Friday, 8 September 2017

હેપી બર્થડે અખિલ

મેથ્સ-2 માટે વહેલી સવારનાં લેક્ચર્સ યાદ છે? મેથ્સ-2ની લેબમાં બેસીને જોયેલી રાહ યાદ છે...? હમણાંની ઈન્દ્રોડા પાર્કની એ બપોર યાદ છે? એ દિવસે કદાચ કૉલેજ પૂરી થયા પછી પહેલી વખત આપણે મળ્યા હોઈશું. તારાથી હમેંશા મેં ઘણી વાતો છુપાવી છે, એવી ઘણી વાતો છે જે મને તને સૌથી છેલ્લે કરી છે, એ મારી અંગત વાતો હોય કે મિત્રોમાંથી કોઈ વિશે વાત હોય કે કોઈક બીજી વાત. પણ, તે ક્યારેય એ વાતનું ખરાબ વર્તન મારી સાથે કર્યુ નથી. હા, એ બધી વાતો હમણાં છેલ્લી વખત મળ્યાં ત્યારે મેં તને કરી છે, મારા અમુક અનુભવોમાંથી સલાહ પણ આપી છે, જે તને કામ પણ જરૂર જ લાગી હશે!! પણ, તે હમેંશા તારી વાતો મારી સાથે શેર કરી છે, મોમ-ડેડ માટે સરપ્રાઇઝ આપવાની વાત હોય કે ગણેશ ચતુર્થીની પૂજા કે વિસર્જનની વાતો હોય, તારી જિંદગીની ઘણી નાની વાતો તે મને કરી છે, એ વાતનો મને ગર્વ પણ છે કે મારી સાથે બધાની યાદો જોડાયેલી હશે જ!! તારા વિશે સૌથી મહત્વની વાત છે કે મેં ક્યારેય તને ઉદાસ જોયો હોય એ મને યાદ જ આવતું નથી, મેં હમેંશા તને ખુશ જોયો છે, એ વસ્તુઓમાંથી, એ ખુશીમાંથી ક્યારેક હું પણ ખુશ રહેતા શીખી શક્યો છું. આપણી વચ્ચે ઘણી વખત કહેવા માટે કોઈ જ વસ્તુ હોતી નહોતી અને પછી "તુ બોલ, શું ચાલે?" એ પ્રકારની વાતો મને યાદ છે! ઘણી બધી લેબ્સમાં અને અસાઇનમેન્ટ રિલિટેડ સ્ટડીઝમાં તે કરેલી મદદ યાદ છે મને, પરીક્ષા પહેલા તારી જવાબ ટૂંકમાં સમજાવવાની રીત યાદ છે, ઘણી વસ્તુઓ શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી, પણ મને ખુશી છે કે તે મને ઘણી વાતોમાં સાથ આપ્યો છે, જ્યારે કૉલેજમાં બીજા લોકોની જિંદગીમાં સારી વાતો બનતી અને મારી જિંદગીમાં કોઈ જ નવી વાત નહોતી બનતી, ત્યારે હું ક્યારેક નિરાશ થતો, ત્યારે તે મને કહેલી સારી સારી વાતો યાદ છે. લેક્ચર્સ કે લેબમાં ભૂખ લાગે ત્યારે "ટિફિન ખોલીને ખાઈ લઈએ?" એમ કહીને તે કરેલી મજાકો યાદ છે. અક્ષય કુમારનાં બિગ ફેન તરીકે એમની ફિલ્મોની તે કરેલી વાતો યાદ છે, અને તમારા બંનેનું તો નિકનેમ પણ સરખું જ છે, 'અક્કી'!! જિંદગી ઘણું બધુ આપે છે અને સાથે ઘણું બધુ છીનવી પણ લે છે, પણ યાદો, મિત્રો અને જૂનો સમય હમેંશા સાથે રહે છે. હું ઇચ્છું કે તુ કાયમ ખુશ રહે, નવી જિંદગીની કરેલી શરૂઆતમાં તુ આગળ ને આગળ વધે, જન્મદિન ખૂબ ખૂબ મુબારક, અન્લિમિટેડ પિઝાની પાર્ટી પેન્ડિંગ!!



No comments:

Post a Comment