Tuesday, 13 December 2016

ઓકે જાનુ - ટ્રેલર સ્ક્રીનશોટ્સ અને ગીત વિશે


ખાસ્સા સમયે મને કોઈ ટ્રેલર ગમ્યું, શાદ અલીની અપકમિંગ 'ઓકે જાનુ' , જે મણિરત્નમની 'ઓકે કન્માની'ની રિમેક છે, ફિલ્મનાં ટ્રેલરમાં ઘણી વસ્તુઓ ઓબ્ઝર્વ કરવાની મજા આવી, એમાંથી થોડીક...

કાસ્ટ:
આદિત્ય રોય કપૂર - આદિત્ય
શ્રધ્ધા કપૂર - તારા
નસીરુદ્દીન શાહ અને લીલા સેમ્સન 

ટ્રેલરની ક્રેડિટ સરસ છે, એના ફોન્ટ્સ, બેકગ્રાઉન્ડમાં યુઝ થયેલ મુંબઈની જગ્યાઓ... દરિયાકિનારો, ગેટ વે ઓફ ઈન્ડિયા, તાજ હોટેલ, વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન, બાંદ્રા વરલી સી લીંક...



મકાનમાલિકના રોલમાં નસીરુદ્દીન શાહનો લૂક,... સિંગલ લોકોને કોઈ જલ્દી ઘર ભાડે આપતું નથી અને એમાં પણ એક છોકરો અને છોકરી લિવ-ઈન રિલેશનમાં રહેવા માંગે તો તો...!!

ધીસ લુક...


ફિલ્મની ટ્રેલરમાં મને ઘણી મૉમન્ટસ ખૂબ ગમી, અને એ બધાં સ્ક્રીનશોટ્સ મેં કેપ્ચર કર્યા છે! 

દરિયો! અહીં પણ મણિરત્નમની 'યુવા' અને શાદ અલીની પોતાની 'સાથિયા'ની જેમ દરિયો છે, દરિયાકિનારે મળતી ખુશી, જે ક્યારેય શબ્દોમાં એક્સપ્રેસ નથી થતી, ફીલ કરવી પડે છે! દુ:ખમાં પણ દરિયો સહારો આપે છે... દરિયો જ્યાં 'સાથિયા'માં આદિત્ય અને સુહાની ફરી ભેગા થાય છે,... દરિયો જ્યાં આદિત્ય બાઈક દોડાવીને ખુશી અને આઝાદી મહેસૂસ કરે છે... દરિયો જ્યાં 'યુવા'માં અર્જુન અને મીરા જિંદગીને વર્તમાનકાળમાં અનુભવે છે, ભવિષ્યની ચિંતા વગર. 


શાદ અલીની 'સાથિયા' - ખુશી અને દુ:ખ - દરિયાકિનારો (ટાઈટલ ટ્રેક અને મેરા યાર મિલા દે)

મણિરત્નમની 'યુવા' - ગીત ખુદા હાફિઝ


પ્રેમમાં પડેલો છોકરો બ્લશ કરવા લાગે છે, હસે ત્યારે શરમનો શેરડો પડે છે મોં પર, અને છૂપાવવા છતા ખુશી ચહેરા પર સમાતી નથી...

શરમાતો છોકરો, ઈઝ ધીસ લવ? 

અને જો છોકરી બ્રેક અપ ઘોષિત કરે તો પળમાં જ પારાવાર મૂંઝવણ, દુ:ખી આંખો, ઈન્ટેન્સ લૂક, બોલવા હોય એ શબ્દો હોઠ પર અટકી જાય...


છોકરી બ્રેક અપ કરે એ વખતનાં છોકરાનાં ચહેરા પરના એક્સપ્રેશન્સ...


જિંદગીમાં એક પળ આવે છે જ્યારે તમે જે નિર્ણય લેવાનાં છો એની પર બધું નિર્ભર કરે છે, એ કરિયર હોય લવ લાઈફ કે બીજુ કંઈક...



જિંદગી વિશે મહત્વનો નિર્ણય ન લઈ શકીએ એ વખતનું ચહેરા પરનું દુ:ખ...



કારકિર્દી કે પ્રેમ? આજનો સૌથી મોટો પ્રશ્ન... 


ફિલ્મમાં આદિત્ય અને તારા એકબીજા સાથે નસીબથી જોડાયેલાં છે એવું સૂચવવા માટે કદાચ તારાના કાનની પાછળ સ્ટારનું ટેટૂ છે અને આદિત્યના હાથમાં સ્ટાર ડિઝાઈનનું બ્રેસલેટ... ફિલ્મની ક્રેડિટ ફોન્ટ્સમાં પણ સ્ટાર્સ છે!

નસીબથી જોડાયેલા પ્રેમીઓ - તારાનું ટેટૂ અને આદિનું બ્રેસલેટ


બેડરૂમનો ટોપ વ્યૂ, પાર્ટી પૂરી થયા પછી રૂમનો મેસ, બેડની પાછળનો અરીસો, વાંચવા માટેનાં ચશ્મા, ઘરની અંદર પહેરવા માટેનાં સ્લીપર્સ, ટેબલ લેમ્પ, રૂમની અંદર આવતો તડકો, ચાલુ લેપટોપ, વિખરાયેલાં કપડાં, સ્પૂન હગ, આ બધી રવિ ચંદ્રન દ્વારા કેપ્ચર થયેલી ખૂબ જ સરસ સિનેમટોગ્રાફી છે... 



દરિયાકિનારે અને ઘરની અગાશીનો સૂર્યાસ્ત... 



ટાઈટલ સોંગમાં ગુલઝારનાં શબ્દો અને રહેમાનના સંગીત વિશે શું કહેવું!

ચલ ના કુછ કરતે હૈ, 
આ લકીરે પઢતે હૈ...

અહીં ફરીથી નસીબની વાત છે, અને બંનેને કંઈક અલગ કરવું છે, કંઈક તૂફાની?! કદાચ હોઈ શકે, કારણ ટ્રેલરમાં બે સ્ક્રીનશોટમાં કોલ્ડ ડ્રીંકની બાજુમાં બંનેને બતાવ્યા છે, અને તારાને કોલ્ડ ડ્રીંક પીતા પણ બતાવી છે!



નાસમઝ સી એક લડકી,
પૂરે દિલ કી ચોર નિકલી,
દે ગયી માથે પે રખ કે,
શામ કે સૂરજકી તીતલી...

આઝાદી,... ખુલ્લી બાહોમાં જિંદગીને ભેટવાની આઝાદી, દરિયાને પોતાનામાં સમાવી લેવાની આઝાદી, કોઈ પકડી લેવાવાળું હોય તો પડવાની આઝાદી, ... ફીલ આપે છે આ વસ્તુઓ, કોઈ પડી જતું નથી કે પડવા માંગતું નથી, એક રૂપક છે કે કોઈ રોકવાવાળું અને ભૂલોમાંથી ઊગારનારું હોય તો ભૂલો કરવાની પણ મજા છે! જિંદગીની આ પળે ખુશી છે, એ આ સોંગમાં પણ ઝળકે છે,... 

આઝાદી...


ફિલ્મ પાસે થોડી ઘણી આશા છે મને, કારણ કે મને મણિરત્નમની હિન્દી ફિલ્મો ગમી છે, અને શાદ અલીની 'સાથિયા' પણ... તો ફિલ્મ રજૂ થાય એટલે કેવી છે એ તો 'ફિગર આઉટ કર લેંગે...'!!

No comments:

Post a Comment