Sunday, 14 February 2021

કંઇક આપ

હું જ સતત આપ્યા કરું?
ક્યારેક તુ પણ કંઇક આપ!
સફેદ કાગળ માટે કોઇ રંગ આપ!
વાતાવરણમાં સુવાસ પ્રસરે, ગુલાબ તો આપ!
હું તો સતત ઝંખ્યા કરું,
એક હૂંફાળી સ​વાર,
એક ઢળતી બપોર કે નમતી સાંજ,
ક્યારેક તો તુ કંઇક આપ...

No comments:

Post a Comment