Thursday, 21 December 2017

દુ:ખનાં પાંચ તબક્કાઓખુશીની જેમ દુ:ખ પણ માનવજીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. મોટેભાગે આપણે દુ:ખી થઈએ છીએ, કારણ કે એ સમયે આપણને લાગે છે કે આ ખરાબ સમય ક્યારેય પૂર્ણ નહીં થાય. પરંતુ ક્યારેય કોઈ સમય હમેંશા માટે ટકતો નથી. 

દુ:ખનાં પાંચ તબક્કાઓ છે તેમ માનવામાં આવે છે, જે નીચે મુજબ છે: 

અસ્વીકાર ; ગુસ્સો ; સોદાબાજી ; હતાશા અને સ્વીકાર

પ્રથમ તબક્કો છે- અસ્વીકાર. વ્યક્તિ પોતે માનવા માટે તૈયાર થતું નથી કે તેને આ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. પોતાની સામે આવી પડેલી આ સ્થિતિનો વ્યક્તિ સ્વીકાર કરી શકતી નથી. બીજો તબક્કો છે- ગુસ્સો. વ્યક્તિ આવી પડેલી ખરાબ પરિસ્થિતિને સ્વીકારી ન શકવાને કારણે આસપાસની બીજી પરિસ્થિતિઓ તેમજ વ્યક્તિઓ પર ગુસ્સો કરવા લાગે છે. ત્રીજો તબક્કો છે- સોદાબાજી. વ્યક્તિ પોતાની જાત સાથે સમાધાન કરવા લાગે છે કે આ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળશે પછી પોતે આ રીતે વર્તશે અથવા વધારે સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરશે. ચોથો તબક્કો છે- હતાશા. જે સોદાબાજી અને ગુસ્સાની સાથે જ જોવા મળે છે. પોતાની જાત સાથે સમાધાન કરવાની સાથે જ વ્યક્તિ વધારે દુ:ખી થયા જ કરે છે કે પોતાની સાથે જ કેમ આ પ્રકારે થયું અથવા તેણે જ શું ખરાબ કર્યુ હતું કે તેણે આ પરિસ્થિતિ ભોગવવાનો સમય આવ્યો, વગેરે. આ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થયેલ વ્યક્તિ ધીમે ધીમે રોજિંદી જિંદગી સાથે ટેવાવા લાગે છે. વ્યક્તિ ધીમે ધીમે પરિસ્થિતિનો સ્વીકાર કરે છે, માટે અંતિમ અને પાંચમો તબક્કો છે- સ્વીકાર. જેની સાથે દુ:ખનો અંત આવે છે. હા, કાયમ માટે નહીં, કારણ કે અમુક સમયે એ ભોગવેલ પરિસ્થિતિની જૂની ખરાબ યાદો દુ:ખી કરે છે. પણ, વ્યક્તિ ધીમે ધીમે સામાન્ય જિંદગીમાં આગળ વધે છે. 

સંબંધિત પોસ્ટ્સ - 

1 comment:

  1. ફરીથી કહેવાનું મન થાય કે ઉંમર કરતા વધુ સમજણ ધરાવો છો. આ પોસ્ટ થોડી વધુ ટૂંકમાં પતાવી. તમે હજી વધુ લખી જ શક્યા હોત.

    ReplyDelete