હગ, આલિંગન, ભેટવું... એક એવી લાગણી જેના પછી અમુક તકલીફો આપોઆપ ઓછી થઈ જાય છે. આ સ્પેશ્યલ દિવસે બોલીવુડની અમુક ફિલ્મોનાં સીન્સ લખું છું, હજુ ઘણા બાકી હશે, પણ અહીં જેટલા મને યાદ છે એ લખ્યાં છે, આ પોસ્ટ ઘણા સમયથી હું લખું છું, વાંચ્યા પછી ગમે તો બીજા લોકો સાથે શેર કરજો, જે પણ વાંચી રહ્યા છે એ બધાને એક વર્ચ્યુઅલ પ્રેમાળ હગ!!
******************************************************
જબ વી મેટ
આ ફિલ્મમાં ઘણા હગ સીન્સ છે, ગીત અને આદિત્યની પ્રોપર ઓળખાણ પણ હગથી થાય છે, જે ફિલ્મનાં અંતમાં પણ એમનો સંબંધ જ્યારે ઓફિશિયલ બને છે ત્યાં સુધી ચાલે છે. રતલામ સ્ટેશન પર કોઈ માણસ ગીતને કંઈક અલગ જ સમજી બેસે છે! ત્યારે ગીત એનાથી બચવા આદિત્ય તરફ દોડે છે, એ આદિત્યનું નામ પણ નથી જાણતી, તેમ છતાં એને જ્યારે ખાતરી થાય છે કે આ એ જ છે જે ટ્રેનમાં એની સાથે હતો ત્યારે એને દોડીને હગ કરી લે છે અને ભગવાનનો આભાર માને છે. પછી બંનેની ઓળખાણ થાય છે. બીજો સીન છે ગીતના ઘરે. મનજીત ગીતને લગ્ન માટે જોવા આવ્યો છે અને ગીતને એની સાથે લગ્ન નથી કરવા. ગીત જ્યારે આદિત્યને જુએ છે ત્યારે પૂછે છે કે મનજીત દેખાય છે કે નહીં, આદિત્ય હા પાડે છે અને ગીત એને ભેટી પડે છે આખો પ્રોબ્લેમ કંઈક અલગ જ રંગ લે એટલા માટે! ત્રીજો સીન છે જ્યારે ગીત અને આદિત્ય ઘરેથી ભાગે છે. ગીત પોતાનો નિર્ણય લઈ ચૂકી છે, પણ એને છેલ્લી ઘડીએ ગિલ્ટ લાગે છે અને એ આદિત્યને પૂછે છે કે એ જે કરે છે એ બરાબર છે કે નહીં. એ વખતે આદિત્ય ગીતનો જ બોલેલો ડાયલોગ એને ફરી કહે છે કે પ્રેમમાં કંઈ સાચુ ખોટુ નથી હોતુ, અને એક દિવસ એના પેરેન્ટ્સ એને સમજી જશે. એ પછી ગીત આદિત્યને ભેટે છે.
પ્રેમનો અહેસાસ થયાં પછી |
દિલ ચાહતા હૈ
આકાશ અને સિધ્ધાર્થ "સિડ" એમની ઘણા સમયની દોસ્તીમાં આવેલી કડવાશને ઓગાળવા માટે એકબીજાને ગાઢ આલિંગન આપે છે, જે કદાચ કહે છે કે આ વખતે દોસ્તી વધારે મજબૂત બનશે, એ મિત્ર જેનો ઘણા સમયથી સ્પર્શ નથી અનુભવ્યો એને ભેટ્યા પછી વધારે ગાઢ આલિંગન આપવાની ઈચ્છા થાય છે, થોડા સમય માટે હાસ્ય અને આંસુ મિશ્ર થઈ જાય છે...
ઉદયપુર ફરીને પાછા વળતાં કારમાં બની નૈનાને પોતાના પિતાના મૃત્યુ અને અંતિમવિધિ વખતે એ હાજર નહોતો રહી શક્યો એના વિશે વાત કરે છે, અને નૈના એક પણ શબ્દ બોલ્યા વિના એને સાઈડ હગ કરે છે, એને અહેસાસ અપાવવા માટે કે એ સમજી શકે છે એની લાગણીઓને.
પ્રેમની કબૂલાત પછી બંને એકબીજાને ભેટીને પોતપોતાના જિંદગી વિશેનાં અભિગમો વિશે વાત કરે છે, બંને જાણે છે કે પ્રેમ છે બંનેને એકબીજા માટે પણ બંનેને પોતાના અલગ ખ્યાલો છે જિંદગી વિશે એટલે એમણે એકબીજાને છોડવા પડશે અને બની કહે છે એને ન જવા માટે, એ રીતસર પાંચ સેકન્ડ વધારે ભેટવા માટે વિનવે છે નૈનાને, અને બંને એકબીજાને વધારે જોરથી ભેટે છે... મહેંદી લગાવેલા હાથે નૈના કબીરને પોતાની જિંદગી સમજીને અપનાવે છે.
કબીર નૈનાને પ્રપોઝ કરે છે, એ હજુ પણ એ જ સપના જુએ છે પણ નૈનાની સાથે. નૈનાને અહેસાસ થાય છે કે એ કબીરની સાથે જીવન જીવવા માંગે છે અને એને ભેટે છે.
સાવરિયા
લિલિયન વર્ષોથી કોઈને બરાબર રીતે મળી નથી.
રણબીર રાજના આવવાથી લાગે છે એનો દીકરો પાછો આવ્યો છે,
એ વખતે એને ભેટીને રડે છે.
|
ઈમાન અને સકીના ઈમાન એને છોડીને જાય છે ત્યારે |
રણબીર રાજ અને સકીના જ્યારે સકીના ઈમાન પાસે જવાની છે |
ઈમાન અને સકીના ફિલ્મનાં અંતમાં |
વેક અપ સિડ
એક રાતે પાર્ટીમાંથી આવ્યા બાદ સિડ ડ્રંક હોય છે અને એ આઈશાને પોતાની પાસે બોલાવી એને સ્પૂન હગ કરીને સૂઈ જાય છે...
સિડ અને આઈશા બંને ફિલ્મના અંતમાં દરિયાકિનારે એકબીજાને ભેટે છે, આઈશાની વાર્તા વાંચીને સિડને પ્રેમનો અહેસાસ થાય છે અને બંને પ્રેમની કબૂલાત પણ કરે છે.
લૂટેરા
વરુણ અને પાખી એકબીજાને ભેટે છે અને એની સાથે પાખીનો ગુસ્સો અને નારાજગી ઓગળી જાય છે.
ઉડાન
રોહન સ્કૂલ છોડતી વખતે એના દોસ્તોને ભેટે છે એ સાબિતી માટે કે એમની દોસ્તી કાયમી છે અને એ લોકો એકબીજાને યાદ કરશે. વિક્રમાદિત્ય મોટવણેની ફિલ્મો 'ઉડાન' અને 'લૂટેરા' બંનેમાં આ સીન્સ વખતે ખૂબ ઓછી લાઈટિંગ યુઝ કરેલી છે, કદાચ એ દર્શાવવા માટે કે જ્યારે ભેટવામાં આવે છે ત્યારે કોઈ સીમા રહેતી નથી અને એ વ્યક્તિઓ એકબીજામાં એકરૂપ થઈ જાય છે.
વીર ઝારા
બંને એકબીજાને હવે પછી નહીં મળી શકે એવી સ્થિતિ છે. વીર અને ઝારા એકબીજાની વિદાય લે છે એ સમયે. ઝારા ફરી પાછી દોડતી આવીને વીરને ભેટે છે જાણે એની પાસેથી જવા ન માંગતી હોય...
મુન્નાભાઈ એમ. બી. બી. એસ.
મુન્ના કોલેજના સફાઈ કર્મીને 'જાદુ કી ઝપ્પી' આપે છે અને આખી હોસ્પિટલ વતી એનો આભાર માને છે. મુન્નાની થિયરી સિમ્પલ છે, દર્દી સાજા થઈને ડોક્ટરનો આભાર માને છે, પણ આખા હોસ્પિટલની સફાઈ કરનારનો કોઈ આભાર માનતું નથી, એ બધા વતી મુન્ના એમનો આભાર માને છે, આ લાગણીશીલ સીન આંખોમાં આંસુ લાવી દઈને આપણને શીખવે છે કે દરેક માણસની કિંમત છે, આગવી ઓળખ છે.
મુન્નાની 'જાદુ કી ઝપ્પી' પછી કોલેજનાં વિધાર્થીઓ એકબીજાની નાની નાની મુશ્કેલીઓ વખતે |
માતા-પિતા |
ડૉ. સુમન અને મુન્ના ફિલ્મનાં અંતમાં |
દિલ તો પાગલ હૈ
'ઢોલના' ગીત પહેલાનો ફેમસ 'ઔર પાસ' સીન
હમ તુમ
રિયા અને કરણ જ્યારે પણ મળે છે ત્યારે કંઈક અલગ અજીબ થાય છે. આ વખતે એ લોકો મળે છે ત્યારે જાન્યુઆરીમાં વરસાદ પડે છે. બંને એકબીજાની સામે પ્રેમનો એકરાર કરી અને એમનો સંબંધ શરૂ કરે છે એ વખતનો સીન...
બાજીરાવ મસ્તાની
મસ્તાનીનાં ઘાની અંદર ઝેર ન ફેલાય એ વખતે |
મસ્તાની અને બાજીરાવને મા સાહિબ જોઈ જાય છે એ વખતે |
દુશ્મનોથી બચાવવા પુત્ર અને મસ્તાની સાથે બાજીરાવ |
ફિલ્મનો અંત |
માસૂમ
ડી. કે. મલ્હોત્રા રાહુલને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવા માટે જાય છે. રાહુલને ત્યાંના વાતાવરણ વિશે વિચારીને ડર લાગે છે અને રાહુલ દોડીને ડી.કે.ને ભેટી પડે છે. આ સીન 'તુઝસે નારાઝ નહીં જિંદગી' ગીતની અંદર આવે છે.
ગુઝારિશ
ફિલ્મનો અંત
રાંઝણા
ઝોયા કુંદનનો આભાર માનવા માટે એને ભેટે છે કારણ કે કુંદને ઝોયાના પિતાને રાજી કર્યા છે ઝોયા અને અક્રમનાં લગ્ન માટે. કુંદન ઝોયાના પ્રેમ માટે ઝૂરે છે, પણ ઝોયાને કુંદન માટે લાગણી નથી. કુંદન ઝોયાને વધારે જોરથી ભેટીને કહે છે કે ઝોયાની જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો પણ એ એટલો જ તૂટીને એને પ્રેમ કરતો. કુંદન ઝોયાને કહે છે કે એને પ્રેમ કરવો એનો પોતાનો ટેલેન્ટ છે, એમાં ઝોયાનો કોઈ જ ફાળો નથી.
ક્વીન
રાની પેરિસથી એમ્સ્ટરડમ જતી વખતે થોડી બદલાઈ છે. એની અંદર આત્મવિશ્વાસ પૂરાયો છે અને એ નવી બનાવેલી દોસ્ત વિજયાલક્ષ્મીને ભેટે છે.
રાની પેરિસથી એમ્સ્ટરડમ જતી વખતે થોડી બદલાઈ છે. એની અંદર આત્મવિશ્વાસ પૂરાયો છે અને એ નવી બનાવેલી દોસ્ત વિજયાલક્ષ્મીને ભેટે છે.
હમ દિલ દે ચુકે સનમ
વનરાજ અને નંદિની ટિકિટ ચેકર ટિકિટ ચેક કરવા આવે ત્યારે...
વનરાજ અને નંદિની ટિકિટ ચેકર ટિકિટ ચેક કરવા આવે ત્યારે...
જિંદગી ના મિલેગી દોબારા
અર્જુન અને લૈલા બંને છૂટા પડે છે એ સમયે. બંનેને ખ્યાલ નથી કે હવે પછી ક્યારે મળશે અને એકબીજાને શુભેચ્છાઓ આપીને હગ કરે છે અને એમની આંખોમાં વધારે સમય સાથે ન રહી શક્યાનો અફસોસ વર્તાય છે.
કલ હો ના હો
બ્રૂકલિન બ્રીજ સીન - નૈનાને અમનની બીમારી વિશે ખબર પડે છે એ પછી...
આશિકી
રાહુલ એરપોર્ટ પર પહોંચે છે અનુને પેરિસ જતા રોકવા માટે. પણ એની ફ્લાઈટ ચાલી ગઈ છે. થોડી વાર પછી એ જુએ છે તો અનુ રોકાઈ ગઈ હોય છે એ બંનેના પ્રેમની ખાતર અને બંને ભેટે છે. ટોટલ ફિલ્મી!
રાહુલ એરપોર્ટ પર પહોંચે છે અનુને પેરિસ જતા રોકવા માટે. પણ એની ફ્લાઈટ ચાલી ગઈ છે. થોડી વાર પછી એ જુએ છે તો અનુ રોકાઈ ગઈ હોય છે એ બંનેના પ્રેમની ખાતર અને બંને ભેટે છે. ટોટલ ફિલ્મી!
આશિકી અને આશિકી 2 બંને ફેમસ સીનની સરખામણી... |
હાઈવે
વીરા પોતાનાં બચપણની વાત મહાવીરને કહે છે એ પછી સાંત્વન મેળવવા માટે વીરા મહાવીરને ભેટે છે. વીરાને ઘરની સફાઈ કરતાં અને રસોઈ બનાવતા જોઈ મહાવીરને એની મા યાદ આવે છે ત્યારે એ રડે છે અને વીરા એને સહારો આપે છે. એ પછી વીરા સહારો મેળવવા એને હગ કરીને સૂઈ જાય છે.
એ દિલ હૈ મુશ્કિલ
આ ફિલ્મની અંદર ઘણા હગ સીન્સ છે. અયાન હમેંશા કોઈનો સપોર્ટ ઈચ્છે છે અને એ અલીઝેહને હગ કરતો રહે છે નાની નાની વાતો માટે. અલીઝેહના ઘરે રોકાયા પછી સવારે ઉઠતી વખતે અયાન એને સ્પૂન હગ કરે છે. પેરિસ જવા માટે ટિકિટ બુક થાય છે એ વખતે પણ એ ભેટે છે. ચન્ના મેરેયા ગીતની અંદર અયાન એકલતા મહેસૂસ કરે છે અને એ થાંભલાને હગ કરે છે. અલીઝેહ વિયેના આવે છે ત્યારે અયાન એને પોતાનાથી દૂર રાખે છે અને હગ કરવા દેતો નથી. સબા અયાનને સમજાવે છે કે એ ફક્ત અલીઝેહને પ્રેમ કરે છે એ વખતે સબા અને અયાન હગ કરે છે. અયાનને અહેસાસ થાય છે કે અલીઝેહનો પ્રેમ એણે જવા દેવો પડશે એ પછી એ સહારો મેળવવા ફરીથી થાંભલાને ભેટીને રડે છે. અલીઝેહ અલીને હગ કરે છે.
લવ આજ કલ
દિલ્લીમાં જઈ અને મીરા મળે છે એ વખતે મેટ્રો ટ્રેનમાં મીરાને જઈની પાસે બેસીને 'તુમ વાલી ફીલિંગ' આવે છે. બંનેનું બ્રેક અપ થઈ ગયું છે તેમ છતાં બંનેની લાગણીઓ એમ જ છે. બંને પોતાના પાર્ટનર્સ સાથે ડબલ ડેટ પર જાય છે એ વખતે એ લોકો મળે છે ત્યારે મીરા જઈને કહે છે કે એણે જવું પડશે એની જિંદગીમાંથી તો એની જગ્યા એ કોઈ બીજાને આપી શકશે. મીરા કહે છે કે 'તુમ વાલી ફીલિંગ' સાથે રાખીને નવા સંબંધમાં આગળ નહીં વધી શકે. એ વખતે બંને એકબીજાને ભેટે છે. ફિલ્મનાં અંતમાં જઈ મીરાને પ્રપોઝ કરે છે એ વખતે એમનો પ્રેમ પૂરો થાય છે એ વખતે પણ એ બંને ભેટે છે.
કોકટેલ
ગૌતમ મીરાને પ્રપોઝ કરે છે એ પછી વેરોનિકા ખુશ છે અને એ એના બંને દોસ્તોને ભેટે છે.
એક મૈં ઔર એક તુ
રિઆના રાહુલને ફક્ત દોસ્ત માને છે. રાહુલ એને પ્રેમ કરે છે અને એ કહે છે કે એ એટલી નજદીક બેસે છે અને પછી કહે છે કે એને ખોટા આઈડિયા મળે છે એની તરફથી. રિઆના એને પૂછે છે, "ડુ યુ વોન્ટ અ હગ?" એ પછી એ લોકો ભેટે છે.
રોકસ્ટાર
કોઈ જ કારણ વિના હીર જોર્ડનને પૂછે છે, "મુઝે હગ કર શકતે હો?"
તમાશા
'અગર તુમ સાથ હો' ગીતની થોડી ક્ષણો પહેલા તારા વેદને ટાઈટ હગ કરે છે. તારા વેદને છોડવા નથી માંગતી, તારા વેદને એની પાસેથી જવા દેવા નથી માંગતી. આ સીન વિશે અને ઈમ્તિયાઝ અલીની બીજી ફિલ્મોનાં સીન વિશે પંકજ દ્વારા લખાયેલ એક બીજી સરસ પોસ્ટ છે અહીં...
પરદેસ
ગંગા અને અર્જુન બંને ફિલ્મની અંતમાં એમનાં પિતાને ભેટે છે. એમનો પ્રેમ પરિપૂર્ણ થયો છે, બંને એકબીજાનાં પિતાનાં ખભા પર સુકૂન મહેસૂસ કરે છે અને બંને એકબીજાની સામે જોઈ રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં 'બાબા ઐસા વર ઢૂંઢો' ગીત વાગે છે.
તાલ
વિક્રાંત માનસીને માનવ પાસે જવાની મંજૂરી આપે છે. માનસી દોડી રહી છે, બેકગ્રાઉન્ડમાં 'ઈશ્ક બિના' ગીતની ટ્યૂન વાગે છે. એ માનવની સામે આવીને ઊભી રહે છે. માનવ અને માનસીના પિતા એ લોકોને કહે છે કે એમના લીધે જ એ લોકો જુદા થયા અને હવે એ લોકો જ એમને ભેગા કરી રહ્યા છે, અને બંને એમને ગળે મળવાનું કહે છે. પછી એમને અહેસાસ થાય છે કે એમની સામે એ લોકો ગળે નહીં મળી શકે, એટલે એ લોકો ચાલ્યા જાય છે. એ પછી માનવ અને માનસી એમનો પ્રેમ પૂર્ણ થયાની ખુશીમાં એકબીજાને ગળે લગાડે છે. બેકગ્રાઉન્ડમાં સનસેટ થઈ રહ્યો છે. માનસીના ફેન્સ એને મળવા માટે આતુર છે અને ફરી બેકગ્રાઉન્ડમાં 'ઈશ્ક બિના' ગીતની ટ્યૂન વાગે છે.
પ્રિયા રાજને કહે છે કે એ એની સાથે લગ્ન કરશે... આ સીનમાં એક પણ ડાયલોગ નથી, બંને ઈશારાથી વાત કરે છે અને પ્રિયા દોડતી આવીને રાજને ભેટે છે.
અન્જાના અન્જાની
કિયારા અને આકાશ 'તુઝે ભુલા દિયા' ગીતમાં... કિયારાને જાણ છે કે કદાચ હવે એ આકાશને નહીં મળી શકે એ વખતે.
બ્રેક કે બાદ
આલિયા દુ:ખી હોય છે ત્યારે આ ટેબલની નીચે બેસી જાય છે, આ ફિલ્મની અંદર અભય સાથે ટેબલ નીચે હગ સીન્સ છે. આલિયા પોતાનું સપનું પૂરુ કરવા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહી છે અને એ માટે એની મા અને અભય સહમત નથી. એ બંનેને નારાજ કરીને એ પોતે પણ નારાજ છે. અભય એનો સામાન ભરી આપે છે. એ પછી બંને વાત કરે છે એ સીન...
કુછ કુછ હોતા હૈ
સ્કૂલની સ્પર્ધામાં અંજલિને મા વિશે બોલવાનું છે અને એ કંઈ જ કહી શકતી નથી કારણ કે એણે ક્યારેય એની માને જોઈ નથી. રાહુલ બધાની વચ્ચે મા વિશે પોતાની દીકરીને સમજાવે છે અને એને ભેટે છે.
રાહુલ અને મા |
રાહુલ અને અંજલિ 'યે લડકા હૈ દીવાના' ગીત |
ફેમસ બેન્ચ સીન |
અંજલિ સમર કેમ્પમાં બધા બાળકોને પોતાની મમ્મીને પત્ર લખવાનું કહે છે અને એ ભૂલી જાય છે કે ટીના મરી ચૂકી છે અને નાની અંજલિ એને લેટર નહીં લખી શકે. નાની અંજલિ ત્યાંથી જતી રહે છે અને મમ્મી ટીનાનો ફોટો લઈને રડે છે. અંજલિ એની પાસે આવે છે અને ટીનાના ફોટો સાથે વાત કરે છે અને કહે છે એની દીકરી એના જેવી જ છે અને બંને ભેટે છે. રાહુલ એ લોકોને જોઈ રહ્યો છે અને એ પણ ઈમોશનલ થઈ જાય છે... ફિલ્મનાં અંતમાં રાહુલ અને અંજલિનો ઈમોશનલ સીન પણ હગ સાથે પૂરો થાય છે.
કભી ખુશી કભી ગમ
આ ફિલ્મની અંદર તો હગ સીન્સની ભરમાર છે, એટલે ફક્ત દરેક ફોટોની નીચે ફક્ત થોડુંક...
રાહુલ ઘરે આવે ત્યારે માને હગ કરી શકતો નથી,
અને માનું માથુ ચૂમે છે.
યશવર્ધન રાયચંદ દિવાળીની પૂજા વખતે
નૈનાને સાઈડ હગ કરીને પોતાની પાસે લાવે છે,
નૈનાને અહેસાસ અપાવવા માટે કે એ પણ કુંટુંબનો ભાગ છે.
|
રાહુલ રોહનને ચીડવતો હોય છે એ વખતે
રાહુલ એની મા નંદિનીને અને
રોહન એની કેરટેકર દાઈજાનને ભેટે છે.
|
રાહુલ અને નૈના જ્યારે રાહુલ નૈનાને કહે છે કે એ અંજલિને પ્રેમ કરે છે ત્યારે એમની ખૂબ ઈમોશનલ વાત પછી |
અંજલિ એના પિતાના મોત વખતે પૂજાને ભેટીને રડે છે. રાહુલ બધાની વચ્ચે અંજલિને ભેટી શકતો નથી એટલે રાહુલ અંજલિને માથે હાથ મૂકે છે, એ સિમ્બોલ છે કે રાહુલ અંજલિ સાથે લગ્ન કરીને એની જવાબદારી સ્વીકારશે. |
યશવર્ધન રાયચંદ રાહુલની પસંદ અંજલિને સ્વીકારવાની ના પાડે છે. રાહુલે ઘર છોડવાનું છે એ વખતે મા અને રાહુલ |
અંજલિ એકલી ત્યાં ઊભી છે, એને પણ કોઈને ભેટીને રડવું છે, સાસુ એને કપાળ પર ચૂમીને પ્રેમ દર્શાવે છે. રાહુલ અને અંજલિ ઘર છોડીને જાય છે. |
રાહુલ અને રોહન ઘર છોડીને જતી વખતે મોટાભાઈની નાના ભાઈને શિખામણો |
'બોલે ચૂડિયા' ગીતનો સીન |
વર્ષો પછી ભાઈને મળ્યા બાદ |
નંદિની પોતાના બંને દીકરાઓની તસવીર જોઈ રહી છે. બંને દીકરાઓ એની પાસે નથી. એને એમની તસવીરને ભેટી લેવાનું મન થઈ આવે છે. |
નંદિની દીકરાઓની યાદ આવે છે એ વખતે પતિ યશવર્ધનને ભેટે છે. |
ઘરે આવે છે એ વખતે રોહન માતા-પિતાને ભેટે છે... |
દાઈજાનને અહેસાસ થાય છે કે યશ એ જ રોહન છે. એ વખતે દાઈજાન એને ભેટીને રડે છે. અંજલિને પણ એના દિયરને ભેટવું છે, પણ રાહુલ એને બોલાવે છે અને એ ચાલી જાય છે. |
રાહુલ અને અંજલિ એમના દીકરા ક્રિશ પર ગૌરવ અનુભવે છે. અંજલિ એને સ્ટેજ પર ભેટવા માટે દોડે છે. |
બ્લ્યૂ વોટર મોલ, લંડન ફેમિલી રિયૂનિયન સીન |
કભી અલવિદા ના કહેના
પ્રેમની શરૂઆત, હરખનાં આંસુ અને વાદળી રંગનું સ્વર્ગ |
દેવ માયાની સામે પ્રેમનો ઈઝહાર કરે છે, અને એ પછી બીજા દિવસે એ લોકો પોતાના સંબંધને આગળ લઈ જવો નહીં એ વિચારીને છૂટા પડે છે. પણ માયા વિચારે છે કે એ દેવને પ્રેમ કરે છે અને માયા દોડતી આવીને દેવને ભેટે છે. શી શેઝ 'આઇ લાઈક બ્લ્યૂ' વાદળી રંગ એમનું સ્વર્ગ છે, કારણ કે બંને પરણેલા છે અને દુનિયાની સામે ખુલીને પોતાનો પ્રેમ દર્શાવી નહીં શકે. માયા દેવને ભેટે છે અને એની આંખમાંથી એક આંસુ ટપકે છે, હરખનાં આંસુ. અને પછી ગીત આવે છે 'તુમ્હી દેખો ના' અને એમની ડ્રીમ સીકવન્સમાં આપણે બંનેને ન્યૂ યોર્કનાં રસ્તાઓ પર અને વિવિધ જગ્યાઓએ એકબીજાને ભેટતાં જોઈએ છીએ. એમનાં કપડાના રંગો પણ ઘણી વાતો કહે છે, ચર્ચમાં માયાના પ્રાર્થનાની મુદ્રામાં જોડાયેલા હાથને પણ દેવ એ જ મુદ્રામાં ભેટે છે! એક વખતે ગીતમાં બંનેના બધા હગ સીન્સ મિક્સ થઈ જાય છે, એનાથી કરણ જોહર કદાચ બતાવવા માંગે છે કે બંને એકબીજાની અંદર ઓતપ્રોત છે. ગીતના અંતમાં રસ્તા પર ચાલતા દેવ અને માયા એકબીજાને સાઈડ હગ કરીને ચાલે છે, એમની દિશા બીજા લોકોથી વિરુધ્ધ છે, જે એમના નવા શરૂ થયેલા પ્રેમની સ્થિતિ દર્શાવે છે. ફિલ્મની અંદર બીજા પણ ઘણા હગ સીન્સ છે, બીજો એક ખાસ સીન છે જ્યારે દેવ અને માયાનો રિલેશન ફિઝિકલ બને છે એની પહેલાનો સીન, બંને એકબીજાની અંદર ઓગળી જવા માંગે છે અને આપણે ન્યૂ યોર્કના મેનહેટન વિસ્તારમાં બંનેને વરસાદમાં પલળતાં અને પછી હોટેલમાં જતાં જોઈએ છીએ.
લાલ રંગની ખુશી પ્રાર્થનાની મુદ્રામાં હગ |
પાનખર ઋતુમાં પાંદડાઓની વચ્ચે |
એકબીજાની અંદર ઓતપ્રોત |
દુનિયાથી અલગ રસ્તો |
મેનહેટનનો વરસાદ |
દેવ પોતાના સારા મૂડ વખતે દીકરા અર્જુનને હગ કરે છે અને રિયાની આંખો ભીંજાઈ જાય છે. |
સ્ટુડન્ટ ઓફ ધ યર
દાદીની ડેથ પછી અભિ પહેલી વાર શનાયાને મળે છે. એનો મૂડ સારો નથી અને એ શનાયાને ચાલ્યા જવા માટે કહે છે, પણ શનાયા એને હગ કરીને સાંત્વના આપે છે.
તારે ઝમીન પર
ઈશાન ચિત્ર સ્પર્ધામાં ઈનામ જીતે છે, સ્ટેજ પર ઈનામ લેવા જતા પહેલા એ એના ટીચર રામ નિકુંભને દોડીને ભેટે છે. કારણ કે એના શિક્ષક એને સમજી શક્યા છે, આ સીન આપણી આંખો ભીની કરી દે છે.
ફિલ્મનાં અંતમાં સ્કૂલનું વર્ષ પૂરુ થઈ રહ્યુ છે એ વખતે. ઈશાને એના ટીચર રામ નિકુંભ જેવી હેરસ્ટાઈલ કરી છે, કારણ કે એ જ હવે એના માટે રોલ મોડેલ છે. સ્કૂલમાંથી જતી વખતે બંને ભેટે છે. ગાડીમાં બેસતા પહેલા ઈશાન ફરી નિકુંભ તરફ દોડે છે અને નિકુંભ એને હવામાં પ્રેમથી ઉછાળે છે અને ફિલ્મ પૂરી થાય છે, અને આ પોસ્ટ પણ!
*********************************************************************************
આમાંથી અમુક ફિલ્મો માટે મેં લાંબુ વર્ણન એટલા માટે નથી કર્યુ કે એ સીનની સિચ્યુએશન સમજાવતા મને નથી ફાવતુ, એટલે ફક્ત સીન વિશે બે-ત્રણ લાઈન જ લખી છે. તેમ છતાં અમુક મારા ફેવરિટ વિશે મેં લાંબુ વર્ણન કર્યુ છે.
*********************************************************************************
આ બધી ફિલ્મોમાંથી અમુક ફિલ્મો વિશે મેં લખેલી પોસ્ટની લીંક ...
No comments:
Post a Comment