Monday, 5 December 2016

મિર્ઝ્યા (૨૦૧૬) વિશે થોડી વાતો



ફિલ્મ આવવાની હતી એની પહેલાંથી ટીઝર અને ટ્રેઈલર વડે ઘણાં લોકો આકર્ષાયેલાં અને હું પણ એમાંનો એક,... પહેલા જ દિવસે નાઈટ શોમાં હું ગયો, મારી બાજુમાં બેઠેલા બે છોકરા આખી ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મહેરાની બીજી ફિલ્મો સાથે સરખાવ્યે જ જતાં હતાં, અને કદાચ એ લોકો સાચા પણ હતાં, સ્ટોરીટેલિંગની મેથડ 'રંગ દે બસંતી' જેવી હતી, ઘડીક ભૂતકાળ, ઘડીક વર્તમાન, પણ, આખી ફિલ્મનો સૌથી માઈનસ પોઈન્ટ હતો, આટલી ઈન્ટેસ ફિલ્મમાં ફીલ જ નહોતું થતું ઘણાં બધાં ભારે સીનમાં, સસ્પેન્સ જેવું તો કોઈ એલિમેન્ટ નહીં કારણ મોટે ભાગે બધું પ્રીડિક્ટેબલ હતું. 



ફિલ્મમાં પોઝિટિવ પોઈન્ટસ પણ છે, પણ પહેલાં હું નેગેટિવ એલિમેન્ટસ લખું છું, કારણ કે એ વધારે છે. ફિલ્મનું બહું જ સરસ મ્યુઝિક છે, છ અલગ અલગ ગીત મિર્ઝા પર હોવા છતાં લોકોને એક જ ગીત વધારે વખત રીપિટ થતું હોય એવું લાગતું હતું,... 'રંગ દે બસંતી'માં જેટલું સરસ રીતે બંને વાર્તાઓ જોડાઈ ગયેલી, એ અહીં થતું જ નહોતું. અને સરવાળે નિરાશા...  






હવે પ્લસ પોઈન્ટસ ફિલ્મની સિનેમોટોગ્રાફી, ગજબ, અફલાતૂન, સિનેમોટોગ્રાફર પવેલ ડીલસ પોલેન્ડનાં છે અને એમણે હિમાલયને એટલો ખૂબસુરત કેપ્ચર કર્યો છે કે મજા પડી જાય છે,... જોધપુરનો એરિયલ વ્યૂ, મહેલોની ઉપરથી ફરતો કેમેરા, રાજસ્થાનની સંસ્કૃતિ, રણની સુંદરતા, બધું જ સરસ છે. 



હર્ષવર્ધન કપૂરનો ચહેરો, મિર્ઝા તરીકે એની આંખો, એક પણ શબ્દ વગરની એની અમુક વાતો, એ બધું જ સરસ, મુનીશ/આદિલ તરીકે એના ચહેરા પરનો મેક-અપ. સૈયામી ખેરની પણ નિર્દોષતા ઉડીને આંખે વળગે છે, અને સાહિબાન અને સુચિત્રા બંને પાત્રોમાં એ એક જ એક્ટ્રેસ છે એના માટે એક-બે મિનિટ વિચારવું પડે, બંને એકદમ અલગ પાત્રો તેમ છતાં બંનેને અનુભવવાં એ મોટી વાત. પણ, અંજલિ પાટીલની ઝીનત તરીકેની એક્ટિંગ મારી પર્સનલ ફેવરિટ આ ફિલ્મ માટે. 



મહાન પ્રેમકથાઓ મોટેભાગે સુખદ અંતમાં પરિણમતી નથી, પછી રોમિયો-જુલિયેટ હોય, શિરી-ફરહાદ, હીર-રાંઝા કે આ મિર્ઝા-સાહિબાન. આ બધી પ્રેમકથાઓને આ દુનિયા, સમાજ બધાંએ પૂરી નથી થવા દીધી. અને નેગેટિવ લાગણી ઘેરી વળે છે આ બધી વાર્તાઓને અંતે... પણ, પ્રેમ માટે દરેક પળ મૂલ્યવાન છે, જે રીતે જિંદગીની દરેક પળ છે મૂલ્યવાન. મને મહાન વસ્તુઓ નથી ગમતી, એટલે જ મને સરવાળે ખાસ નહોતી ગમી આ ફિલ્મ. તેમ છતાં પણ ફરી ક્યારેક જોઈશ કારણ કે ફિલ્મમાં ઘણી વાતો સમજવાની હતી, જે મને તો નહોતી જ સમજાઈ એ વખતે. કદાચ બીજી વાર જોતી વખતે બીજા વિચારો રજૂ થઈ શકે. જો તમને કાવ્યો ગમતાં હોય, મહાન પ્રેમીઓ ગમતાં હોય, પેઈન્ટિંગ્સ ગમતાં હોય તો ફિલ્મ જરૂર જોવી.  






No comments:

Post a Comment