Friday 10 February 2017

એક મૈં ઔર એક તુ (૨૦૧૨) - જિંદગી પરફેક્ટ નથી, પણ હું ખુશ છું!!

ફિલ્મ સ્પોઈલર્સ




શકુન બત્રાની ડાયરેક્શનલ ડેબ્યૂટ 'એક મૈં ઔર એક તુ' એકદમ રિફ્રેશિંગ અને ફીલ ગુડ મૂવિ છે. વાર્તા છે ૨૫ વર્ષીય રાહુલ (ઈમરાન ખાન) અને એની રિઆના (કરીના કપૂર) સાથેની મુલાકાત પછી એની જિંદગીમાં આવેલ પરિવર્તન વિશે. રાહુલની જિંદગીમાં એને ગમે છે નથી થતું. એના માતા-પિતા (બોમન ઈરાની-રત્ના પાઠક શાહ) હજુ પણ એને નાની નાની વાતોમાં બાંધી રાખે છે. નાનપણમાં એને એ રીતે ઉછેરવામાં આવ્યો છે કે એના મા-બાપનાં સપના, એમની વાતો, નિયમો એની પર થોપવામાં આવે છે. જો રાહુલ કોઈ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતે તો એ માટે એને પ્રોત્સાહન આપવાને બદલે મા-બાપ દ્વારા એ ગોલ્ડ મેડલ હાર્યો એવું કહેવામાં આવે છે. ૨૫ વર્ષનો રાહુલ એની ટાઈ પણ એના માતા-પિતાને પૂછીને નક્કી કરે છે. રાહુલ માર્શલ એન્ડ ફોક્સમાં આર્કિટેક્ટની નોકરી કરે છે. એ ટોપ કંપની છે તેમ છતાં એના પિતા એને ટોપ 2 માં જોવા માંગે છે. એ નોકરીમાંથી એને કાઢી મૂકે છે એ પછી એ રિઆનાને મળે છે. ક્રિસમસ ઈવ પર લાસ વેગસમાં એક ક્લબમાં રાહુલ અને રિઆના ડ્રંક થઈને વેડિંગ ચેપલમાં લગ્ન કરી લે છે. બંને જણ એ લગ્નને કેન્સલ કરાવવા માંગે છે કારણ કે એ ભૂલથી થયાં છે. એ માટે બંને સાથે સમય ગુઝારે છે. રિઆના ખુશમિઝાજી છે, એ નાની વાતોને હસી કાઢે છે. રિઆના હેર સ્ટાઈલિશ છે અને એ કહે છે કે આર્કિટેક્ટ એનો બેકઅપ કરિયર ઓપ્શન હતો! એ જિંદગી પોઝિટિવિટી સાથે જીવી રહી છે. એને મળીને રાહુલને નવાઈ લાગે છે. રાહુલ એની સાથે નાની નાની વાતોમાં ખુશ રહેતા શીખે છે. થોડા દિવસ એની સાથે રહ્યા પછી રાહુલને રિઆના સાથે પ્રેમ થઈ જાય છે. મારી એક થિઅરી છે કે જે માણસ મોટેભાગે ખુશ હોય છે એ માણસ બીજા કોઈને જલદી પસંદ પડી જાય છે. રિઆનાનો સ્વભાવ રાહુલને એની તરફ આકર્ષિત કરે છે. 




રિઆનાને વસ્તુઓ તોડવી ગમે છે. એ સિમ્બોલ છે કે રિઆના નિયમોમાં નથી માનતી. એના બર્થડે પર રાહુલ એને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં રિઆના વસ્તુઓ તોડીને ખુશ થાય છે. રાહુલ જ્યારે ગાડી ચાલુ નથી એ વખતે પણ સીટ બેલ્ટ બાંધી રાખે છે. રિઆના એને મજાક કરે છે કે એ ઊંઘતી વખતે તો સીટ બેલ્ટ નથી પહેરતો ને! એ પુરાવો છે કે રાહુલને બંધાઈને રહેવાની ટેવ પડી ગઈ છે. એક વખત જે રીતે રહેવાની ટેવ થઈ જાય છે એ બદલતાં ઘણો સમય લાગે છે. એના માતા-પિતાની બધી વાતો માનવાને કારણે એની એ હાલત થઈ ગઈ છે. 












એક રાત્રે રાહુલ રિઆનાને પૂછે છે કે એ હમેંશા ખુશ કેવી રીતે રહી શકે છે. રિઆના જવાબ આપતી વખતે કહે છે એને બૅલે ડાન્સર બનવું હતું, પણ એક દિવસે એક્સિડન્ટમાં એનાં પગની ઘૂંટી ફ્રેક્ચર થઈ ગઈ એટલે એ ક્યારેય બૅલે ડાન્સર નહીં બની શકે. જિંદગીમાં ઘણી વખત કેટલાક સપનાઓ પૂરા નથી થઈ શકતાં એમાં આપણો વાંક નથી હોતો. રાહુલને એમ છે કે રિઆનાની લાઈફ પરફેક્ટ છે, એને એમ થાય છે કે એ રિઆનાની જગ્યાએ હોત તો ખુશ રહી શકતો. પણ, એવું હોતું નથી. સામેવાળાની જિંદગીને આપણે જજ કરી શકતાં નથી, બની શકે કે આપણને જેની જિંદગી સારી લાગતી હોય એની લાઈફ પણ પરફેક્ટ ન હોય. કોઈની જિંદગી પરફેક્ટ નથી હોતી. રિઆના રાહુલને કહે છે કે એ પરફેક્ટલી એવરેજ છે. કોઈ માણસ સંપૂર્ણ નથી. રિઆના રાહુલને એની સ્કૂલ લઈ જાય છે ત્યારે એના એક્સિડન્ટ પહેલાં એણે જ્યાં પરફોર્મ કરેલું એ સ્ટેજ બતાવે છે. રાહુલ રિઆનાને કહે છે કે આ સ્ટેજને યાદ કરતી હશે એ રીતે એ સ્ટેજ પણ એને યાદ કરતું હશે... બંને એકબીજાને નાની વાતોમાં આત્મવિશ્વાસ જગાડે છે...

રાહુલનાં ઘરનાં ફોટોસમાં સભ્યો વચ્ચે અંતર 


રાહુલ જ્યારે એના માતા-પિતાને કહી દે છે કે એ એમનાં નિયમોથી આઝાદ છે એ પછી એ કહે છે કે એ હવે પોતાની પસંદની ટાઈ પહેરશે, એ સિમ્બોલ છે કે એ એની જિંદગી પોતાની શરતો પ્રમાણે જીવશે. રિઆના એનો પ્રેમ નથી સ્વીકારતી કારણ કે એ ફક્ત એને દોસ્ત માને છે. રિઆના ઈચ્છે છે કે એ રાહુલની સાથે એના પાસ્ટ રિલેશનશિપ ડિસ્કસ કરે. દોસ્તી પ્રેમથી ઉપર છે. 





આ ફિલ્મનાં ગીતો પણ ખૂબ સુંદર છે. 'આન્ટી જી' પાર્ટી સોંગ એ વખતે મારો ફ્રેન્ડ કુંતલ દરરોજ ગાઈને મને ઈરિટેટ કરતો... 'ગુબ્બારે' મારુ પર્સનલ ફેવરિટ છે. 'આહટે' અને 'કર ચલના શુરુ તુ' પણ મને ખૂબ ગમે છે... 



    
આ ફિલ્મની બીજી એક વસ્તુ મને ગમે છે કે રાહુલ છેલ્લે શીખી લે છે જિંદગી પરફેક્ટ ન હોઈ શકે, એણે પોતાની ખુશી શોધવાની છે... મારે આ પોસ્ટ ખૂબ ઉતાવળમાં લખવી પડી છે, ફિલ્મ વિશે બીજી બે સરસ પોસ્ટ કોઈને વાંચવી હોય તો...




શકુન બત્રાની બીજી ફિલ્મ પર મારી પોસ્ટ - કપૂર એન્ડ સન્સ (૨૦૧૬)

No comments:

Post a Comment