Monday, 1 May 2017

અપૂર પંચાલી (૨૦૧૪)




અપૂર પંચાલીનો અર્થ થાય છે અપુના જીવનનું ગીત. આ ફિલ્મ ખોવાયેલા ચાઇલ્ડ એક્ટર્સની વાત ઉઠાવે છે. સત્યજીત રે દ્વારા દિગ્દર્શિત વિશ્વપ્રસિધ્ધ ફિલ્મ 'પાથેર પંચાલી' વર્ષો સુધી યાદગાર રહેશે, 'પાથેર પંચાલી' ફિલ્મમાં અપુનું પાત્ર ભજવનાર સુબીર બેનર્જીની જિંદગી પર 'અપૂર પંચાલી' બનાવવામાં આવી છે. આ ફિલ્મ ભાવનાઓ અને યાદોનો સમુદ્ર છે. અપુ અને સુબીર વચ્ચેની સામ્યતાઓ તેમજ ભૂતકાળ, વર્તમાનકાળ અને 'પાથેર પંચાલી' ફિલ્મ સાથેની ઘટનાઓનો સમન્વય આ ફિલ્મનાં સ્ક્રીનપ્લેમાં સમાવી લેવામાં આવ્યો છે, જેમાં આંસુ, પ્રેમ અને સંભાળ રાખવાથી માંડીને બધી જ લાગણીઓ વણાઈ ગઈ છે. સુબીર ફિલ્મ શૂટિંગ સમયની યાદો વ્યક્ત કરે છે, અપુ તરીકે અસાધારણ જીવન અને સુબીર તરીકે સાધારણ જીવન જીવેલા એક માણસની આ કથા છે. ફિલ્મ જોયા પછી શબ્દો નથી મારી પાસે, સ્પીચલેસ! ભૂતકાળ દર્શાવવા વાપરવામાં આવેલી બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમટોગ્રાફી ખૂબ જ અસર ઉપજાવે છે. ફિલ્મમાં અરિજિત સિંઘે ગાયેલું ગીત 'અપૂર પાયેર છાપ' અને એનું સંગીત 'પાથેર પંચાલી' ફિલ્મની યાદ અપાવી જાય છે. અપુ, આપાની સબસમય સ્મૃતિ મધ્યે હોબે!

No comments:

Post a Comment