Saturday 19 November 2016

યે મુલાકાત ઈક બહાના હૈ


ફિલ્મ - ખાનદાન (૧૯૭૯)
ગીતકાર - નક્ષ લયલપુરી
સંગીત - ખય્યામ

ગાયિકા: લતા મંગેશકર




જ્યારે પણ આ ગીત સાંભળુ છું એની ખાસ્સી વાર પછી પણ લતા મંગેશકરનો અવાજ ગૂંજતો રહે છે, દિલ અને દિમાગ બંનેમાં, ફિલ્મ મેં જોઈ નથી, સિચ્યુએશનની મને ખબર નથી, પણ કહેવાયું છે કે આ મુલાકાત તો એક બહાનું છે માત્ર, પ્રેમ તો આપણી વચ્ચે પહેલેથી જ છે, પ્રેમિકા એના પ્રેમીની બાહોમાં છે અને એને લાગે છે કે આખી દુનિયા એના કદમો તળે આવી ગઈ છે! શું રોમેન્ટિક વિચાર છે! ખય્યામનું કર્ણપ્રિય સંગીત અને નક્ષ લયલપુરીના શબ્દો; ધીમે ધીમે ચડતો જામ જાણે! 

આ ગીત સાથે એક યાદ પણ જોડાયેલી છે, કોલેજ પૂરી થઈ ગઈ હતી અને મારી એક ફ્રેન્ડ ફોરેન જવાની હતી; ફર્ધર સ્ટડીઝ માટે. એટલે મારી એ ફ્રેન્ડ અને મારો બેસ્ટ ફ્રેન્ડ બંને મને મળવા આવેલા, એ બંનેને એકબીજા પર લગભગ કોલેજનાં પહેલા વર્ષથી ક્રશ હતો; પણ એ લોકોનું આગળ ક્યારેય કઈ થઈ શક્યું નહોતું, પણ એનો અફસોસ નહોતો બંનેને. બંને અત્યારે એમના સંબંધથી ખુશ હતા. છોકરો લોંગ ટાઈમથી બીજી છોકરી સાથે કમિટમેન્ટમાં હતો, અને આ છોકરીને પણ બોયફ્રેન્ડ હતો. અમે લોકો વાતો કરતા હતા; ખૂબ જ હસી-મજાક, યાદો, જિંદગી વિશે, ખાસ્સી વાતો પછી એમને થોડી વાર માટે પર્સનલ સ્પેસ જોઈતી હતી અને હું થોડેક દૂર બેઠો અને યાદ આવ્યુ કે એ સવારે જ આ ગીત હું મારા પ્લેલિસ્ટમાંથી સાંભળતો હતો. ફરીવાર આ ગીત લગાવ્યું કાનમાં ઈયરફોન ખોસીને, અને સામેની સિચ્યુએશન ગીત સાથે ટોટલી જામતી હતી; ટોટલી ટોટલી. હાલ પણ જ્યારે આ ગીત સાંભળું ત્યારે એ બપોર જરૂર યાદ આવે છે અને આ ગીત સાંભળવાથી કે એ જગ્યા જ્યાં અમે મળ્યા હતા, એ રસ્તો; ત્યાંથી પસાર થવાય તો પણ એ બપોર યાદ આવે છે! છોકરી એકાદ વર્ષ પહેલા એના બોયફ્રેન્ડ સાથે પરણી ગઈ છે અને છોકરાની પણ એની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ થઈ ગઈ છે! બંને હાલ ભારતમાં નથી, પણ જ્યારે આ ગીત સાંભળુ છું ત્યારે અમારી એ મુલાકાત મારી નજર સામે આવે છે એન્ડ આઈ મિસ ધેમ!


9 comments:

  1. I can't say anything about this sanju... because i am speechless...
    Tara words and tari description method per dil awi gyu bus...

    ReplyDelete
  2. Jaydeep ... for the first time I am calling you Jaydeep instead of JD I don't know why.... but super awesome description..

    ReplyDelete
    Replies
    1. So can i ask...why this change? JD nu Jaydeep?

      Delete
    2. Don't know... may be I have moved on from JD .. but still very happy for you and with my life....😊

      Delete
    3. Ohh Balike...JD , Jaydeep k Jerry badha mara j avtar che... ek per thi move on thai bija per awso nothing else..
      .
      .
      Regards,
      Shree Krishna( aka kanaiya)

      Delete
  3. Yamini! I'm really glad that he made you read this post. And really happy that you liked it. Thanks a lot for the compliment.

    ReplyDelete
    Replies
    1. You are very welcome Sanjay... you are such a great friend and person...

      Delete