Tuesday, 6 December 2016

આરતી વ્યાસ પટેલ

મારી માટે તો સૌથી પહેલાં તેઓ એક એક્ટ્રેસ છે; (પરંતુ એમણે કરિઅર શરૂ કરેલી પ્રોડક્શનમાં) પછી બીજુ ઘણું બધું... એ બીજા ઘણાં બધામાં લેખક, વાર્તાકાર, રેડિયો જોકી, પ્રોડ્યુસર. (બીજુ કંઈક તો રહી જ જતું હશે!) (કોફી લવર, સોશિઅલ વર્કર) 

મોટાભાગનાં લોકો એમને હજુ પણ 'સુહાસિની' તરીકે જ ઓળખે છે, બિપીન બાપોદરા દ્વારા દિગ્દર્શિત એ સીરિયલ જ્યારે આવતી હતી, ત્યારે હું તો પ્રાઈમરી અને હાઈસ્કૂલમાં હતો. મેં આખી સીરિયલ જોઈ નથી પણ ક્યારેક સ્કૂલમાં રજા કે કંઈ હોય તો મમ્મીની સાથે જોયેલાં અમુક એપિસોડ્સ યાદ છે. પણ, બપોરે ૪ વાગે એટલે લોકોને મોઢે આવી જ જાય, "એય,  ટી.વી. કર ને, 'સુહાસિની' આવશે!"  જ્યારે સ્કૂલમાં રજા હોય ને કોઈ બીજો પ્રોગ્રામ ટેલિકાસ્ટ થાય દૂરદર્શન દિલ્હીથી, તો મને ગુસ્સો આવતો! અને મને થતું મારા નસીબમાં આ સીરિયલ જોવાનું કેમ નહીં! એનું ગીત કેટલું સરસ હતું, 'મારે વાદળની ચૂંદડી ઓઢીને, રૂડા તારલિયા ચોડીને, ...' '...સંતાકૂકડી રમતાં રમતાં એકલું રે લાગે, કોઈ ચાંદાને કહેજો આખી રાત રે જાગે!' મને લિરિક્સ યાદ નથી અને ગીત પણ નથી મળતું ક્યાંય! કેટલું સરસ હતું એ બધું, જાણે જુદી દુનિયા જ લાગે, 'નોસ્ટેલ્જિયા' (જૂના વીતેલા સમયની ઝંખના) બહુ જ સરસ લાગણી છે!!

વર્ષા અડાલજાની નોવેલ 'મારે પણ એક ઘર હોય' પર બનેલી ફિલ્મ 'મોતીના ચોક રે સપનામાં દીઠા'માં એમનો અભિનય જોરદાર છે! એ ફિલ્મ પણ મેં બચપણમાં જોયેલી, પછી જ્યારે મેં એ નોવેલ વાંચી ત્યારે ફિલ્મનાં એમનાં સીન મારી આંખ સામે વિઝ્યુલાઈઝ થતાં હતાં! એમણે એ પછી ઘણી ફિલ્મો અને ધારાવાહિકમાં અભિનય કર્યો છે. એમાથી એક ફેમસ ફિલ્મ 'બે યાર' પણ છે. 

મને ગમે છે કે એમના શોનું નામ 'ઝિંદગી એક્સપ્રેસ' છે, મને એમ કે ગુજરાતીમાં 'જિંદગી' જ લખવું પડે, મારે હમેંશાથી 'ઝિંદગી' લખવું હતું! એમની લખેલી વાર્તાઓનો આ શો માય એફ એમ પર લગભગ ૨૦૧૨માં શરૂ થયો, મને હમેંશાથી લખવું ગમે, રેડિયો પર ક્યારેક ક્યારેક એમની વાર્તાઓ સાંભળતો અને મને ખૂબ ગમતી, એમનો અવાજ, એમની સ્ટોરીટેલિંગ માટેની સરળ રીત, અને પછી શો ને એક વર્ષ પૂરું થતું હતું, અને એમણે ફેસબુક પર પોસ્ટ મૂકેલી કે ચલો, મળીએ, અને ભેગા થઈને એક વર્ષ ઉજવીએ, જેમને રસ હોય એ મેસેજ કરી શકે, મેં કર્યો, અને પછી ફોન આવ્યો મારી પર એક-બે દિવસ પછી, અને એમનો અવાજ સાંભળીને મને વિશ્વાસ નહોતો થતો! એ ફંક્શનમાં ગયો અને મેં એમને પૂછેલું, મારા લખાણ વિશે, મને મારો પ્રશ્ન કે એમનો જવાબ બંનેમાંથી કંઈ પણ હાલ એક્ઝટેલી યાદ નથી, પણ એમણે એવું કંઈક કહેલુ કે લખતાં રહેવાનું, લખવાનું છોડવાનું નહીં, એક દિવસ સાર્થક થશે, અને એ વસ્તુએ, એમની સાથેની એક નાનકડી વાતે મને ઘણો ઈન્સ્પાયર કરેલો! (સપ્ટેમ્બર ૨૦૧૩) 


મારો એમની સાથેનો એ દિવસનો ફોટો

હું ઘણી વાર એક વાર્તા માટે જાત સાથે સંઘર્ષ કરતો હોઉ છું અને લગભગ તેઓ રોજ એક વાર્તા લખે છે,... સેલ્યૂટ! આજે લગભગ ૮૦૦થી વધારે વાર્તાઓ થઈ છે એમની, એની પર એક પુસ્તક પ્રકાશિત થયું છે, બીજા પર કામ ચાલે છે... એમણે રવિન્દર સિંઘ અને ચેતન ભગતની નોવેલ્સનું ગુજરાતીમાં પણ ભાષાતંર કર્યુ છે. એમની પ્રકાશિત થયેલી બુક 'ઝિંદગી એક્સપ્રેસ'


એમનાં રેડિયો શો ઝિંદગી એક્સપ્રેસ પરની વાર્તાઓ યૂટ્યુબ પર એમણે મૂકેલ છે, અહીં ક્લિક કરો:
Zindagi Express


રવિન્દર સિંઘની સાથે આરતી પટેલ

પતિ સંદીપ પટેલ સાથેઆનંદીબેન પટેલ સાથે

કાજલ ઓઝા વૈદ્ય સાથે

આ શોર્ટ ફિલ્મ ક્યારે આવશે?! સામાજિક કાર્યકર તરીકે

મારે આવી લાઈબ્રેરી જોઈએ છે!!!!


એમની આશિષ કક્કડ દ્રારા દિગ્દર્શિત ફિલ્મ 'મિશન મમ્મી'
૯ ડિસેમ્બર ૨૦૧૬નાં રોજ રજૂ થાય છે આપની નજીકનાં સિનેમાઘરોમાં...

                                    એમને 'બિગ બોસ' ગમે છે, અને મને પણ! એમની 'બિગ બોસ' પરની ટ્વિટ્સ વાંચવી પણ! એમને બુક્સ વાંચવી ખૂબ ખૂબ ગમે છે. (મને પણ!) તમે એમનો અવાજ દિવ્ય ભાસ્કરની વેબસાઈટનાં ન્યૂઝ પર પણ સાંભળી શકશો... એમની ફિલ્મ 'મિશન મમ્મી' ૯ ડિસેમ્બરે રજૂ થઈ રહી છે ત્યારે ખૂબ ખૂબ ગુડ લક! 


P.S. : આ પોસ્ટ લખવાનું ચાલુ કરી ત્યારે હતું કે એમની માટે ઘણું લખી શકાશે, પણ અધૂરી માહિતીને કારણે મારાથી બહું લખાયું નથી. એમનો એક સરસ ઈન્ટરવ્યૂ વાંચવો હોય તો આ રહ્યો, ફોટોની નીચેની લીંક પર ક્લિક કરો: 

On her Zindagi Express : a heart to heart talk with Aarti Patel By Anurita Rathore (Heart to Heart Talks - Creative Yatra)

Her official profiles and Photo credits for this post: 
Aarti (Facebook)  
            & 
Aarti (Instagram)

No comments:

Post a Comment