આ રસ્તો હજુ એ જ છે, જે પંદર વર્ષ પહેલાં હતો. અહીંથી એ તૂટેલી બારી દેખાય છે, જે વર્ષો પહેલાં પણ તૂટેલા કાચવાળી જ હતી. આ સાંજ ઘેરી વળી છે. આ સાંજ વર્ષો પહેલાં તો આટલી ઉદાસ નહોતી લાગતી. કેટલાંય વર્ષો ચાલ્યા ગયા છે, કેટલીય વ્યક્તિઓ ચાલી ગઇ છે. પણ, આ જગ્યા હજુ એમ જ છે. આ મેદાન, આ શાળાનું મકાન ઘણી વખત યાદ આવી જાય છે. દરેક વિદ્યાર્થીએ અહીં પોતાના સ્વપ્નો સેવ્યા હશે. વર્ષો વીતતાં જાય છે... જગ્યા એ જ છે. સમય જુદો છે... ઘણી વખત અહીંથી નીકળું છું અને અંદર જવાની ઈચ્છા થઇ આવે છે અને મારી જાતને રોકી લઉં છું... પ્રાર્થનાનો સમય, શાળાની ઘંટડી, વર્ગખંડો વચ્ચેની લૉબી, આ બધુ જ ફક્ત હવે યાદો છે. જિંદગી શાળામાં જોઈ હતી, તેનાં કરતાં કેટલી અલગ છે!! આ ભીના સંસ્મરણો અને ભીની આંખો, વીતેલો ભૂતકાળ,... જિંદગી કેટલી નિષ્ઠુર છે, જ્યાં ગયેલો સમય તો પાછો આવતો જ નથી, પણ ક્યારેક ગયેલી વ્યક્તિઓ પણ નહીં...
Very well written!
ReplyDeleteChomasu mane nostalgic banawe chhe ane ema hamesha school ek war to yad awi j jay chhe.aam to school ghani war yad awe chhe but chomasa wali yad khabar nai Kem thodi alag hoy chhe.