Monday 26 December 2016

વેઈટિંગ (૨૦૧૬)



બે અજાણ્યા લોકો હોસ્પિટલમાં મળે છે અને એમની સરખી સ્થિતિને કારણે એકબીજા સાથે સમય પસાર કરે છે, સહારો આપે છે એકબીજાને,... આ વાર્તાની આસપાસ ફરે છે ફિલ્મ. આ ફિલ્મ થોડીક 'લોસ્ટ ઈન ટ્રાન્સલેશન' જેવી છે, અને એ મારી ખૂબ ફેવરિટ ફિલ્મ છે... આની પહેલા પણ આ ડિરેક્ટર અનુ મેનન દ્વારા બનાવાયેલી 'લંડન પેરિસ ન્યૂ યોર્ક' (અલી ઝફર, અદિતિ રાવ હૈદરી) પણ થોડી ઘણી (આઈ થીંક ખાસ્સી!!) રિચર્ડ લીન્કલેટરની 'બિફોર ટ્રિલોજી' (બિફોર સનરાઈઝ, બિફોર સનસેટ અને બિફોર મિડનાઈટ) જેવી હતી...!! જે પણ મારી ખૂબ મનપસંદ ફિલ્મો છે... 

શિવ (નસીરુદ્દીન શાહ) દરરોજ હોસ્પિટલમાં આવે છે કારણ કે એમની પત્ની પંકજા (સુહાસિની, મણિરત્નમની પત્ની) કોમામાં છે, અને તારા (કલ્કિ કોચલીન) એના પતિ રજત (અર્જુન માથુર) સાથે થયેલા એક્સિડન્ટના સમાચાર મળ્યા પછી આવે છે ત્યાં... હું ઘણી વાતો લખીશ તો ફિલ્મની મજા મરી જશે કારણ કે આ ફિલ્મ ખૂબ ઓછા લોકોએ જોઈ હશે, પણ જેમને આ પ્રકારની સીરિયસ ફિલ્મો ગમતી હોય એ લોકો જોઈ શકે છે, એમને ગમશે ફિલ્મ. (બીજા લોકોએ ન જોવી.) 



બંને એક્ટર્સની આંખોમાં દુ:ખ છલકે છે ફિલ્મમાં... અમુક ઘણા બધા સીન ખૂબ સરસ છે પણ હું લખી નહી શકુ, એ સીન ફિલ્મની સ્ટોરી કહી દેશે... તો પણ એક બે સીન જે સ્પોઈલર્સ નથી એના વિશે,... બંનેના જીવનસાથી કોમામાં છે અને એમની સાથે એ લોકો વાત કરી શકતા નથી, તો પણ  ત્યારે એ લોકો એમની પાસે બેસીને વાતો કરે છે, પુસ્તક વાંચે છે. એક સીનમાં તારા એના પતિનો એક્સિડન્ટ પછી આવેલો સામાન લઈને એના કપડા અને એની વસ્તુઓ ફીલ કરે છે,... એક બીજા સુંદર સીનમાં શિવ તારાને દુ:ખના પાંચ સ્ટેજ સમજાવે છે એ પણ ખૂબ સરસ છે... (એ લખી દઈશ તો ફિલ્મમાં મજા નહીં આવે, એ પાંચ સ્ટેજ જાણવા માટે પણ ફિલ્મ જોશો તો પણ ગમશે!)

આપણી નજીકની વ્યક્તિ દુ:ખમાં હોય છે ત્યારે બસ રાહ જ જોવાની હોય છે એના સારા થવા માટેની, એ વખતે આપણી પાસે રહેલી વ્યક્તિઓ જ આપણી પોતાની હોય એવું હોતુ નથી, કારણ કે દરેક વ્યક્તિની અલગ જિંદગી છે, એ વાતને પણ ફિલ્મમાં સરસ રીતે દર્શાવી છે. કોચીન (કેરળ)ની ખૂબસુરતી કેમેરામાં સુંદર કેપ્ચર થઈ છે. શિવ અને તારા વચ્ચેની વાતો જિંદગી વિશે અમુક વાતો શીખવાડે છે, આવી બધી ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂ થઈને સિનેમાઘરોમાં આવતી ફિલ્મો માટે ભારતમાં બહું ઓછા પ્રેક્ષકો છે. અને સૌથી છેલ્લે વિચારવા જેવી બાબત, તારા શિવને પૂછે છે કે શું કોમામાં રહેલા લોકો સપના જોતા હશે? જવાબ મારી પાસે નથી, સમય મળે તો વિચારજો! 

No comments:

Post a Comment