મને હોળી ખાસ ગમતી નથી,
કોઈ રંગવા આવે
તો હું ના પાડતો નથી,
પણ હું હવે
સામેથી કોઈને રંગવા જતો નથી.
થોડાં મિત્રો પણ
હવે જિંદગીની ભીડમાં ક્યાંક ગુમ થઈ ગયા છે,
જેમની સાથે એક
સમયે હોળી રમવામાં આવતી હતી.
હોળી ગમતી નથી, પણ હિન્દી
સિનેમાનાં હોળી વિશેનાં ગીતો મને ખૂબ ગમે છે,
અહીં હું થોડાક
મારા મનપસંદ ગીતો વિશે લખું છું...
ગીત – બલમ પિચકારી
ફિલ્મ – યે જવાની હૈ દીવાની (૨૦૧૩)
ગાયક – વિશાલ ડડલાણી અને શલ્માલી ખોલગાડે
ગીતકાર – અમિતાભ ભટ્ટાચાર્ય
સંગીત – પ્રીતમ
|
અયાન મુખર્જીની ફિલ્મનું આ ગીત મસ્તી અને
હોળીની ઉજવણીની સાથે સાથે ફિલ્મની અંદર મહત્વનો ભાગ ભજવે છે. બની (રણબીર કપૂર) પાસેથી પોતાની
જાતને ગમાડતાં શીખીને નૈના (દીપિકા પાદુકોણ)
અમુક રોકી રાખી રાખેલી ઇચ્છાઓ પૂરી કરવા લાગી
છે. એ પ્લાસ્ટિકની
પાઈપથી બધાને પાણી છાંટી રહી છે,
બની એની પાછળ
દોડે છે, ચારેબાજુ રંગોની
છોળો ઉડી રહી છે. અમુક લોકો
ભાંગનાં નશામાં ચૂર છે અને ગીતની પ્રથમ લીટી પણ એ જ છે.
'ઈતના મઝા કયૂં આ
રહા હૈ, તુને હવા મેં ભાંગ મિલાયા...'
ભાંગનો નશો બતાવવા માટે ગીતની એક ફ્રેમની અંદર 'બમ બમ ભોલે' પણ લખ્યું છે.
અવિ (આદિત્ય રોય કપૂર) ભાંગ પી રહ્યો છે. એ સાથે સાથે
અદિતિ (કલ્કિ કોચલીન), બની અને નૈના પણ.
ચારે બાજુ રંગ જ
રંગ છે ફક્ત,
એ સાથે યુવાની
અને મસ્તી.
'બલમ પિચકારી, જો તુને મુઝે
મારી, તો સીધી સાદી
છોરી, શરાબી હો ગઈ'
બલમનો અર્થ સામાન્ય રીતે મનગમતું વ્યક્તિ થાય
છે. પણ એ સાથે જ
પ્રેમી અને પતિ પણ.
અહીં નૈનાનાં
બની તરફનાં આકર્ષણ અને પ્રેમની શરૂઆતની લાગણીઓ માટે આ શબ્દ છે, બનીને કારણે
નૈનામાં પરિવર્તન આવ્યું છે.
પિચકારી બનીની
સલાહનાં રૂપક તરીકે લઈ શકાય.
પહેલાં મને થતું
હતું કે આ ગીતનાં શબ્દો એમ જ મસ્તી અને ડાન્સ માટે જ આ રીતે છે, પણ એક આ મતલબ
હોઈ શકે.
ગીતની છેલ્લી પંક્તિમાં એક લાઈન છે,
'તુ તો હર તાલે
કી આજ ચાબી હો ગઈ'
પોતાની અંદર આવેલ સહેજ પરિવર્તનને લીધે નૈનાની
નાની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે,
એ પોતાની જાતને, જિંદગીને અને
સાથે સાથે બનીને પણ પ્રેમ કરતાં શીખી છે,
એટલે જ જ્યારે એ
બનીનાં સપના વિશે જાણે છે અને પોતાનાં પ્રેમનો એકરાર નથી કરી શકતી એ વખતે એને
તકલીફ થાય છે,
પણ, એ કહે છે કે એ
એની સાથે એ યાદો લઈ જઈ રહી છે જે ક્યારેય નહીં ભૂલી શકાય...
ગીત – ડુ મી અ ફેવર લેટ્સ પ્લે હોલી
ફિલ્મ – વક્ત – ધ રેસ અગેન્સ્ટ ટાઇમ (૨૦૦૫)
ગાયક – અનુ મલિક અને સુનિધિ ચૌહાણ
ગીતકાર – સમીર
સંગીત – અનુ મલિક
|
ભવ્ય સેટ અને રંગબેરંગી ચૂંદડીઓ સાથે વેસ્ટર્ન
અને ક્લાસિકલનું ફ્યુઝન.
આ ગીતનાં શરૂઆતનાં શબ્દોમાં રાધા અને શ્યામની
હોળીનું વર્ણન પણ છે.
પ્રિયંકા ચોપરા
અને અક્ષય કુમારની કેમિસ્ટ્રી ખૂબ સુંદર લાગે છે. પાણીની અંદર
ડાન્સ સાથે 'ડુ મી અ ફેવર
લેટ્સ પ્લે હોલી' ગીતનાં શબ્દો
વધારે સૂચક જણાય છે. સુનિધિનાં
અવાજમાં 'ઉફ્ફ યે હોલી' સાંભળવું મને
ખૂબ ગમે છે.
ગીતનાં અમુક
શબ્દોને પ્રાસ પણ કરવામાં આવેલ છે,
એક ઉદાહરણ નીચે
લખેલી પંક્તિ...
'નીલા પીલા લાલ
ગુલાલ,
ઉસપે તેરે ગોરે ગાલ,
કાલી કાલી આંખો વાલી,
મસ્ત મસ્ત હૈ તેરી ચાલ'
ગીત – હોલી આઈ રે કન્હાઈ
ફિલ્મ – મધર ઈન્ડિયા (૧૯૫૭)
ગાયક – શમશાદ બેગમ
ગીતકાર – શકીલ બદાયુની
સંગીત – નૌશાદ
|
ગામનાં લોકો હોળીની ઉજવણી કરી રહ્યા છે. રાધા (નરગિસ) પોતાનો
ભૂતકાળ યાદ કરીને એકલી બેઠી છે.
એ યાદ કરે છે
જ્યારે એ નવોઢા હતી ત્યારે એના પતિ શામુ (રાજ કુમાર) સાથેની હોળી, એના દીકરાઓ બિરજુ (સુનીલ દત્ત) અને રામુ (રાજેન્દ્ર કુમાર)
નાના હતા એ વખતની પળો.
દરેક વર્ષે નવી આવતી હોળી સાથે રાધાની જિંદગીનાં રંગો પણ
બદલાયાં છે,
અત્યારે એના
દીકરાઓ યુવાન છે.
પણ, એમનું પાલન-પોષણ કરવા માટે એણે સંઘર્ષ કર્યો છે. મેં આ ફિલ્મ ખૂબ
પહેલાં જોઈ છે,
જ્યારે મને કંઈ
જ સમજાતું નહોતું,
મને આ સિવાય આ
ગીત માટે ખાસ કોઈ બીજી વસ્તુ યાદ નથી.
પણ, જિંદગીનું સત્ય
છે કે તમારી આસપાસ ગમે તેટલાં રંગો અને પાણી રૂપી ઠંડક હોય તો પણ તમારી જિંદગી
રંગવિહીન અને કોરીધાકોર હોઈ શકે,
કદાચ હોળીનાં
રંગો અને રાધાના પાત્ર સાથે મહેબૂબ ખાન એ વાત કહેવા માંગે છે.
ગીત – હોલી કે દિન
ફિલ્મ – શોલે (૧૯૭૫)
ગાયક – કિશોર કુમાર અને લતા મંગેશકર
ગીતકાર – આનંદ બક્ષી
સંગીત – આર. ડી. બર્મન
|
હિન્દી સિનેમાનો આઈકનિક ડાયલોગ, 'હોલી કબ હૈ? કબ હૈ હોલી?' અંતે હોળી આવે
છે અને બસંતી (હેમા માલિની) અને વીરુ (ધર્મેન્દ્ર) ગામલોકોની સાથે
સાથે હોળીનું મહત્વ
ગાય છે કે આ
તહેવારમાં દુશ્મન પણ ગળે મળી જાય છે.
અહીં પણ રાધા (જયા
ભાદુરી બચ્ચન) રંગવિહીન ઉભી છે, અને જયદેવ/જઈ (અમિતાભ બચ્ચન) એની સામે જોઈ
રહે છે. ગામલોકોની સાથે
બસંતી અને વીરુ મેળાનો આનંદ પણ માણે છે. (મેં હજુ સુધી ‘શોલે' જોઈ નથી!)
ગીત – હોરી ખેલે રઘુવીરા
ફિલ્મ – બાગબાન (૨૦૦૩)
ગાયક – અમિતાભ બચ્ચન, અલકા યાજ્ઞિક, સુખવિંદર સિંઘ, ઉદિત નારાયણ
ગીતકાર – સમીર
સંગીત – આદેશ શ્રીવાસ્તવ, ઉત્તમ સિંઘ
|
રાજ અને પૂજા મલ્હોત્રા (અમિતાભ બચ્ચન અને હેમા માલિની) પોતાના પરિવાર
સાથે હોળી ઉજવી રહ્યા છે.
ગીતનાં શબ્દોની
અંદર અવધનું વર્ણન છે,એટલે ગીતની અંદર
ઉત્તર પ્રદેશનાં ઉચ્ચારો પ્રમાણે અમિતાભ દ્વારા
ગવાયું છે અને એટલું જ ઓરિજનલ લાગે છે.
ગીતની અંદર એક
લાઈન છે, 'તનીક શરમ નહીં આયે,
દેખે નાહી અપની
ઉમરિયા' અહીં સાચે જ કોઈ
ઉંમરનો બાધ નથી.
સાઠની ઉંમરનાં
દાદા પોતાના પુત્રો-પુત્રવધૂઓ અને
પૌત્ર-પૌત્રીની સામે મન ભરીને નાચે છે અને જીવનનો
આનંદ માણે છે.
વિવિધ રંગો સાથે
ભરેલી રાજ અને પૂજાની જિંદગીમાં એમનો પરિવાર જ એમની માટે સર્વોચ્ચ છે.
ગીત – લહુ મુંહ લગ ગયા
ફિલ્મ – ગોલીયો કી રાસલીલા રામ-લીલા (૨૦૧૩)
ગાયક – શૈલ હાદા અને ઓસ્માણ મીર
ગીતકાર – સિધ્ધાર્થ અને ગરિમા
સંગીત – સંજય લીલા ભણસાલી
|
દુશ્મનને આંગણે ગોઠવાયેલાં કાર્યક્રમમાં રામ (રણવીર સિંઘ) કોઈની પણ પરવાહ
કર્યા વિના લીલા (દીપિકા પાદુકોણ) માટે પહોંચી જાય
છે. રામ જ્યારે
લીલાને રંગ લગાવવાનું કહે છે ત્યારે લીલા રામના હોઠ પર ચોંટેલો લાલ રંગ એને ચુંબન
કરી પોતાના હોઠ પર લગાડે છે અને એ સાથે જ
લીલા રામને મીઠો આંચકો આપે છે. ઘડીક માટે રામ
અચંબિત થઈ જાય છે. લાલ રંગ પ્રેમનો
પ્રતીક છે, એ સાથે લોહીનો
રંગ પણ લાલ છે.
એમણે એ રીતે
લગાડેલો લોહીનો રંગ એમની નસેનસમાં ફેલાઈ ગયો એમ ગીતની એક પંક્તિ દ્વારા સૂચવાયું
છે. ગરબાનું નૃત્ય, વસ્ત્રો, સેટની ભવ્યતા
ક્યાંય કોઈ જ ખામી નથી.
ભણસાલી માટે
ક્યારેક હું 'પરફેક્ટ' શબ્દનો ઉપયોગ
કરુ છું!
ગીત – રંગ બરસે ભીગે ચુનર વાલી
ફિલ્મ – સિલસિલા (૧૯૮૧)
ગાયક – અમિતાભ બચ્ચન
ગીતકાર – જાવેદ અખ્તર
સંગીત – શિવ અને હરિ
|
આ ગીતને હિન્દી સિનેમામાં વપરાયેલું શ્રેષ્ઠ
લોકગીત ગણવામાં આવે છે. અમિત (અમિતાભ
બચ્ચન) ભાંગ પીધા બાદ
નશામાં ચૂર છે,
ગીતની અંદર અમિત પ્રેમિકા ચાંદની (રેખા) સાથે પ્રેમનો ખુલ્લેઆમ પણ આડકતરી રીતે
એકરાર કરે છે,
અને એ પણ પોતાની
પત્ની શોભા (જયા બચ્ચન) અને ચાંદનીના પતિ ડૉ. વી. કે. આનંદ (સંજીવ
કુમાર) બંનેની હાજરીમાં... પોતાને માટે
અમિત ‘યાર’ અને ચાંદનીનાં
પતિ માટે ‘બલમ’ શબ્દ વાપરે છે.
આ ગીતની અંદર
ફૂલોનો પણ ઉપયોગ થયો છે.
ગીત – સોણી સોણી
ફિલ્મ – મોહબ્બતેં (૨૦૦૦)
ગાયક – ઉદિત નારાયણ, જસપિંદર નરુલા, શ્વેતા પંડિત, સોનાલી ભટવડેકર, પ્રીથા મજુમદાર, ઉદ્ભવ, મનોહર શેટ્ટી અને ઇશાન
ગીતકાર – આનંદ બક્ષી
સંગીત – જતીન – લલીત
|
રાજ આર્યન મલ્હોત્રા (શાહરુખ ખાન) પોતાના
વિદ્યાર્થીઓ વિકી,
સમીર અને કરણ (અનુક્રમે
ઉદય ચોપરા, જુગલ હંસરાજ અને
જિમી શેરગિલ) અને એમનાં ‘લવ ઈન્ટરેસ્ટ્સ’ ઇશિકા,
સંજના અને કિરણ (અનુક્રમે શમિતા
શેટ્ટી, કિમ શર્મા અને
પ્રીતિ જાંગિયાની) સાથે હોળી રમી
રહ્યો છે. રાજ પોતાની
સ્વર્ગસ્થ પ્રેમિકા મેઘના (ઐશ્વર્યા રાય) વિશે વિચારે છે.
પરંતુ ગીતનાં
શબ્દોની અંદર આ પળને ભરપૂર માણી લેવા સૂચન કરે છે.
અહીં પણ નાની
ઉંમરે વિધવા બનેલી કિરણની જિંદગીમાં રંગો નથી,
એ હોળી રમતી નથી, ત્યારે ‘યે રંગ બડે
સુહાને હૈ’ શબ્દો વપરાયાં
છે. કિરણને પોતાની
ઇચ્છાઓ ન રોકવા માટે કહેવાયું છે,
‘ગમ હો યા કોઈ
ખુશી, પુરવા કા ઝોંકા
હૈ, ઇક આયે ઇક
જાયેગા, ક્યૂં દિલ કો
રોકા હૈ’ રાજ ગીતને અંતે બધા પોતાની મસ્તીમાં ચૂર છે એ
વખતે ફરી મેઘનાને યાદ કરે છે અને પોતાનાં સપનાની અંદર એને ભેટે
છે.
ગીત – તુમ તક
ફિલ્મ – રાંઝણા (૨૦૧૩)
ગાયક – જાવેદ અલી, પૂજા વૈદ્યનાથ અને કીર્તિ સગથિયા
ગીતકાર – ઈર્શાદ કામિલ
સંગીત – એ. આર. રહેમાન
|
આ આખું ગીત હોળી વિશે નથી.
પરંતુ ગીતની
છેલ્લી પંક્તિમાં હોળીનો તહેવાર આવે છે. કુંદન (ધનુષ) મહેસૂસ કરે છે
કે ઝોયા (સોનમ કપૂર) એને રંગ લગાવવા આવી રહી છે.
કુંદન ઝોયાને
પુષ્કળ પ્રેમ કરે છે,
જેની કોઈ સીમા
નથી. પરંતુ ફિલ્મની
અંદર એ સમયે આપણને ઝોયાની લાગણીઓ વિશે ખબર નથી.
નૈનો કી ધાક લે જા,
નૈનો કી નૈયા
પતવાર તુ હૈ મેરી,
તુ ખેવૈયા
જાના હૈ પાર તેરે,
તુ હી ભંવર હૈ
પહુચેંગી પાર કૈસે નાજુક સી નૈયા
ઝોયાની આંખોને ધાક એટલે કે ઉજ્જવળ પ્રકાશ અને
હોડી સાથે સરખાવી છે.
કુંદનની લાગણીઓ
માટે ઝોયાને હોડી,
હલેસા અને માંઝી
(હોડી ચલાવનાર) સાથે પણ
સરખાવવામાં આવી છે,
સાથે સાથે
વાવાઝોડું એટલે કે અડચણ પણ.
ઝોયાનો પ્રેમ
પામવા માટે ખુદ એક અડચણ ઝોયાની લાગણી મેળવવી અને પ્રેમની મંજૂરીની મહોર મેળવવી છે. કારણ કે પ્રેમ
બળજબરી પૂર્વક કરી શકાતો નથી.
એ પ્રેમરૂપી
કિનારે કુંદને પોતાની હોડી ખુદ ઝોયાના જ સહારે પહોંચાડવાની છે.
અને છેલ્લે હમણાં આવેલ ફિલ્મ 'બદરીનાથ કી
દુલ્હનિયા'નું ટાઈટલ ગીત પણ આ લીસ્ટમાં ઉમેરી શકાય...
આ સિવાય પણ હોળી વિશે બીજા ઘણાં ગીતો છે, પણ મને યાદ નથી
અને મારે ગૂગલ કરીને લખવાં નથી,
કારણ કે આ બધા
વિશે પણ મારે વધારે કંઈ ખાસ લખી શકાયું નથી.
મારે આ ગીતો
વિશે લખવું હતું,
તો લખીને સંતોષ
માની લીધો! રંગોનાં પણ જુદા
જુદા અર્થ હોય છે એ આપણે બધા જાણીએ છીએ.
એ વિવિધ રંગો
આપણી જિંદગી સાથે સંકળાયેલાં છે.
એ રંગોનો ઉપયોગ કરીને જિંદગીને ખુશીઓથી ભરી દેવી કે
ઉપયોગ કર્યા વિના રંગવિહીન બનાવવી એ આપણાં જ હાથમાં છે...
ખૂબ ખૂબ આભાર મૃગેશ
રંગો સંબંધિત મારી કેટલીક બીજી પોસ્ટ -
રંગરેઝ
સાવરિયા (૨૦૦૭) - વાદળી રંગના સ્વર્ગમાં ઈન્તઝાર માટેનો કાળો રંગ
ખૂબ ખૂબ આભાર મૃગેશ
રંગો સંબંધિત મારી કેટલીક બીજી પોસ્ટ -
રંગરેઝ
સાવરિયા (૨૦૦૭) - વાદળી રંગના સ્વર્ગમાં ઈન્તઝાર માટેનો કાળો રંગ
Happy Dhuleti . . .
ReplyDeleteI see movies but I don't look these much in deep. Your observations are really appreciated.
P.S even people feel all this, only some of them like you can narrate.
I believe there's always something meaningful in most of the things which makes it beautiful art; so I observe it. I've also taken inspiration from someone. Otherwise in my initial blog posts I was hesitant that nobody would read in this much deep. Thank you DD;always! For encouragement & for nice comments! :-)
Delete