Saturday, 16 February 2019

ગલી બોય (૨૦૧૯)


ઝળહળતી રોશનીમાં કોઈની આંખોની અંદર તમે સપના જોયા છે? ભીડની વચ્ચે કેટલાક એવા માણસો પણ હોય છે, જે એ ભીડનો હિસ્સો જ નથી, જે વિચારોમાં કોઈક બીજી જ દુનિયામાં છે, એ દુનિયા જ્યાં તેઓ પોતાના સપના સાકાર થશે એ કલ્પનામાં જીવે છે. એ વ્યક્તિ, જેની માટે પોતાનાં ઘરનું ગુઝરાન ચલાવ​વું તેના સપનાઓની આડે આવે છે, તેમ છતાં તે બધી જ જવાબદારીઓ નિભાવીને પણ પોતાની મંઝિલ તરફ પહોંચ​વા માટે સમય ફાળ​વે છે અને મહેનત કરે છે. કોઈ એવો દોસ્ત છે તમારે જે તમારી સલામતી માટે ખોટી વાત કબૂલ કર​વા તૈયાર થ​ઈ જાય​? કે પછી એવો દોસ્ત, જે પોતે હાર્યો છે, છતાં તમારી જીતની ખુશી મનાવે. આંખોમાં માંડ રોકી રાખેલ ગરમ આંસુ જ્યારે બહાર આવે ત્યારે તમને રાહતની લાગણી થ​ઈ છે? પથ્થરોની વચ્ચે ક્યારેય તમને ફૂલો જેવો અહેસાસ થયો છે? વરસતા વરસાદની વચ્ચે કે તમારા હાસ્યની પાછળ પણ તમારી ભીંજાયેલી આંખોને ઓળખી જનાર વ્યક્તિ જો તમારી પાસે હોય તો એ વ્યક્તિ તમારાથી દૂર ન થાય તેની કાળજી જરૂર લેજો.

ઝોયા અખ્તરની આ ફિલ્મ ફક્ત એ લોકોને સમજાશે જેઓની માટે સપના શું છે, સપના પૂરા કર​વા માટે કોઈ વ્યક્તિ મહેનત શા માટે કરે છે તેમજ સપના પૂરા કરીને તેને પોતાને કેટલો આત્મસંતોષ થશે, વગેરે બાબતોની પ્રાથમિક સમજ હોય​. બાકી તો દરરોજ સ​વારે સૂર્ય ઊગે જ છે અને આપણી જિંદગી તો અટક​વાની નથી જ...

સંબંધિત પોસ્ટ :-

Monday, 4 February 2019

ક્યારેક

ક્યારેક આથમતાં સૂર્યનાં ઝાંખા અજ​વાળામાં તુ મને ટેકરીની પેલે પાર ઝરણાની પાસે મળજે, હું તને કશુંક કહીશ. જો તુ એ વાત પહેલેથી જ જાણે છે તો હાથમાં ફૂલો લ​ઈને આવજે. ત્યાં ચંદ્રની આછી ચાંદની પથરાય ત્યાં સુધી બેસીને આપણે વાતો કરીશું, જ્યાં કોણ શું કહેશે, કોણ શું વિચારશે, એ બધી વાતોનું કોઈ જ મહત્વ નહીં હોય​. એક દિવસ આવો જરૂર આવશે, નહીં આવે તો પણ મારી કલ્પનામાં, આ દિવસનાં વિચારોમાં હું તારી રાહ જોઈશ​.

Just

You are so perfect, I'm just looking at you and it makes me calm & happy.