Saturday, 3 December 2016

એક ફોરવર્ડેડ મેસેજ - ટાઈમ ઝોન




ઘણી વાર આપણને થતું હોય છે કે આ દોસ્ત મારી સાથે જ હતો અને જિંદગીમાં આટલે પહોંચી ગયો અને મેં હજુ જે મારે મેળવવું છે જિંદગીમાં એ તો મેળવ્યું જ નથી, પેલી ફલાણી વ્યક્તિની આપણને ઈર્ષા આવે છે કે એની જિંદગી વધારે સારી છે. પણ, એવું હોતું નથી એ એના 'ટાઈમ ઝોન'માં હોય છે.

એક સરસ મેસેજ મને મળ્યો વોટ્સએપ પર થોડા દિવસ પહેલાં, મારા દોસ્ત કુંતલે મોકલ્યો મને આ મેસેજ,... અફકોર્સ એને પણ કોઈએ ફોરવર્ડ કર્યો હશે, પણ મને તો એણે મોકલ્યો! કુંતલ, તે મને ઘણી વાતો જે ખૂબ અઘરી લાગતી હોય છે એને સાદી સરળ લાગતી વાતો સમજાવતાં હોઈએ એમ સમજાવી છે, અને એ માટે ખૂબ આભારી છું તારો! અને આ મેસેજ માટે પણ!



મને ઘણી વાર એમ થાય કે આટલા સરસ મેસેજની નીચે લખનારનું નામ હોય તો ઘણું સારુ લાગે, એના વધારે આવા સારા વિચારો જાણી શકાય, પણ મોટેભાગે નથી હોતું, કંઈ નહીં, એ અંગ્રેજીમાં આવેલ મેસેજનું ગુજરાતીમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરું છું. મને ખાતરી છે ઘણા બધાંને કામ લાગશે:

**********************

સમય આવશે!
ન્યૂ યોર્ક કેલિફોર્નિયાથી ૩ કલાક આગળ છે, પણ એનો એ મતલબ નથી કે કેલિફોર્નિયા ધીમું છે અથવા ન્યૂ યોર્ક ઝડપી છે. બંને પોતાના 'ટાઈમ ઝોન' પ્રમાણે કામ કરે છે.
કોઈ 'સિંગલ' છે. કોઈએ પરણ્યા પછી બાળક માટે ૧૦ વર્ષ રાહ જોઈ અને કોઈ એવું પણ છે જેમને લગ્નનાં વર્ષની અંદર બાળક અવતર્યુ.
કોઈ ૨૨ વર્ષે ગ્રેજ્યુએટ થયું તો પણ સુરક્ષિત નોકરી મેળવતાં એને ૫ વર્ષ લાગ્યાં, કોઈ એવું પણ છે જે ૨૭ વર્ષે ગ્રેજ્યુએટ થયું અને તરત સલામત નોકરી મળી ગઈ!
કોઈ ૨૫ વર્ષે સીઈઓ બન્યું અને ૫૦ વર્ષે મૃત્યુ પામ્યું. જ્યારે કોઈ ૫૦ વર્ષે સીઈઓ બન્યું અને ૯૦ વર્ષ સુધી જીવ્યું.
દરેક જણ પોતાના 'ટાઈમ ઝોન' પ્રમાણે કામ કરે છે. દરેકની ચાલવાની ઢબ, ડગલાં, કદમ, અંતર, પ્રગતિનો દર અલગ છે. તમારા 'ટાઈમ ઝોન' પ્રમાણે કામ કરો.
તમારી સાથે કામ કરનારી વ્યક્તિઓ, મિત્રો, તમારાથી ઉંમરમાં નાના હોય એવા પણ ક્યારેક તમારાથી આગળ જણાશે, ક્યારેક અમુક તમારાથી પાછળ જણાશે.
એ બધાંની ઈર્ષા ન કરશો અથવા ઠેકડી પણ ન ઉડાવશો, એ લોકો એમનાં 'ટાઈમ ઝોન'માં છે અને તમે તમારા!
થોભો, મજબૂત બનો, તમારી જાતને વફાદાર રહો, બધી વસ્તુઓ તમારા સારા માટે કામ કરશે. તમે મોડા નથી... તમે વહેલા પણ નથી, સમયસર જ છો! પરમ સુખમય રહો! તમે તમારા 'ટાઈમ ઝોન'માં છો!

**********************

વોટ અ મેસેજ! કંઈક કરવાનું બાકી છે? જે જોઈએ છે એ મળ્યુ નથી હજું? પ્રયત્ન કરતાં રહો બસ. જિંદગીમાં હજું સારો સમય નથી આવ્યો તો પણ આવશે તો જરૂર જ. કારણ કે તમે તમારા 'ટાઈમ ઝોન'માં છો! સમજાઈ ગયું હશે તો બેડો પાર!


2 comments:

  1. Yeah it's true.
    Ultimate bolg Sanju.
    Thanks for ur thoughts.
    Keep writing blogs like this for us.

    ReplyDelete
  2. Thanks a lot lot Kuntal for this post & your encouragement... I'll keep writing.

    ReplyDelete