Saturday 12 August 2017

હેપી બર્થડે બ્લૉગ - એક વર્ષ પૂર્ણ (૨૦૧૭)



આશરે એકાદ વર્ષ પૂર્વે બ્લૉગની શરૂઆત કરી અને અમુક દિવસો શીખ્યો કે બ્લૉગ કઈ રીતે મૂકી શકીશ અને થોડીક સુવિધાઓ બ્લૉગ વિશે... આજના દિવસે એક વર્ષ પૂર્વે પ્રથમ પોસ્ટ મૂકી હતી - મિડનાઈટ ઈન પેરિસ (૨૦૧૧)

શરૂઆતમાં થોડીક પોસ્ટ્સ અંગ્રેજીમાં લખી હતી, એ બધી પોસ્ટ્સ પછી ગુજરાતીમાં ભાષાતંરિત કરીને મૂકેલી છે. મેં લખવાનું શરૂ કર્યુ ત્યારે ખ્યાલ નહોતો ક્યાં સુધી પહોંચી શકીશ, કારણ કે મને એમ કે ફિલ્મો વિશેની આટલી નાની વસ્તુઓ વિશે લખેલી વાતો કોણ વાંચશે? મેં સંબંધો પર કેટલીક પોસ્ટ્સ લખી, ફિલ્મો, ગીતો, યાદો વિશે લખ્યું, ફેસબુક પર શેર કર્યુ, કેટલાક લોકોને ખૂબ પસંદ આવ્યું, લોકોએ ઉત્સાહ વધાર્યો, સહકાર આપ્યો અને આજે આ બ્લૉગ તમારા બધાના સહકારથી આટલે પહોંચ્યો છે. એક વર્ષ, આશરે ૧૭૦ પોસ્ટ્સ, ૭૦થી વધુ કૉમેન્ટ્સ, લોકો દ્વારા આશરે પંદર હજારથી વધુ વખત બ્લૉગ સર્ફ કરવામાં આવ્યો છે! મને ખબર નથી હું ક્યાં સુધી લખીશ, પણ જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી તો લખીશ જ! અત્યાર સુધી મોટેભાગે સારી કૉમેન્ટ્સ મળી છે, હું ઇચ્છા રાખું છું કે જો કોઈ વસ્તુ ન ગમે તો એ પણ કહો. ઘણી પોસ્ટ્સ હજુ પણ ડ્રાફ્ટમાં જ પડી છે, અમુક ખૂબ લાંબી પોસ્ટ્સ ખબર નહીં ક્યારે પૂરી કરી શકીશ! મારે બ્લૉગ સિવાય પણ હવે લખવું છે, તો એ માટે પણ હવે હું સમય આપીશ. હમણાંથી ઘણી લાંબી પોસ્ટ્સ અને નવા વિષયો પણ વિચાર્યા છે, સમય આવશે અને એ પોસ્ટ્સ પૂરી થશે એટલે જરૂર મૂકીશ. આશા રાખીશ કે તમે આટલો જ પ્રેમ આપશો, તો હું બ્લૉગ લખવાનું છોડીશ નહીં. 

કેટલાક ખાસ વાચકોનો ખૂબ ખૂબ આભાર - ઋતુરાજ, શ્રુતિ, પંકજ, સેજલ ... આભાર શેતલ, દર્શન, અખિલ, કુંતલ, જયદીપ, ભૂમિ, હેની, વૈષ્ણવી, અનિલા, સંકિત, અમન, અભિસેક, રોબિન, ધ્રુપદ, ધર્મેશ, પ્રકાશ, મયંક, મિહિર, અજય, કુશાન, ભૃગુ, ચિરાગ, અંકિત, ધવલ, રજનીકાંત, જતીન, હીર, શિવાંગ, હિમાંશુ, ગૌરવ, જય, જિગર, કમલેશ, પાર્થ, સ્મિત, રાહુલ, પ્રણવ, વિશાલ, સતીષ... ખૂબ ખૂબ આભાર મૃગેશ... કોઈનું નામ લખવાનું રહી ગયું હોય તો માફી!! આ બ્લૉગ દ્વારા હું ઘણા લોકોનાં ફરી સંપર્કમાં આવ્યો છું અને અમુક નવા મિત્રો પણ મળ્યા છે, તો બ્લૉગનો પણ ખૂબ આભાર! કેટલીક મળેલી સૌથી સારી કૉમેન્ટ્સ અને બ્લૉગનાં આઉટલેટ્સ સાથે આ પોસ્ટ પૂરી કરી રહ્યો છું. આશા રાખીશ થોડા સમયમાં ફરી મળીશું, ત્યાં સુધી ખુશ રહો, વાંચતા રહો, ભરપૂર જીવો...
















4 comments:

  1. Congratulations, and keep the awesome writing. This blog will grow big :)

    ReplyDelete
    Replies
    1. Thanks a lot Pankaj. You too keep writing, keep inspiring, I wish my blog will grow upto the level of your blog 😊

      Delete
  2. Congratulations!
    Thank you from all those who are regular readers of your blog- because your blog is inspiration to many people!
    Keep writing, Keep inspiring!

    ReplyDelete
    Replies
    1. Awwwww! How sweet! Thanks a million my Savior! Keep reading, keep encouraging 😊

      Delete