Saturday, 3 December 2016

હેપી બર્થડે શ્રુતિ

તારુ નામ એવું જ છે જેવી તુ છે, શ્રુતિ એટલે નાનામાં નાનો સૂર જે માણસનો કાન ડિટેક્ટ કરી શકે છે, તારી સાથે વાત કરતાં હોઈએ એટલે તુ નાનામાં નાની વાત પણ સાંભળે છે અને ભલે એ વાત ગમે તેટલી નાની કેમ ન હોય તુ સામેવાળાની એ વાતને મહત્વ આપે છે. (જો કે બીજા પણ ઘણાં લોકો છે મારી જિંદગીમાં જે આ રીતે મને સાંભળે છે તો પણ તુ સ્પેશ્યલ છે.) તારા નામના બીજા ૨-૩ મતલબ પણ થાય છે, જેને કંઈક વેદો અને સંગીત સાથે પણ મતલબ છે, જે મને નથી સમજાતું. 

તુ એક એવી છોકરી છે જે ટિપિકલ નથી, કન્વેન્શનલ નથી. (જો કે બીજી પણ એવી ઘણી છોકરીઓ હોય છે જે કહેતી રહેતી હોય છે કે હું અલગ છું અને આમ છું પણ માત્ર બીજાથી જુદાં કપડાં પહેરીને કે સ્ટાઈલિશ દેખાવાથી કે ખોટો ખોટો ડોળ કરવાથી કે 'આઈ એમ સો કલાસી!'નો ઢોંગ કરવાથી અલગ થવાતું નથી, વિચારો જોઈએ છે બીજા કરતાં જુદાં, લોજિક જોઈએ છે, જે ખૂબ ઓછામાં હોય છે!) પહેલી વાર મળેલો અને પછી થોડો પરિચય થયો ત્યારે નવાઈ લાગેલી, અને ખુશી પણ થયેલી કે ચલો કદાચ આની સાથે દોસ્તી જામશે. 

તારી સાથે સાહિત્યની વાતો કરી શકાય છે, 'ઓલ્ડ હિન્દી ફિલ્મ મ્યુઝિક' શું છે એ તને ખબર છે, તને ગઝલ ટાઈપનાં ગીતો પણ ગમે છે અને ડાન્સ ટ્યૂન્સ પણ! તુ આર્ટ હાઉસ સિનેમાને પણ પસંદ કરી શકે છે અને કોમેડી, ડ્રામા અને બીજા ઘણાં પ્રકારો. તને ગીતો, પુસ્તકો, ફિલ્મો સજેસ્ટ પણ કરી શકાય છે અને સામે તુ પણ શેર કરે છે, સજેસ્ટ કરે છે. એટલે જ ધીમે ધીમે દોસ્તી વધતી ગઈ એમ એમ વધારે ને વધારે વાતો શેર થવાં લાગી, લાઈકિંગ્સ મેચ થવા લાગ્યા અને ગાઢ બની ફ્રેન્ડશિપ.  

તુ જિંદગીનાં અઘરા ફંડા સરળતાથી સમજી પણ શકે છે અને સમજાવી પણ શકે છે, ટ્રાવેલિંગ તારો પેશન છે, તને સોલિટ્યૂડ ગમે છે, ઘણી વાતોમાં તુ મારા જેવી છે અને એટલે જ કદાચ આટલું ટકી શકે છે દોસ્તી! જેવી છે એવી જ રહેજે. (રહેના તુ- દિલ્હી-6 - રહેમાન- ઈર્શાદ કામિલ) જન્મદિન ખૂબ ખૂબ મુબારક! જે તને જોઈએ; જે તુ ઈચ્છે એ તને મળે... 



No comments:

Post a Comment