Sunday, 3 September 2017

હેપી બર્થડે દર્શન


તને પહેલી વખત ક્યારે મળેલો એ મને યાદ નથી. કદાચ પહેલા સેમેસ્ટરની કોઈ લેબમાં મળ્યાં હોઈશું આપણે. તારી સાથે દોસ્તીની શરૂઆત ક્યારે થયેલી એ પણ મને બરાબર યાદ નથી, એ પણ આ જ રીતે કોઈ લેબમાં ચોથા કે પાંચમાં સેમેસ્ટરમાં હોવું જોઈએ. શરૂઆતમાં મારે તારી સાથે ખાસ બનતું નહોતું, કદાચ તુ જાણે છે એ વાત કે નહીં એ મને ખ્યાલ નથી. પછી બધાની સાથે ટિફિન વહેંચવાથી શરૂ કરીને એક્ઝામમાં સાથે વાંચવા સુધીની પળોની સાથે સાથે કૉલેજમાં કોઈ કારણ વિના ક્લાસમાં બેસીને બધા સાથે વાતો કરવાની પ્રક્રિયાઓથી દોસ્તી વધતી ગઈ, આજે એ મુકામે આ દોસ્તી પહોંચી છે, જ્યાં મને ખ્યાલ આવ્યો છે કે તુ કેવા પ્રકારની વ્યક્તિ છે. બધાની સાથે મજાક કરતો એક છોકરો પોતે અંદરથી કેવો છે તે હું જાણી શક્યો છું એટલે જ આ દોસ્તી અહીં પહોંચી છે. કારણ કે જો તે એમ ન સ્વીકાર્યુ હોત કે હમેંશા ભારે ભારે વાતો કરતો સંજય ક્યારેક મજાક પણ કરી શકે છે અને મેં જો ન સ્વીકાર્યુ હોત કે મોટેભાગે મજાક કરતો દર્શન ગંભીર વાતો પણ કરી શકે છે, તો કદાચ આપણે આટલા સારા મિત્રો ન બની શક્યાં હોત. સરદાર સરોવર અને ઝરવાણી જતાં પહેલા તારે ઘેર રોકાયેલો એ મને યાદ છે, એ પ્રવાસ માટે સચિવાલયમાં મંજૂરી લેવા માટે તે કરેલી મહેનત યાદ છે, તારા ગોગ્લ્સ વાળા ફોટોગ્રાફ્સ યાદ છે!! ડોમિનોઝમાં ગાળેલી હમણાંની એ બપોર યાદ છે, એકાદ ગેરસમજને બાદ કરતાં કોઈ મોટી ઘટના બની નથી આપણી દોસ્તીમાં તો ખાસ કોઈ વાત યાદ આવતી નથી! હું આશા રાખીશ કે તને બધી જ ખુશીઓ મળે, જે ઇચ્છે તે તને મળે... ખૂબ જ મહેનત કરીને તુ આજે એ મુકામ પર પહોંચ્યો છે એ હું જાણું છું અને જીવનમાં આગળ વધતો જ રહે તે માટેની શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું. 'અભિલાષા' સંસ્થા માટે પણ ખૂબ શુભેચ્છાઓ, પ્રાઉડ ઓફ યુ! જન્મદિન ખૂબ ખૂબ મુબારક, તુ હમેંશા કહે છે તો આજે હું કહીશ પાર્ટી બાકી!!! તે એક વખત મને શીખવાડેલું કે કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ સ્ક્રીન કરીને સ્ક્રીન પરનો ફોટો કેપ્ચર કરી શકાય છે, તુ માનીશ નહીં એ મને આજે કેટલું ઉપયોગી થાય છે!! એ જ ટેક્નિક સાથે બે જૂની યાદો સમાન ફોટોગ્રાફ્સ મૂકી રહ્યો છું, ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ...   





2 comments:

  1. No words.
    How simply you can write such a beautiful time that we spent together in beautiful words.
    Great bro. Again can not resist myself to appreciate you again.
    Keep posting such a beautiful stories.

    Thanks a lot for wishing me on my day and also for writing this one for me.

    ReplyDelete
  2. It's all my pleasure. I am really really really glad that this tiny effort of mine made you this much happy. Sure I'll keep writing... 😊👍

    ReplyDelete