ણ (2018)

બે વર્ષ પહેલાં બ્લૉગ શરૂ કર્યો ત્યારે સહેજ પણ વિચાર નહોતો કર્યો કે આટલો સારો પ્રતિભાવ મળશે. સિનેમા, સાહિત્ય અને કેટલાક બસ એમ જ નાનાં પણ જરૂરી મુદ્દાઓ વિશે લખેલી મારી આશરે બસો પોસ્ટ્સ આપ સૌને ગમી છે, તે માટે આપનો ખૂબ જ આભારી છું. બ્લૉગ વિશે ન ગમેલી વાતો કહેવા બદલ એથી પણ વિશેષ આભારી છું, એ થકી જ હું અહીં સુધી પહોંચી શક્યો છું. છેલ્લા છ મહિનાથી હું બ્લૉગને જરૂરી સમય નથી ફાળ​વી શક્યો તે બદલ માફી, પણ ખૂબ જ ટૂંક સમયમાં કેટલીક ન​વી પોસ્ટ્સ સાથે આપ સૌને મળીશ, ત્યાં સુધી જૂની પોસ્ટ્સ વાંચતા રહો અને બ્લૉગ વિશે ગમતી અને ન ગમતી વાતો મને જરૂર કહેજો. ફરી મળીએ ત્યાં સુધી ખુશ રહો! દરેક દિવસમાં કોઈક સારી વાત તો બને જ છે, એ યાદ રાખીને આગળ વધો.

Thursday, 5 July 2018

લૂટેરા - ભરોસો, કૃષ્ણ અને પ્રેમપાંચ વર્ષ પૂર્વે રજૂ થયેલી વિક્રમાદિત્ય મોટવાણેની લૂટેરા મારી ખૂબ જ મનપસંદ ફિલ્મ છે. ઓ. હેન્રીની વાર્તા 'ધ લાસ્ટ લીફ' પરથી પ્રેરિત 'લૂટેરા' વરુણ અને પાખીની વાત માંડે છે. લૂટેરા ભરોસો અને જીવન જીવવા માટેની ઈચ્છા રજૂ કરે છે. પાખીના પિતા વરુણ પર વિશ્વાસ કરે છે, પરંતુ વરુણ તેમનો ભરોસો તોડે છે, કારણ કે વરુણ પોતાના કાકાનો ભરોસો તોડી શકે તેમ નથી. કાકાએ વરુણને મોટો કર્યો છે. એક વર્ષ પછી વરુણને મળતી પાખી તેની પર વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. વરુણ કહે છે કે તે તેના કાકા અને દેવનો વિશ્વાસ તોડી શકે તેમ નહોતો, વરુણ આડકતરી રીતે કહેવા માંગે છે કે તેને પાખી સાથે લગ્ન કરીને રહેવું હતું, પણ તે શક્ય નહોતું, માટે વરુણને પાખીનો ભરોસો તોડવો પડે છે. કારણ કે વરુણ એક લૂટારો છે. પ્રેમ અને લગ્ન જેવી દુનિયાની વાતો માટે તેને પોતાના કાકાની મંજૂરી લેવી પડે છે. પાખી વરુણને પૂછે છે કે શું વરુણની જિંદગીમાં એનું કોઈ મહત્વ છે ખરું? તે વખતે વરુણ જવાબ આપી શકતો નથી, પરંતુ ફરી ડેલહાઉસીમાં જ્યારે પાખી પૂછે છે કે વરુણને તેના પ્રત્યે પ્રેમ હતો કે નહીં. જવાબમાં વરુણ કહે છે કે તેણે પાખીને ખૂબ પ્રેમ કર્યો હતો,  પણ તેની સાથે ન રહી શક્યો. વરુણ કહે છે કે પાખી એકમાત્ર મોકો હતી, જેનાથી એની જિંદગી સારી બની શકી હોત, પણ વરુણ ખુદ કબૂલે છે કે તે મોકો તેણે ખોઈ દીધો છે. માટે જ વરુણ પાખીનો જીવન પ્રત્યેનો મોકો ખોવાય નહીં તે માટે ઝાડ પર આખરી પાન ટકાવી રાખીને તેને જિંદગી માટે આશા આપે છે. 

ભરોસો

પ્રેમપાખીના પિતા ફિલ્મની શરૂઆતમાં ભીલ રાજા અને પોપટની વાર્તા કહે છે, જે મુજબ રાજાનો જીવ પોપટમાં રહેલ હોય છે. બીમાર પાખી ઝાડને પોતાનો પોપટ માની લે છે અને માને છે કે ઝાડના છેલ્લા પાને તે મૃત્યુ પામશે. વરુણ તેને સમજાવે છે કે તેણે આ રીતે જિંદગી ન જીવવી જોઈએ. કારણ કે વરુણ તેને જિંદગી જીવવા માટેની આશા આપવા માંગે છે, માટે વરુણ ખુદ પોતે ગર્વથી મરી શકે, કેમ કે વરુણ જાણે છે કે તે જીવિત નહીં રહી શકે. 

પાખી, ભીલ રાજાનો પોપટ અને છેલ્લું પાંદડું

લૂટેરા હિન્દુ ધર્મના ત્રણ દેવ કૃષ્ણ, રામ અને ગણેશનો ઉલ્લેખ કરે છે. વરુણ કૃષ્ણની મૂર્તિ લૂટે છે. વરુણ અને પાખી બાબા નાગાર્જુનની કવિતા ગાય છે. નાગાર્જુન વિષ્ણુનું નામ છે. પાખી શ્યામાને કટાક્ષમાં કહે છે કે વરુણ ભગવાન વિષ્ણુનો અવતાર છે. વરુણનું સાચું નામ આત્માનંદ છે, જે પણ કૃષ્ણનું જ નામ છે. આ રીતે ફિલ્મમાં ઘણી વખત કૃષ્ણનો ઉલ્લેખ છે. ફિલ્મની શરૂઆતમાં રામલીલા ભજવાય છે, જે રામનો ઉલ્લેખ કરે છે. વરુણ પાખીને ગણેશની મૂર્તિ વિશે વાત કરે છે, જે મૂર્તિ ચોરવા માટે વરુણ ડેલહાઉસી આવે છે.

કૃષ્ણ

રામલીલા અને ગણેશની મૂર્તિફિલ્મમાં દેવ આનંદ અભિનિત 'બાઝી' ફિલ્મનો ઉલ્લેખ છે. 'બાઝી' ફિલ્મમાં દેવ આનંદનાં પાત્ર અને લૂટેરાનાં વરુણ વચ્ચે ઘણી સમાનતાઓ છે. 'બાઝી' ફિલ્મમાં એક સમયે દેવ આનંદને પસંદગી કરવાની હોય છે પૈસા અને પોતાની બહેનની જિંદગી વચ્ચે, અથવા એ બધું છોડી દે પ્રેમ માટે. વરુણને પણ પોતાનાં કાકા કે પોતાનો પ્રેમ - પાખી, એ બંનેમાંથી પસંદગી કરવાની થાય છે. 'લૂટેરા' કે. એન. સિંઘનો ઉલ્લેખ કરે છે. જે આદિલ હુસૈનનાં પાત્રનું નામ છે, જે પોલીસ અધિકારી તરીકે વરુણને શોધી રહ્યો છે. કે. એન. સિંઘ ખરેખરમાં બાઝી ફિલ્મનાં સહાયક અભિનેતાનું નામ છે.

બાઝી અને લૂટેરા


'લૂટેરા' ફિલ્મમાં એક પેટર્ન છે, જ્યાં ઘણા દ્રશ્યોમાં પાખી પડદામાંથી વરુણને તેમજ તેની જીવવાની આશા સમાન ઝાડનાં પાંદડાઓને જોઈ રહે છે. ફિલ્મમાં બીજા પણ અમુક દ્રશ્યોમાં પડદાઓ મહત્વનો ભાગ ભજવે છે. ફિલ્મમાં બીજી એક પેટર્ન છે, 'અનકહી' ગીતમાં વિરોધાભાસ વાતો. જ્યાં પૂછ્યું છે કે શું કોઈ એવી સવાર છે જે અંધકાર લઈને આવી હોય? વસંત ક્યારેય આવનાર પાનખર ઋતુનો સંદેશ લઈને આવે છે? તે મને 'અમર પ્રેમ' ફિલ્મનું ગીત 'ચિનગારી કોઈ ભડકે' યાદ દેવડાવે છે. જ્યાં કહ્યું છે, કે આગ લાગે તો શ્રાવણ મહિનો આગ બુઝાવે પણ જો ખુદ શ્રાવણ મહિનો આગ લગાડે તો? હોડીની સંભાળ રાખનાર માઝી ખુદ હોડીને ડૂબાડે તો? આવા અનેક દ્રષ્ટાંતો બંને ગીતોમાં છે. 

પડદાઓમાંથી જોઈ રહેલી પાખી

પડદાઓફિલ્મમાં અમુક દ્રશ્યોમાં જૂનાં ગીતોનો સુંદર રીતે ઉપયોગ થયેલ છે. વરુણ પાખીને ઘેર રાત્રિ ભોજન માટે આવે છે ત્યાંથી તે સર્કિટ હાઉસથી હવેલીમાં રહેવા આવે છે ત્યાં સુધી બેકગ્રાઉન્ડમાં ઈટાલિયન સંગીતકાર રોસીનીની પ્રખ્યાત ધૂન 'ધ થીવિંગ મેગપી' વાગે છે. 'બાઝી' ફિલ્મનાં ઉલ્લેખ પછી એ જ ફિલ્મનું 'તદબીર સે બીગડી હુઈ તકદીર બના લે' વાગે છે. પાખી તેના પિતાને કહે છે તેને વરુણ પાસેથી ચિત્રકળા શીખવી છે, ત્યારે બેકગ્રાઉન્ડમાં બડે ગુલામ અલી ખાનનું 'નૈના મોરે તરસ રહે' (બલમ પરદેસી) ઠુમરી રાગમાં વાગે છે. પાખી ડેલહાઉસીમાં વરુણને યાદ કરે છે ત્યારે 'પતીતા' ફિલ્મનું 'યાદ કિયા દિલને કહાં હો તુમ' વાગે છે, જે ગીતમાં પણ દેવ આનંદ છે. ખૂબ જ સુંદર રીતે આ ગીતો ફિલ્મની શોભા વધારે છે.વરુણ તરીકે રણવીર સિંઘ અને પાખી તરીકે સોનાક્ષી સિંહા અદ્વિતીય છે, જે રીતે ફિલ્મનાં અમુક દ્રશ્યોમાં તેઓ એકબીજાનો હાથ પકડે છે, એકબીજાની સામે જોઈ રહે છે, અને ભેટે છે, હું એમની માટે ખૂબ જ ઊંડી લાગણીઓનો અનુભવ કરું છું.
વરુણનું સ્વપ્ન છે કે તે મરતાં પહેલાં એક વખત ચંદ્રતાલ જાય અને તે પોતે કળાનો એક અજોડ નમૂનો બનાવવા માંગે છે, જેને લોકો વર્ષો સુધી યાદ રાખે, વરુણ પાખી માટે નકલી પાંદડુ બનાવીને તે વાતની સાબિતી આપે છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં અંતમાં પાખી ચંદ્રતાલ જઈને વરુણની રાહ જુએ છે. ફિલ્મમાં હવેલીમાં અમુક પેઈન્ટિંગ્સ પણ છે. અમુક ન સમજાવી શકાય તેવી લાગણીઓ માટે 'લૂટેરા' હમેંશા મારી મનપસંદ ફિલ્મ રહેશે. 

વરુણનું સ્વપ્ન

Screenshot from Script's climaxTrivia :- 

Painting :
The Honourable Mrs Graham
by
Thomas Gainsborough
Unidentified Bengali Movie

Books in Movies -
Varun reads How to Paint

Painting :
A Grey Arab Stallion in a Wooded Landscape
by
Jacques Laurent Agasse
Pakhi's Books -
Godaan by Premchand
Kobigantha by Dwarkanath Ganguly

Magazine:
Illustrated Weekly of India


Other reading:

Pankaj's posts :-**************************************

Friday, 13 April 2018

દિલની લાગણીઓ અને સજાગૌરી શિંદેની બંને ફિલ્મોમાં એક ગીત દિલની લાગણીઓ વિશે છે. માનવશરીરનો સૌથી વધારે જીવંત કહી શકાય તેવો હિસ્સો, જે ન ધબકે કે કંઈક ખામી સર્જાય તો શરીરમાં તકલીફ જરૂર ઊભી થાય. આમ તો કહી શકીએ કે હૃદયનું કામ ફક્ત ધબકવાનું અને લોહી પહોંચાડવાનું છે, એ છતાં ઘણી વખત લાગણીઓ માટે ફક્ત આ દિલને જ જવાબદાર ગણવામાં આવે છે, મારે પણ અહીં એ જ વાત કરવી છે, બે ગીતોનાં માધ્યમથી. 

'ઈંગ્લિશ વિંગ્લિશ' ફિલ્મમાં શશિ (શ્રીદેવી) અને 'ડિયર જિંદગી' ફિલ્મમાં કાયરા (આલિયા ભટ્ટ) બંનેની પરિસ્થિતિ માટે બંને ફિલ્મોમાં અનુક્રમે 'ગુસ્તાખ દિલ' અને 'જસ્ટ ગો ટુ હેલ દિલ' ગીતો ખૂબ જ સુંદર રીતે વાપરવામાં આવેલ છે. 'ઈંગ્લિશ વિંગ્લિશ' ફિલ્મમાં શશિ પોતાનાં દિલની ભૂલને સ્વીકારી શકતી નથી, કારણ કે તે પોતે એક પત્ની અને માતા હોવાથી બીજા કોઈ પુરુષને તેની પ્રત્યે આકર્ષણ થાય તે વાત તે સ્વીકારી શકતી નથી, શશિ તે પુરુષ પ્રત્યે આકર્ષાય છે કે નહીં તેનો ફિલ્મમાં સીધી રીતે ક્યાંય ઉલ્લેખ નથી, પણ શશિ તે રસ્તે જતી જ નથી, તેને માટે પ્રેમ કરતાં પણ વધારે મહત્વનો છે તેનો પોતાનો આદર, તેનાં વ્યક્તિત્વની પ્રશંસા, જે તેને પોતાનાં પતિ પાસેથી ક્યારેય મળેલ નથી, એ અહેસાસ તેને તેની તરફ આકર્ષાયેલ પુરુષ પાસેથી મળે છે. તે છતાં તે અહેસાસને તે પોતાનાં દિલની ભૂલ ગણે છે. 'ડિયર જિંદગી' ફિલ્મમાં કાયરા પોતાના પ્રેમીની સગાઈની વાત સાંભળીને ફરી એક વખત પ્રેમ પરથી ભરોસો ખોઈ બેસે છે, શશિની જેમ જ તે પણ દિલને જવાબદાર ગણે છે, પરંતુ વલણ બિલકુલ જ વિરુધ્ધ અપનાવે છે. કાયરા ગુસ્સો કરે છે અને બધી જ વસ્તુઓ માટે જવાબદાર દિલને જ નરકમાં જવાનું કહે છે! શશિ ગભરાટ અને ડર સાથે પરંતુ શાંતિથી પરિસ્થિતિ સંભાળે છે, જ્યારે કાયરા ગુસ્સો કરીને, રડીને અને દુ:ખી થઈને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે...  

'ઈંગ્લિશ વિંગ્લિશ' ફિલ્મમાં એક અન્ય ગીત છે- ધાક ધુક. તે ગીત પણ કોઈનાં સહારા વગર એકલી વિદેશ જતી શશિનાં દિલનો ફફડાટ વર્ણવે છે. 

'જસ્ટ ગો ટુ હેલ દિલ' ગીતમાં એક ક્ષણે કાયરા દીવાલ પરથી બધી જૂની તસવીરો કાઢી લે છે અને તે છતાં એક તસવીર સામે તાકી રહે છે, એ પળની અંદર એ બધી જ જૂની કડવી યાદોને દૂર કરવા એ તસવીરને પણ તે ફાડીને ફેંકી દે છે. કાશ, જૂની ખરાબ યાદોને પણ જૂની તસવીરોની જેમ ફાડીને જિંદગીમાંથી દૂર કરી શકીએ!

સંબંધિત પોસ્ટ્સ -
જસ્ટ ગો ટુ હેલ દિલ

શશિ, ચંદા અને રાની - જિંદગીને વધારે સારી બનાવવા માટે પ્રેરણાસ્ત્રોત
Trivia:
just before song: Just Go to Hell Dil
Movie posters in background
Sahib Bibi Aur Ghulam & Sholay
**************************
Credits:


Gustakh Dil
(English Vinglish)
Singer: Shilpa Rao
Music: Amit Trivedi
Lyrics: Swanand KirkireJust Go To Hell Dil
(Dear Zindagi)
Singer: Sunidhi Chauhan
Music: Amit Trivedi
Lyrics: Kausar MunirDhak Dhuk
(English Vinglish)
Singer & Musician: Amit Trivedi
Lyrics: Swanand KirkireTuesday, 6 February 2018

25!!Twenty five years on this planet EARTH!! Sometimes I feel sad on birthday, but I didn't this time, because I didn't think anything in particular, just lived the whole day in simple manner. Lots of friends and relatives called me, texted me and my Twitter friends wished me too. Actually Dhaval wished me on Canada timing, Heny and Jaydeep wished on Australia timing & Rituraj and Shruti wished me exactly at 12am on IST. Had lots of fun while talking to all of them. Thanking all of them who wished me. I had dinner plans with Mrugesh but I had to cancel it, because Mom and Dad wanted me to have dinner with them, so yes following were some special food items!!

Bombay Halwa
Kaju Katli
Vati Dal Khaman

*******************************************************

Nowadays I rarely click my photographs, but I took one selfie yesterday and people praised it a lot, so putting it here.*******************************************************

I ordered two books online some days ago, one of them arrived yesterday, other two I bought from bookshop some days ago, so yes four books for birthday gift to Sanjay Desai, from Sanjay Desai!!

Bakshinama (Autobiography by Chandrakant Bakshi)
Saat Pagla Aakash Ma (Novel by Kundanika Kapadia)
And the Mountains Echoed (Novel by Khaled Hosseini)
The Old Man and the Sea (Novel by Ernest Hemingway)


*******************************************************


And yes, music! I listened some current favorite songs of mine - 

Mystery of Love (Sufjan Stevens)

Visions of Gideon (Sufjan Stevens)

Sound of Silence (Simon & Garfunkel)

Could It Be Another Change (The Samples)

All Out of Love (Air Supply)

Ghoomar (Padmaavat)

Binte Dil (Padmaavat)

Mitwa (Kabhi Alvida Naa Kehna)

*******************************************************


Lots of people ask me sometimes about my future plans and all of that, but I have decided not to think about it anymore. I mean I think, but not by taking lots of tension and all, I know I have to do some particular things which I like, I know I want to write more and more, I want to publish, but I am not sure when it is going to happen, so I am just enjoying whatever is happening right now. Same in the case of job, I am having one private job and I am in waiting list for the Government job I passed last year, but still I don't want to think about that too. Because since some months I've realized I enjoy my life in much more happier way if I live in present, so it is the deal. Till then, I am doing what I like, I read books, I watch movies, I observe some things in movies which I love, write about movies, sometimes I write the novel I want to complete and publish, too. I created some Twitter accounts for my happiness some months ago, if anyone wants to check, here are the links: 
Trivia Treasure ; 
Cinema Screenshots 
Books in TV Series

Among all the birthday wishes, I really liked the way Pankaj wished me, because he quoted Geet's dialogue from Jab We Met, which defines exact happiness for me. As Geet says, "Aage kya hone wala hai, iss par kisi ka control to hai nahi, toh aise mein, main wahi karti hoon, jo mera dil kehta hai."

That's the exact thing we can apply for our happiness.

Courtesy for screenshots: Pankaj


Thursday, 25 January 2018

રાષ્ટ્રીય મતદાતા દિવસ, ૨૦૧૮વર્ષ ૨૦૧૧થી, ૨૫મી જાન્યુઆરી 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઊજવાય છે. ગુજરાત રાજ્યનાં માનનીય રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલી તેમજ બીજા મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, શાળા અને કૉલેજનાં વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. ચૂંટણી હેલ્પલાઈન માટેનાં રાજ્યકક્ષાનાં કોલ સેન્ટરમાં કામગીરી કરવાનાં ભાગરૂપે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો. કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન થયું. વિવિધ સ્પર્ધાઓનાં વિજેતાઓને ઈનામ વિતરણની કામગીરી પણ યોજવામાં આવી. 

તમારો એક મત પણ ખૂબ જ મૂલ્ય ધરાવે છે. આવો સૌ સાથે મળીને મતદાનની પ્રતિજ્ઞા કરીએ. વધુ માહિતી તેમજ ચૂંટણી કાર્ડ સંબંધિત જાણકારી માટે ગુજરાત સરકારની વેબસાઈટ - Saturday, 20 January 2018

તુમ્હારી સુલુ - સપનાઓ અને ઇચ્છાઓની ઉડાનસુરેશ ત્રિવેણીની અદ્વિતીય ફિલ્મ તુમ્હારી સુલુ વર્ષ ૨૦૧૭ની શ્રેષ્ઠ ફિલ્મોમાં જરૂર મૂકવી જોઈએ. કાલે રાત્રે ફરીથી ફિલ્મ જોઈ. ફિલ્મમાં એક સુંદર વસ્તુ પ્રત્યે ધ્યાન ખેંચાયું, તે વિશે આ પોસ્ટ લખી રહ્યો છું. ફિલ્મ ન જોઈ હોય તેમની માટે સ્પોઈલર્સ વિનાની પોસ્ટની લીંક - તુમ્હારી સુલુ

ફિલ્મ સ્પોઈલર્સ -

સુલોચના એટલે કે સુલુ (વિદ્યા બાલન) જિંદગીમાં કંઈક પોતાને ગમતું કરવાની ઇચ્છા રાખે છે અને તે માટે થોડા થોડા સમયાંતરે નવી નવી વસ્તુઓ શીખવા, નવી સ્પર્ધાઓ જીતવા માટે પ્રયત્ન કરે છે. પતિ અશોક (માનવ કૌલ) સિવાય લગભગ તેને કોઈ જ સાથ આપતું નથી. સુલુનાં પિતા અને બહેનો તેને હમેંશા તે ધોરણ ૧૨માં નાપાસ છે, તે જ વાત યાદ દેવડાવે છે, વિવિધ સ્પર્ધાઓ જીતેલી સુલુને તેની સફળતા માટે બિરદાવવાને બદલે તેની બહેનો અને પિતા તેણે શું ભૂલો કરી છે તે જ યાદ અપાવે છે. બેંકમાં નોકરી કરતી બહેનોની સમકક્ષ સુલુ પોતાની જાતને નીચી મહેસૂસ કરે છે, માટે જ જ્યારે રેડિયોમાં આરજે તરીકે જોબ મળે છે, ત્યારે સુલુ પોતાનાં સપનાઓનાં આકાશમાં જાણે ઉડવા લાગે છે. જે સ્થિતિ માટે ગીત પણ છે - મનવા લાઇક્સ ટુ ફ્લાય

ફિલ્મમાં ઘણા દ્રશ્યોમાં કબૂતરોનો અવાજ સંભળાય છે, એક બે દ્રશ્યોમાં કબૂતરોની ઉડાન પણ દર્શાવી છે. સુલુના ઘેર રોજ એક કબૂતર આવીને બેસે છે અને સુલુ એની સાથે વાત કરે છે. મોટાભાગનાં લોકો સુલુને કોઈ વાતમાં સાથ આપતા નથી. પણ સુલુની બૉસ મારિયા (નેહા ધૂપિયા) સુલુને શિખામણ આપે છે કે ઉપર ચડતી વખતે નીચે ન જોવું જોઈએ. આડકતરી રીતે એ કહેવા માંગે છે કે જિંદગીમાં આગળ વધતી વખતે પાછળ ફરીને ન જોવું જોઈએ. સુલુનો પતિ અશોક પોતાની નોકરી વર્ષો સુધી મહેનત અને ઈમાનદારીથી કરતો આવ્યો છે અને તેમ છતાં તેનો નવો બૉસ તેને છેલ્લા કેટલાક સમયથી ધમકાવે છે ત્યારે અશોક પણ પોતાનાં સપના મુજબ પોતાનો અલગ ધંધો કરવા માટે ઘણી વખત સુલુને વાત કરે છે. એક સાંજે ઑફિસમાં કંટાળેલો અશોક કાગળનું વિમાન બનાવીને હવામાં ઉડાવે છે, તેનાં સપનાઓ પૂરા કરવાની મહેચ્છાઓનાં રૂપક તરીકે! 
Trivia: 

Music in Movies :
Old songs in this movie - Link

Movies in Movies :
Movies in Tumhari Sulu - Link

Books in Movies : 

Unidentified book

Sulu's son Pranav supplies this magazine in school
Don't know if it is real or not

Magazines at radio office
Rolling Stone
Arts Illustrated

Other Trivia - 

Che Guevara

Karan Johar?
Neha Dhupia & Karan Johar are best friends in real life