Thursday, 24 November 2016

વિકી ક્રિસ્ટિના બાર્સેલોના (૨૦૦૮)


વેલ, ટાઈટલ છે એવી જ ફિલ્મ છે, વિકી અને ક્રિસ્ટિના નામની બે અમેરિકન ફ્રેન્ડસ વેકેશનમાં જાય છે સ્પેનનાં સીટી બાર્સેલોનામાં અને તેમનું આખું વેકેશન એટલે આ ફિલ્મ. વોટ અ બ્યુટી થીસ ફિલ્મ ઈઝ! ફિલ્મમાં કેટલાય કેરેક્ટર્સ છે પણ એમાં એક મુખ્ય કેરેક્ટર સ્પેન સીટી પોતે પણ છે, ડિરેક્ટર વુડી એલન અને એમની સ્ટાઈલ, એ સિમ્પલ રીતે સરસ વસ્તુઓ કહી દે છે, સમજાવી દે છે, સ્ક્રીન પર બતાવી શકે છે, અને પાછું એ બધુ એકદમ સુંદરતાથી...

વિકીના પાત્રમાં રેબેકા હોલ


વિકી એંગેજ્ડ છે એના બોયફ્રેન્ડ સાથે, ક્રિસ્ટિનાનું રિસેન્ટલી બ્રેક અપ થયું છે, અહીં હું એવી કોઈ વાત નથી કહેવાનો જે ફિલ્મની મજા બગાડે, આ બધુ ફિલ્મની શરૂઆતમાં જ આવી જશે. વિકી અને ક્રિસ્ટિના બંને મળે છે પેઈન્ટર વાન એન્તોનિયોને અને તેની સાથે ટ્રીપ પર જાય છે નજીકની જગ્યા ઓવિયેડો. એન્ડ બોસ વોટ અ સિનેમોટોગ્રાફી!  

ક્રિસ્ટિના તરીકે સ્કારલેટ જોહનસન અને વાન એન્તોનિયો તરીકે જેવિયેર બાર્ડેમબાર્સેલોના શહેરની ખૂબસુરતી જોવી હોય તો ફિલ્મ જોવી જ રહી, ત્રણેય કેરેક્ટર્સ ફરે છે સીટી, જાણે છે એકબીજા વિશે... વિકી અને વાન એક રાત્રે ગિટાર મ્યુઝિક સાંભળવા માટે જાય છે, ઈટ્સ અ વેરી બ્યૂટિફુલ સીન, ગિટાર સાંભળતા લોકો, સીટીની રાતની સુંદરતા, અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક! 

કોઈ એવું મળી જાય અને તમને થાય કે આ એ જ છે જેને આટલા સમયથી દિલ શોધતું હતું, એને મળીને થાય છે કે હવે જિંદગીમાં કંઈક બદલાવ આવ્યો છે; જેવો જોઈતો હતો એવો બદલાવ, તો દિલ બાગ બાગ થઈ જાય છે! પ્રેમ શાશ્વત તો છે નહીં, જેની સાથે પ્રેમ છે એ વ્યક્તિની સાથે રહેવાથી ખ્યાલ આવે છે કે જેટલો સારો સમય સાથે રહેવા માટે મળ્યો છે એ જીવી લેવાનો છે ભરપૂર. આવતીકાલ? એ કોણે જોઈ છે! 
શું છે પ્રેમ? એ વ્યક્તિની સાથે કાયમ જ રહેવું ગમે એ? એને કોઈ બીજા વ્યક્તિની સાથે જોઈને થતી ઈર્ષા? એની સંભાળ રાખવી? ગમતા વ્યક્તિને મળવા જતી વખતે કેટલીય જોડ કપડાં બદલ્યા પછી પણ વારંવાર અરીસામાં જોતી આંખો? પાર્ટનરનો ગુસ્સો સહન કરવો? કે પછી ખબર હોય કે એ માણસ મારે માટે નથી તો પણ વારંવાર એ જ રસ્તે જતું દિલ? વેલ, જવાબ હું આપવાનો નથી,... દરેકની વ્યાખ્યા અલગ જ હોવાની. 


પેનેલોપ ક્રુઝનું પાત્ર મારિયા એલેનાબધું ઠીકઠાક ચાલતું હોય છે ત્યારે નવા કેરેક્ટરની એન્ટ્રી થાય છે- મારિયા એલેના. એનો ગુસ્સો, એનો પ્રેમ, લાગણી, કલા વિશેની સમજ, એ બધું એટલું સ્ટ્રોંગ પોટ્રે થયું છે કે પેનેલોપ ક્રુઝને એની માટે બેસ્ટ સપોર્ટિંગનો ઓસ્કાર એવોર્ડ મળેલો! એના આવવાથી બધાની જિંદગીમાં નાના ફેરફારો આવી જાય છે, જે દરેક માટે અલગ છે! 
કેટલો પ્રેમ કરી શકો છો કોઈને? એની માત્રા નક્કી કરી શકાય છે? અને જુદા પડી જવાથી પ્રેમ પૂરો થઈ જાય છે? ફરી મળવાથી પ્રેમ સજીવન થઈ જાય છે? બની શકે કે સાથે રહેતી વખતે ઝઘડતાં જ રહેવામાં ટાઈમ જાય અને પછી એહસાસ થાય કે એ વ્યક્તિ તો મને જોઈતી હતી, એની સાથે રહેવું મને ગમતું હતું, અને ક્યારેક સંબંધમાં એક નાના બ્રેક પછીની જિંદગી વધારે સારી લાગવા માંડે છે. જિંદગી, વેકેશન અને પ્રેમ બધું એકસરખું જ છે, હાલ જે છે એ છે, કાલ ક્યાં છે એ કોને ખબર! પ્રેમ એક ઠંડી હવાની લહેરખી છે જે પસાર થઈ જાય એ પહેલાં એનો અનુભવ કરી લેવાનો છે, પસાર થયાં પછી અફસોસ કરવાનો નથી. વેકેશન અને જિંદગી મજા કરી લેવા માટે છે, વેકેશન પૂરું થાય પછી રોજિંદી એ જ એકધારી જિંદગી ચાલવાની છે જેવી પહેલાં હતી... 


સીન સમજાવતી વખતે ડિરેક્ટર વુડી એલનની સાથે
જેવિયર બાર્ડેમ, પેનેલોપ ક્રુઝ અને સ્કારલેટ જોહનસનNo comments:

Post a Comment