Friday, 17 March 2017

આપ કી નઝરો ને સમઝા

ફિલ્મ - અનપઢ (૧૯૬૨)
ગીતકાર - રાજા મહેંદી અલી ખાન
સંગીત - મદન મોહન
ગાયિકા - લતા મંગેશકર

જૂના હિન્દી ગીતોમાંથી આ ગીત પણ મને ખૂબ ગમે છે. ગયા વર્ષે હંસલ મહેતાની ફિલ્મ 'અલીગઢ' જોઈ, ત્યારે આ ગીત ફરી તાજા થયું અને હમણાં 'અલીગઢ' ફરી જોયું, ત્યારે ફરીથી! કોઈ તમારો પ્રેમ સ્વીકારી લે એ પછી કેવી લાગણીઓ થાય એને માટે આ ગીત છે. મને આ ગીતની સિનેમટોગ્રાફી પણ ખૂબ ગમે છે.


આપ કી નઝરો ને સમઝા
પ્યાર કે કાબિલ મુઝે
દિલ કી એ ધડકન ઠહર જા
મિલ ગઇ મંઝિલ મુઝે

સામેની વ્યક્તિ પ્રેમનો સ્વીકાર કરી લે પછી એમ થાય છે જાણે દરેક લક્ષ્ય પાર પડી ગયું છે, એ પળ માટે લાગે છે કે એ પળને ત્યાં જ જેમ છે એમ થોભાવી દેવામાં આવે તો કેટલું સારુ!



જી હમે મંઝૂર હૈ
આપકા યે ફૈસલા
કહ રહી હૈ હર નઝર
બંદા પરવર શુક્રિયા
હસ કે અપની જિંદગી મેં
કર લિયા શામિલ મુઝે

પ્રેમીઓ એકબીજાની દરેક વાત માનવા તૈયાર હોય છે, તેઓ ફક્ત આભારી હોય છે કે સામેની વ્યક્તિએ પ્રેમનો સ્વીકાર કર્યો. એ ખૂબ મોટી વાત છે જ્યારે તમને જે વ્યક્તિ પસંદ હોય એ તમારો પ્રેમ સ્વીકારે અને સામે તમને પણ એનો પ્રેમ મળે. એની જિંદગીમાં સ્થાન મળવાથી જે ખુશી થાય છે એ અનુભવથી જ સમજી શકાય! 




આપકી મંઝિલ હૂં મેં
મેરી મંઝિલ આપ હૈ
ક્યૂં મૈં તૂફાન સે ડરુ
મેરા સાહિલ આપ હૈ
કોઇ તૂફાનો સે કહ દે
મિલ ગયા સાહિલ મુઝે

પ્રિય વ્યક્તિ પ્રેમ સ્વીકારી લે પછી લાગે છે જાણે એ સિવાય કોઈ લક્ષ્ય જ રહ્યુ નથી. એનો પ્રેમ મેળવવો એ જ લક્ષ્ય હતું જાણે! કોઈનો સાથ હોય તો જીવનની તકલીફોનો સામનો કરવા માટે તાકાત મળે છે. સાહિલનો અર્થ નદી કે સમુદ્ર થાય છે પણ અહીં વાત વાવાઝોડાંથી બચીને કિનારે પહોંચવાની છે. 




પડ ગયી દિલ પર મેરે
આપ કી પરછાઇયા
હર તરફ બજને લગી
સેંકડો શહેનાઇયા
દો જહા કી આજ ખુશિયા
હો ગયી હાસિલ મુઝે

પ્રેમની શરૂઆત થાય ત્યારે પ્રિય વ્યક્તિ જ દિલ પર છવાયેલ રહે છે. એમ લાગે છે જાણે બધી ખુશીઓ મળી ગઈ છે, શહેનાઇ શુભ સમાચારનો સંકેત કરે છે. માલા સિંહાની સાડી, એમની બીંદી અને આંખોમાં લગાવેલ કાજળથી માંડીને ધર્મેન્દ્રએ પહેરેલ મફલર પણ કેટલું સરસ લાગે છે! રાતની ચાંદની, ધીમો પવન, ઉડતી સાડી અને બીજી નાની વસ્તુઓ ગીતની સુંદરતામાં વધારો કરે છે.


1 comment:

  1. Ha Ha Ha! I am really glad you read whatever I write nowadays. Thank you! And yes, I am working on what you suggested me to write. (The places, tours and current topics...)

    ReplyDelete