Friday, 20 January 2017

રંગરેઝ


ફિલ્મ : તનુ વેડ્સ મનુ (૨૦૧૧)
સંગીતકાર - ક્રિસ્ન સોલો
ગાયક - ક્રિસ્ન સોલો અને વડાલી બ્રધર્સ
ગીતકાર - રાજશેખર 

આ ગીત મારા માટે ખૂબ અંગત છે અને ખાસ પણ. આ ગીતનાં અમુક શબ્દોએ મને એક સમયે ઘણી રાતો ઊંઘવા નથી દીધો, અને એ સમયની મારી ડાયરીની અંદર પણ આ ગીતના લિરિક્સ લખેલા છે. આ ગીત ઘણી બધી રીતે અર્થપૂર્ણ અને સૂચક છે, મેં ઘણા દિવસો સુધી આ ગીત પર પોસ્ટ લખવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે ગીતની અંદર અમુક નાની વસ્તુઓ એટલી સુંદર રીતે વણાયેલી અને રૂપક સ્વરૂપે છે કે એનો મતલબ જ્યારે સમજાય છે ત્યારે જે ખુશી મહેસૂસ થાય છે એ વ્યક્ત નથી થતી. રંગરેઝ ગીતનાં બે વર્ઝન છે, ક્રિસ્ન સોલો અને વડાલી બ્રધર્સ અલગ અલગ ગાયકો દ્વારા ગવાયેલા, લિરિક્સ સરખાં છે, પણ ફિલ્મની અંદર ક્રિસ્ન વાળું વર્ઝન છે, છેલ્લે ખાલી મુખ્ય લાઈન્સ ફરીથી વડાલી બ્રધર્સના અવાજમાં આવે છે. મારા દોસ્ત ઋતુરાજને પણ આ ગીત ખૂબ ગમે છે અને કાલે જ મારા એક સિનિયર અજય અખાણીએ ફેસબુક પર આ ગીત માટે સ્ટેટસ મૂકેલું, આ ગીત એમનું પણ ફેવરિટ છે તો આ પોસ્ટ અજયને સમર્પિત! 


રંગરેઝ એક સમુદાય છે જે મુખ્યત્વે કપડા રંગવાનું કામ કરે છે, ઉત્તર પ્રદેશમાં એમની સંખ્યા સૌથી વધારે છે. (વિકિપીડિયા પેજ- Muslim Rangrez) આ ફિલ્મની વાર્તા અને ગીતનો હાર્દ પણ ઉત્તર પ્રદેશમાં છે. મનોજ/મનુ (આર. માધવન) અને તનુજા/તનુ (કંગના રણૌત) બંનેની અરેન્જ્ડ મેરેજ માટે મુલાકાત થાય છે એ સમયથી જ મનુને તનુથી પ્રેમ છે, પણ તનુને ગમે છે રાજા (જિમી શેરગિલ). ઘણી બધી વખત સંજોગો એવા બને છે કે એ લોકો વારંવાર મળે છે. મનુ તનુના માતા-પિતાને મનાવે છે તનુ અને રાજાના લગ્ન માટે, કારણ કે એને એમ છે કે તનુની ખુશીમાં એ ખુશ રહી શકશે. પણ દિલની અંદર ઊંડે મનુ હજુ પણ તનુને એટલો જ પ્રેમ કરે છે, પ્રેમનાં પાગલપનમાં દર્દ અનુભવાય એટલો પ્રેમ. આ ગીતમાં બંને તનુ માટે લગ્નનાં કપડા ખરીદવા જાય છે એ આખી સ્થિતિમાં મનુની હાલત વિશે ઉલ્લેખ છે, પણ એ સાથે સાથે ગીતની અંદર એક સમયે આપણને તનુની લાગણીઓ વિશે પણ ખ્યાલ આવે છે. ગીતનાં વિડિયો અને ઓડિયો બંનેમાં થોડા શબ્દોનો ફેરફાર છે, વિડિયોમાં અમુક શબ્દો નથી આવતાં, જેટલા લિરિક્સ મને સમજાયા છે એની વિશે અને ગીતની અમુક સ્થિતિ વિશે લખું છું...


એ રંગરેઝ મેરે,
એ રંગરેઝ મેરે,
યે બાત બતા રંગરેઝ મેરે,
યે કૌન સે પાની મેં 
તુને કૌન સા રંગ ઘોલા હૈ,
યે કૌન સે પાની મેં 
તુને કૌન સા રંગ ઘોલા હૈ
કે દિલ બન ગયા સૌદાઈ
મેરા બસંતી ચોલા હૈ,
મેરા બસંતી ચોલા હૈ,


મનુ અને તનુને ખરીદી માટે કાનપુરથી લખનૌ જવાનું છે અને તનુ તૈયાર થઈને બહાર આવે છે. પણ, એણે સફેદ રંગનો સલવાર કમીઝ પહેર્યો છે.  હું માનુ છું ત્યા સુધી એનો કોસ્ટ્યૂમ એટલા માટે સફેદ રંગનો છે કારણ કે એ મનુનાં પ્રેમમાં રંગાઇ નથી, મનુ એના પ્રેમમાં રંગાયેલો છે પૂરેપૂરો, એટલે રંગરેઝ એ સંદર્ભમાં છે. કોઈના પ્રેમની અંદર રંગાવા માટે પૂરેપૂરુ ખાલી અને શુધ્ધ હોવું જરૂરી છે, જે સફેદ રંગની સૂચકતા છે. રસપ્રદ વાત એ છે કે ગીત મનુનાં દિલની અંદરની વાતો કરે છે, એ પૂરેપૂરો રંગાયેલો છે તનુના પ્રેમમાં, તો પણ વધારે રંગાવા માંગે છે, કદાચ એ સંદર્ભમાં પણ રંગરેઝ શબ્દ છે અને એ શબ્દ તનુ માટે પણ હોઈ શકે કે બીજા કોઈ સંદર્ભમાં પણ હોઈ શકે. કારણ કે કોઈપણ માણસની કળાને પૂરેપૂરી સમજવી એ અઘરુ છે કે કઈ વસ્તુ કોની માટે છે. ફિલ્મને જે ડિરેક્ટરે બનાવી હોય એ જ પૂરી સમજી શકે છે, એ જ રીતે ગીતને ગીતકાર અને પોતાના દોરેલા ચિત્રને ચિત્રકાર જ પૂરી રીતે સમજી શકે છે. મારા અને તમારા જેવા લોકો ફક્ત એના વિવિધ અર્થ કાઢી શકે છે, જે ક્યારેક સાચુ હોઈ શકે, ક્યારેક અર્ધસત્ય અને ક્યારેક સત્ય ન પણ હોય. રંગરેઝને પૂછવામાં આવે છે કે એણે પાણીની અંદર એવા તો કેવી રીતે રંગ મિશ્ર કર્યા છે કે દિલ સૌદાઈ થઈ ગયું છે, સૌદાઈનો અર્થ છે પ્રેમનું પાગલપન. 'બસંતી ચૌલા' શબ્દ હમેંશા બલિદાન માટે વપરાય છે, જે મનુના સંદર્ભે છે કે એ પોતાના પ્રેમનું બલિદાન આપવા જઈ રહ્યો છે, તનુના લગ્ન રાજા સાથે નક્કી કરાવીને.


સફેદ રંગની સૂચકતા


અબ તુમસે ક્યા મેં શિકવા કરુ,

મૈને હી કહા થા જીદ કરકે,
રંગ દે ચુનરી પી કે રંગ મેં
(રંગ દે રંગ દે રંગ દે ચુનરી પી કે રંગ મેં)
પર મુએ કપાસ પે રંગ યે ના રુકે
રંગ ઈતના ગહેરા તેરા
કી જાનો જિગર તક ભી રંગ દે,
જિગર રંગ દે...


રંગનારને કેવી રીતે ફરિયાદ કરીએ જો કોઈ કાપડ પર રંગ જ ના ચઢે તો? એનો રંગ તો ઊંડો છે જે દિલની અંદર સુધી રંગાઈ જાય છે. પણ કપાસ વિવિધ રેસાઓથી બનેલું હોય છે અને એના દરેક રેસા પર રંગ ચડતો નથી અથવા ચડે તો લાંબા સમય સુધી રહેતો નથી, તનુના સફેદ રંગના કપડા અને એનો સ્વભાવ પણ મેચ થાય છે આ શબ્દો સાથે! રંગનારને રંગ કરવાનું કહ્યુ છે પણ રંગ ચડતો જ નથી, તનુ મનુના પ્રેમમાં રંગાતી જ નથી! કોઈ ફકીર પાસેથી આશીર્વાદ લેવા માટે તનુ એને બોલાવે છે અને ફકીર મનુને આશીર્વાદ આપે છે ત્યારે મનુ હળવું સ્માઈલ કરે છે, એ એની એ વખતની તનુ સાથેની સ્થિતિ માટે કટાક્ષ છે. 




રંગરેઝ તુને અફીમ ક્યા હૈ ખા લી,

જો મુઝસે તુ યે પૂછે કે કૌન સા રંગ?
રંગો કા કારોબાર હૈ તેરા,
યે તુ હી તો જાને, કૌન સા રંગ


અફીણનું ઘેન ચઢે ત્યારે કંઈ ભાન નથી હોતું, રંગરેઝને એ રીતે પૂછવામાં આવે છે એનું તો કામ જ રંગ કરવાનું છે તો પછી રંગો વિશે એ સામેના માણસને કેવી રીતે પૂછી શકે કે કયો રંગ કરવો છે, આ સ્થિતિમાં તનુ મનુને પોતાના લગ્ન માટેના કપડાનાં રંગોની પસંદગી વિશે પૂછે છે એની ઉપર આ શબ્દો લખવામાં આવેલા હોઈ શકે.

મેરા બાલમ રંગ, 

મેરા સાજન રંગ, 
મેરા કાતિક રંગ,
મેરા અગહન રંગ, 
મેરા ફાગુન રંગ, 
મેરા સાવન રંગ,
પલ પલ રંગતે રંગતે, 
મેરે આઠો પહર મનભાવન રંગ
એક બુંદ ઈશ્કિયા ડાલ કોઈ તુ, 
એક બુંદ ઈશ્કિયા ડાલ કોઈ,
મેરે સાતો સમંદર જાયે રંગ, 
મેરી હદ ભી રંગ,
સરહદ ભી રંગ, બેહદ રંગ દે, 
અન્હદ ભી રંગ દે,
મંદિર મસ્જિદ, મયકદ રંગ, 
(રંગરેઝ મેરે, રંગરેઝ મેરે, રંગરેઝ મેરે)


આ પંક્તિમાંથી અમુક શબ્દો વિડિયો ગીતમાં નથી, પણ જે છે એ બધા શબ્દોમાં મનુ તનુ સાથેની પોતાની ભૂતકાળની સારી પળોને યાદ કરે છે, વિવિધ રંગો સાથે એની યાદો જોડીને. બાલમ અને સાજન પ્રિય પાત્ર માટે વપરાય છે. અહીં ચાર મહિનાઓનો પણ ઉલ્લેખ છે, અગહન એટલે આપણો માર્ગશીર્ષ અથવા માગશર મહિનો. એ સિવાય કાર્તિક/કારતક, ફાગણ અને શ્રાવણ મહિનાનાં રંગો વિશે લખ્યું છે. દરેક મહિનામાં મૌસમ અલગ હોય છે, આકાશ અને ધરતીનાં રંગો જુદા હોય છે. ફાગણમાં હોળીનો તહેવાર આવે છે, જે તો ખુદ રંગોનો ઉત્સવ છે. શ્રાવણનાં સરવડામાં પડતી ધારનાં રંગની ખુશી માટે તો શબ્દો જ નથી! પ્રહર એટલે ત્રણ કલાકનો સમયગાળો, આઠ પ્રહર મળીને એક દિવસ બને છે. આઠ પ્રહર રંગવાનો મતલબ છે ચોવીસ કલાક એ વ્યક્તિનાં ખ્યાલોમાં હોવું! ઈશ્કિયા શબ્દનો કોઈ ચોક્કસ મતલબ નથી, કારણ કે એવો કોઈ શબ્દ જ વાસ્ત્વમાં નથી! પણ એનો અર્થ પ્રેમથી કંઈક વધારે કરી શકાય. જો રંગની અંદર એક બુંદ 'ઈશ્કિયા' નાખવામાં આવે તો એના સાત સમુદ્ર રંગાઈ જશે એવું એને લાગે છે. સાત સમુદ્ર મળીને દુનિયા બને છે, અને એ સમયે મનુની તો દુનિયા જ તનુ છે! એટલે એ શબ્દોનો મતલબ છે કે જો તનુ મનુ પ્રત્યે થોડો પણ પ્રેમ દર્શાવે તો મનુની આખી દુનિયા રંગાઈ જાય! હદ અને સરહદનો સંદર્ભ મને ખ્યાલ નથી, પણ અન્હદ નાદ અવકાશનાં સંદર્ભમાં વપરાય છે. એટલે ત્રણ શબ્દો હદ, સરહદ, અન્હદ ભેગા મળીને પણ દુનિયાનાં સંદર્ભમાં જ કહી શકાય. બેહદ એટલે પુષ્કળ. મયકદ/મૈકદ દક્ષિણ ભારતનાં એક મંદિરનાં સંદર્ભમાં પણ હોઈ શકે, અને મૈકદાનો અર્થ શરાબખાનું પણ થાય છે. ટૂંકમાં મંદિર, મસ્જિદ અને મૈકદ/મયકદ મળીને પણ દુનિયા જ થાય, અને એકતાના સ્વરૂપે પણ લઈ શકાય.  





રંગરેઝ મેરે દો ઘર ક્યૂ રહે,

એક હી રંગ મેં દોનો ઘર રંગ દે, દોનો રંગ દે
પલ પલ રંગતે રંગતે રંગતે રંગતે
નૈહર પીહર કા આંગન રંગ
પલ પલ રંગતે રંગતે રંગતે રંગતે
મેરે આઠો પહર મનભાવન રંગ


બંને ઘરને ભેગા રંગવાનો અર્થ છે એક થઈ જવું, એકબીજામાં ઓતપ્રોત. કોઈ બે પાડોશીઓ સરખી ડિઝાઈન અને ઘરનો રંગ સરખો રાખે તો એમનાં સંબંધની એકતા પ્રતીત થાય છે. અહીં કદાચ દીકરીનાં સંદર્ભમાં છે, દીકરીના બે ઘર- લગ્ન પહેલા પિયર અને લગ્ન પછી સાસરિયું, નૈહર અને પીહર બંનેનો અર્થ દીકરીનું પિયર થાય છે, એ બંને ઘરને સરખી રીતે રંગવાનો મતલબ બંને જગ્યાએ એની સાથે સરખો વ્યવહાર થાય એ માટે. તનુ આ શબ્દોમાં મનુને ગુલાબી અને લીલો એ બે રંગોમાંથી પસંદ કરવાનું કહે છે, એ વખતે પણ મનુ ફ્લેશબેકમાં સરી પડે છે, અને પોતાની મૂર્ખામી પર હસી પડે છે એની તનુ સાથેની યાદોના વજનથી...




નીંદે રંગ દે, કરવટ ભી રંગ, 

ખ્વાબો પે પડે સલવટ ભી રંગ,
યે તુ હી હૈ, હૈરત રંગ દે,
આ દિલ મેં સમા હસરત રંગ દે,
ફિર આજા ઔર વસલટ રંગ દે
જો આ ના શકે તો ફુરકત રંગ દે
દર્દે હિજરા લિયે દિલ મેં દર્દે 
હિજરા લિયે દિલ મેં દર્દે 
મૈ જિંદા રહૂ, મૈ જિંદા રહૂ, જુરુરત રંગ દે


કરવટ એટલે પડખુ, સલવટ એટલે સળ, હૈરત એટલે આશ્ચર્ય, સમા એટલે સાંભળવું, હસરત એટલે ઇચ્છા. મનુની પોતાની ઊંઘ, ઊંઘમાં બદલાતા પડખાઓ અને દિલની સંભળાતી દરેક ઇચ્છામાં પણ તનુ છવાઈ ગઈ છે. વસલટ મને ખ્યાલ નથી. ફુરકત એટલે જુદાઈ, જો તનુ મનુની પાસે આવી ન શકે તો જુદાઈને પણ રંગવા કહે છે, કારણ કે એનું દિલ દર્દમાં તડપે છે અને એ જીવતો રહે માટે એનો પ્રેમ જરૂરી છે.





રંગરેઝ મેરે, રંગરેઝ મેરે,

તેરા ક્યા હૈ અસલી રંગ,
અબ તો યે દિખલા દે,
મેરા પિયા ભી તુ,
મેરી સેજ ભી તુ,
મેરા રંગ ભી તુ, રંગરેઝ ભી તુ,
મેરી નૈયા ભી તુ, મજધાર ભી,
તુઝમેં ડૂબુ, તુઝમેં ઉભરૂ,
તેરી હર એક બાત સર આંખો પે, 
મેરા માલિક તુ, મેરા સાહિબ તુ,
મેરી જાન, મેરી જાન, તેરે હાથો મેં,
મેરા કાતિલ તુ, મેરા મુનસિફ તુ,
તેરે બિના કુછ સુઝે ના,
તેરે બિના કુછ સુઝે ના,


દુકાનમાંથી બહાર નીકળ્યા પછી તનુ આગળ ચાલતી જાય છે અને મનુ એને તાકીને ઊભો રહે છે કારણ કે એ ઓળખી શકતો નથી કે તનુને એની માટે કોઈ લાગણી છે પણ કે નહીં. બંને જે જગ્યાઓએ ઊભા છે એમાં સિનેમટોગ્રાફી એ રીતે છે કે એમનાં ચહેરાનો અડધો જ ભાગ સ્પષ્ટ દેખાય છે, એમનાં મનની અંદર શું ચાલે છે એ આપણે સંપૂર્ણ રીતે નથી જાણી શકતાં એ જ રીતે! પિયા એટલે પ્રેમી, સેજ એટલે પથારી થાય છે, પ્રેમ મોટેભાગે દર્દ આપે છે, પથારી સૂકુન આપે છે, આખા દિવસનાં થાક પછી માણસ પથારીમાં નીંદ માણે છે, આ પણ એક કટાક્ષ છે, એ જ રીતે નૈયા એટલે કે હોડીની સાથે તનુને સરખાવી છે, મઝધાર એટલે નદી કે સમુદ્રની મધદરિયે, એની અંદર ડૂબવું, અને કિનારે પહોંચવું, પ્રેમ હમેંશા આ રીતે છે. ગમતી વ્યક્તિની અમુક આદતો ગમે છે, અમુક નથી ગમતી, એની સાથે આને સરખાવી શકાય. મુનસિફ એટલે ન્યાય.  



મેરી રાહ ભી તુ, મેરા રહબર તુ,

મેરા સરવર તુ, મેરા અકબર તુ,
મેરા મસરિક તુ, મેરા મગરિબ તુ,
ઝાહિદ ભી મેરા, મુર્શિદ ભી તુ,
અબ તેરે બિના મૈ જાઉ કહા,
જાઉ કહા,
તેરે બિના અબ જાઉ કહા,
તેરે બિના અબ મૈ જાઉ કહા,...

તેરે બિના તેરે બિના તેરે બિના (પુનરાવર્તન)


આ બધામાંથી અમુક શબ્દો પર્શિયન છે, અમુક બીજી ભાષા છે, એમાંથી ઝાહિદ એટલે સંસ્કૃતિ અને મુર્શિદ એટલે સલાહકાર, સરવરનો અર્થ નેતા થાય છે પર્શિયનમાં, એનો અહીં શું મતલબ છે એ ખ્યાલ નથી, અકબરને ભગવાનની જેમ પૂજવામાં આવતો હતો, મશરિક ઈજિપ્તનો એક ધર્મ છે, જેનો વિકિપીડિયા પર અર્થ સૂર્યોદય થતો હોય એ જગ્યા પણ છે! મગરિબ દિવસમાં પાંચ વખત પઢવામાં આવતી નમાઝમાંથી ચોથી નમાઝ છે, જે સૂર્યાસ્તનાં તરત પછી પઢવામાં આવે છે, તો મશરિક અને મગરિબ એટલે ફરી સમય સાથે જ સંદર્ભ થયો કે સવારથી સાંજ સુધી. હું જેમ જેમ આ શબ્દો જાણું છું ગૂગલ પરથી, એટલું જ ગીત વધારે પસંદ પડતું જાય છે!!  આ શબ્દો વખતે જે સ્થિતિ છે વિડિયોમાં એનાં ઘણા અર્થ નીકળી શકે છે, પણ સાચો અર્થ કયો છે એ ખબર નથી. તનુ અને મનુ બંને એ ગલીમાંથી બહાર નીકળી રહ્યા છે અને આપણે ફક્ત તનુની સ્થિતિ જોઈ શકીએ છીએ, એને અચાનક એમ થાય છે કે અંધારુ ઘેરાઈ ગયું છે અને ખૂબ પવન સાથે વરસાદ શરૂ થયો છે, ગાઢ અંધકારની સાથે વરસાદ ભયનું રૂપક છે. એ કદાચ પોતાનું ભવિષ્ય જોતી હોઈ શકે કે એની જિંદગી રાજા સાથેના લગ્ન પછી કેવી થઈ શકે. એ ત્યાં જ ઊભી છે અને મનુ આગળ ચાલે છે, બીજી શક્યતા એ છે કે એ કદાચ પોતાની જાતને મનુની જગ્યાએ જુએ છે કે પ્રેમમાં મનુને કેટલું દર્દ થતું હશે. કારણ કે એ પછીની વાતચીતમાં એ મનુને જે સવાલ પૂછે છે એનો મતલબ પણ એ જ નીકળે કે એ મનુની સ્થિતિ જાણવા માંગે છે.





આ પછી તનુ અને મનુની વાત થાય છે, મનુનો એ ડાયલોગ ખૂબ ઈમોશનલ છે મારી માટે. એ પછી રાજા આવે છે અને તનુને એની સાથે જવું પડે છે અને આપણે ફરીથી ગીતની મુખ્ય લાઈન્સ સાંભળીએ છીએ, પણ આ વખતે વડાલી બ્રધર્સના અવાજમાં અને એ સાથે આપણે જોઈએ છીએ તનુના ચહેરા પરની મૂંઝવણ અને મનુ અંગે નિર્ણય લેવાની અસમંજસ. એક એવો નિર્ણય જેની સાથે એની જિંદગી બદલાઈ શકે.


એ રંગરેઝ મેરે 

એ રંગરેઝ મેરે 
યે બાત બતા રંગરેઝ મેરે
યે કૌન સે પાની મેં
તુને કૌન સા રંગ ઘોલા હૈ,
યે કૌન સે પાની મેં
તુને કૌન સા રંગ ઘોલા હૈ, 
કે દિલ બન ગયા સૌદાઈ, 
મેરા બસંતી ચોલા હૈ,
મેરા બસંતી ચોલા હૈ


ટ્રાફિક વાળો રસ્તો અને વાતચીતમાં ખોવાઈ ગયાં બાદ
રસ્તામાં ટ્રાફિક ક્લિયર થયો એનો તનુ અને મનુને ખ્યાલ પણ નથી,
છેલ્લે તનુના ચહેરાની અસમંજસ



આ ગીત પ્રેમનાં પાગલપન અને દર્દને વ્યક્ત કરે છે, તેમ છતાં ગીતનાં ઘણા શબ્દો બેહદ ખુશી આપે છે. મને હજુ પણ ઘણા ઘણા શબ્દો ખ્યાલ નથી, તેમ છતાં આ ગીત એક એડિક્શન છે, જેમને પણ આ ગીત ખૂબ ગમતું હશે એમને ખ્યાલ હશે કે આ ગીત એમની સાથે જોડાયેલી આદત બની ગઈ છે! ઓરિજિનલ વેબસાઈટ પર ગીતનાં શબ્દોનું અંગેજી ભાષાંતર પણ છે... અમુક શબ્દો માટે મેં એ લીંક અને ગૂગલની મદદ લીધી છે, લીંક અહીંયા...  
Rangrez Lyrics English Translation

No comments:

Post a Comment