Thursday, 8 June 2017

ડિમ્પલ કાપડીઆ

ડિમ્પલ કાપડીઆ... શું લખીશ એમની વિશે હું? તેમનું એક અલગ જ વ્યક્તિત્વ છે, જેની માટે મારી પાસે શબ્દો નથી. આજે ૬૦ વર્ષની ઉંમરે પણ કોઈ યુવાન અભિનેત્રીને શરમાવે એ જ પ્રકારનું સૌંદર્ય તેઓ ધરાવે છે. કદાચ એમની ફિલ્મો વિશે હું કંઈક લખી શકીશ, પણ આજે નહીં... તેમણે ભજવેલ 'રુદાલી' ફિલ્મનું શનિચરીનું પાત્ર હિન્દી સિનેમા માટે મારુ મનપસંદ પાત્ર રહેશે હમેંશને માટે, તે જ રીતે 'દિલ ચાહતા હૈ' ફિલ્મનું તારાનું પાત્ર... ઘણી એમની ફિલ્મો મેં જોઈ જ નથી, આંગળીને વેઢે ગણી શકાય એટલી ફિલ્મો જ મેં જોઈ છે, બોબી, સાગર, રામ લખન, રુદાલી, અંતરીન, દિલ ચાહતા હૈ, પ્યાર મેં ટ્વિસ્ટ, કોકટેલ અને ફાઇન્ડિંગ ફેની. તે છતાં એમની આંખોમાં કંઈક અજીબ તત્વ છે જે એમની તરફ ખેંચે છે કદાચ. રુદાલી ફિલ્મનું એક કોલાઝ તેમજ ડબ્બૂ રત્નાનીનાં બે લેટેસ્ટ ફોટોગ્રાફ્સ (ટ્વિંકલ સાથેનો ફોટોગ્રાફ- વર્ષ ૨૦૧૫) સાથે માત્ર તેમની ફિલ્મોનાં મારા મનપસંદ ગીતો શેર કરી રહ્યો છું, 'એતબાર' ફિલ્મનું 'કિસી નઝર કો તેરા ઇન્તઝાર' જરૂર સાંભળવા વિનંતી...












No comments:

Post a Comment