Thursday, 21 December 2017

અર્જુન રેડ્ડી



દુ:ખ એટલે શું? પ્રેમ એટલે શું? આ બે વાતનાં જવાબો આ ફિલ્મમાંથી જરૂર મળી રહેશે. આ વર્ષની સૌથી સફળ એવી આ તેલુગુ ફિલ્મ ડૉક્ટર અર્જુન રેડ્ડી દેશમુખની વાત માંડે છે. જે પોતાના અભ્યાસનાં અંતિમ વર્ષમાં પ્રેમનો અનુભવ કરે છે. વાતવાતમાં ગુસ્સે થતો અર્જુન પ્રેમનો અનુભવ થતાં જ થોડોક બદલાય છે, એ પછી ધીમે ધીમે પ્રત્યેક પળે તેનામાં બદલાવ આવે છે, તેની આ વાર્તા છે. ફિલ્મની વાર્તા એકદમ સરળ છે, માટે હું એ લખીશ નહીં, જુદી જુદી ભાષાની ફિલ્મો સબટાઈટલ્સ સાથે જોવાની ટેવ હોય તેમણે આ ફિલ્મ જરૂર જોવી. આ વર્ષની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાં હું આ ફિલ્મને જરૂર મૂકીશ...

Books in Movies:
Preethi studies Manual of Practical Physiology
(For MBBS) (by Dir. Prof. A K Jain)

Movies in Movies:
in the background
Martin Scorseses's Goodfellas



કેટલાંક સુંદર સ્ક્રીનશોટ્સ - 







No comments:

Post a Comment