Tuesday, 5 September 2017

હેપી બર્થડે ભૂમિ

પહેલી વખત મેં તને જોયેલી એ વખતે વિચાર્યુ હતું કે આ છોકરી કેટલી ઘમંડી હશે અને એ પ્રકારનું કંઈક!! હું વધારે કંઈક લખીશ તો જરૂરથી ઈમોશનલ થઈ જ જઈશ, માટે હું ફક્ત થોડી યાદો લખીશ, તારીખો અને એ બધું હું નહીં લખું, નહીં તો તુ મને રીતસર મારવા લઈશ! ફક્ત થોડી યાદો, રક્ષાબંધનનાં બાકી રહી ગયેલ તારા ગિફ્ટ તરીકે! આ બર્થડેનું ગિફ્ટ બાકી રાખીશ, મળીશું ક્યારેક ત્યારે આપીશ!! ફેસબુક રિક્વેસ્ટથી શરૂ થઈને, ટિફિન શેર કરવાથી માંડીને, પ્રોબ્લેમ્સ શેર કરીએ એ વખતની પળો, સિબ્લિંગ રાઇવલરિ અને બીજી બધી યાદોને નામ!

મેથ્સ 4નાં મારા સબમિશનમાં તે મને કેટલી મદદ કરી હતી એ મને ખાસ યાદ છે, એક તો તુ અમારા ડિપાર્ટમેન્ટમાં નહીં, તે છતાં મને એ બધી જ ફોર્મ્યુલાસ યાદ કરાવવા માટે મારી સાથે તુ બેસી રહેલી, કારણ કે તુ જાણતી હતી કે એ દિવસે મેં તૈયારી કરી નહોતી. તારી સાથે આપેલું મેનેજમેન્ટ-2નું બેકલોગનું પેપર યાદ છે, તારી મિકેનિક્સ ઑફ સોલિડ્સની બેકલોગ્સ યાદ છે!! ગીરનાં જંગલોમાં અમારા પ્રવાસ વખતે તે ભરેલી અમારી ફી યાદ છે, મારા બર્થડે પર તે લાવેલી કેક યાદ છે, (અને ટ્રસ્ટ મી, આજ સુધી મારી માટે ફક્ત તુ એક જ કેક લાવી છે, બીજા કોઈએ મારો બર્થડે સેલિબ્રેટ કર્યો નથી!! હા, પેસ્ટ્રી અને આઈસક્રીમ ગણી શકે છે પણ કેક અલગ છે, કેક તો ફક્ત એક જ વાર!!) ફેસબુક પરની ચેટથી વોટ્સએપનાં સ્માઈલીઝથી માંડીને તારી રાખડીઓ, ડોમિનોઝ, તારુ એક્ટિવા, તારો અને મારો એનરોલમેન્ટ નંબર 87, તે મને આપેલી ચેતન ભગતની '2 સ્ટેટ્સ' ; મેં તને આપેલી કાજલ ઓઝા વૈદ્યની 'સુખ એકબીજાનું' ; ક્વિચિસમાં બેસીને કરેલી વાતો, અસાઇન્મન્ટ લખતી વખતનો કંટાળો, અમારા લેક્ચર્સ પૂરા થાય એની રાહ જોઈને ક્લાસરૂમની બહાર ઊભી રહેતી તુ, આપણાં હસતાં ચહેરા અને ઉદાસ ચહેરા અને આંસુ અને હાસ્ય અને શું યાદ કરુ અને શું ભૂલું...!! તારા પચીસમાં જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જિંદગીમાં ખૂબ જ ઊંચાઈઓ પ્રાપ્ત કરે, હમેંશા ખુશ રહે અને તારી જાતને ન ભૂલે, જેવી છે તેવી જ રહે તે માટેની ખૂબ શુભેચ્છાઓ. 


1 comment: