Wednesday, 17 May 2017

હાઇકુ

એક જાપાનીઝ કાવ્યપ્રકાર છે, હાઇકુ. એમાં 5-7-5 એ રીતે કુલ 17 અક્ષરોનું બંધારણ હોય છે, થોડાં મહિનાઓ પહેલાં એ રીતે કંઈક લખવાનો પ્રયત્ન કર્યો હતો, આજે બ્લૉગ પર મૂકવાની ઇચ્છા થઈ આવી...

************

ઢળતી સાંજ
વરસતો શ્રાવણ
રડતી આંખ

************

તમારુ નામ
ને સાથે નામ મારુ
લાગે સુંદર

************

રાહ જોઉ છું
હા ત્યાં જ જ્યાં આપણે
છૂટા પડેલા

************

1 comment:

  1. મને હાઇકુ લખવું સરળ લાગે છે પણ એ આટલા સુંદર નથી હોતા. તમારી રચના ખરેખર સારી છે.

    ReplyDelete