પ્રવાસ માણસને ઘણું શીખવાડી દે છે, મજા કરાવી દે છે, ફ્રેશ કરી નાખે છે અને જિંદગીની થોડીક ચિંતા ઓછી કરી નાખે છે, ચાર વર્ષ પહેલા એવા જ એક સફરમાં અમે લોકોએ ખૂબ ફરેલું; ખૂબ રખડેલું; મિત્રોએ એકબીજાને વધારે સમજેલા અને જોરદાર મજા કરેલી... એ પ્રવાસની થોડી યાદો મારી ડાયરીના પાનાઓમાંથી એડિટ કરીને. કારણ કે એ દિવસો ચાર વર્ષ પહેલાનાં છે જેને હાલ જ બનેલા બનાવની જેમ વર્તમાનકાળમાં લખવું મને ૧૦૦% અઘરું પડશે એટલે ભૂતકાળની યાદોની સફરે નીકળીએ...
૧૯ નવેમ્બર ૨૦૧૨
ઘણાં દિવસોથી અમે ફરવાનું પ્લાન કરી રહ્યા હતા અને એ દિવસે અમારે નીકળવાનું હતું ફાઈનલી, અમે ચાર મિત્રો જયદીપ; ઋતુરાજ; કુંતલ અને હું સંજય. ક્યારેક ક્યારેક એમનાં નામ ઋતુ કે જેડી લખાઈ જશે એ સમજી શકશો! અમારું એ રાતનું અમદાવાદથી ઉનાનું રીઝર્વેશન હતું સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં. અને ઉનાથી જવાનું હતું દીવ! ચારેય જણે ઋતુના ઘરે મળવાનું નક્કી કરેલું; અને ત્યાંથી બસ સ્ટેન્ડ. એટલે મારે ગાંધીનગરથી અમદાવાદ જવા માટે નીકળવાનું હતું. અને બસ મળી એ પછી પણ હું અને ઋતુ મેસેજીસમાં આ વસ્તુ લીધી ને; પેલું ભૂલાઈ ન જવાય ને એ બધું ચર્ચા કરતા હતા!
ઋતુરાજને ઘરે પહોંચીને નાસ્તો કર્યો ને થોડી વાતો; ઋતુ હજું પણ કપડા ડિસાઈડ કરતો હતો લઈ જવા માટે; મારા ત્યાં પહોંચ્યા પછી પણ! થોડી વાર પછી જયદીપને નજીકનાં કોઈ સ્ટેન્ડથી પીક અપ કરવાનો હતો અને અમે એને લેવા ગયાં. અમે કુંતલની રાહ જોઈને થાકી ગયેલા અને એમને એમ કે હવે ડાયરેક્ટ એ બસ સ્ટેન્ડ પર જ આવશે. પણ નીકળવાની થોડી વાર પહેલા કુંતલ આવ્યો ઋતુરાજને ઘરે. ઋતુરાજના મમ્મીને આવજો કહીને અમે ફાઈનલી રિક્ષા કરી, અને બસ સ્ટેન્ડ જતી વખતે રસ્તામાં એક દુકાનનું નામ ‘ફેસબુક’ હતું!
અમદાવાદ બસ સ્ટેન્ડ પર રાત હોવા છતાં ખાસ્સી ચહલ-પહલ હતી, અવાજો અને ભીડ. અમારી સીટ્સ રિઝર્વ્ડ હતી એટલે ચિંતા નહોતી, થોડી વાતો અને ઘણી રાહ જોયા પછી લગભગ આઈ થિંક પોણા દસ વાગ્યે બસ આવેલી. અમારી સીટ્સ આગળની તરફ જ હતી. શરૂ શરૂમાં થોડી મજા આવતી હતી. પણ પછી બસમાં એકાદ કલાક પછી સખત કંટાળો ચાલુ થયો મને તો!
મારે અને ઋતુને ગીતો સાંભળવા હતા એટલે અમે જોડે બેઠેલા અને કુંતલ અને જયદીપ બાજુની સીટ્સમાં વાતો કરતાં બેઠેલા, મને ઊંઘ આવતી ન હતી, જો કે ચારમાંથી કોઈને પણ ઊંઘ આવતી ન હતી! પણ મને જીન્સમાં ફાવતું ન હતું. એટલે મને હતું કે આસપાસના લોકો સૂઈ જાય તો ચેન્જ કરી શકાય. લગભગ સાડા બાર આસપાસ ટુવાલ વીંટીને હું સીટ પર જ ચેન્જ કરવા લાગ્યો. અને ઋતુ મજાકમાં કહેતો હતો... ‘નહીં નહીં આવુ બધુ ચાલુ બસમાં નહીં!’ ફાઈનલી મને ચેન્જ કર્યા પછી રાહત લાગી. અને ઋતુ એક જ શબ્દ બોલ્યો ‘ડેરિંગ!’
ઊંઘ આવે કે ન આવે ઊંઘવું તો પડે એમ જ હતું... અને વચ્ચે વચ્ચે વાતો અને ગીતો સાથે થોડા ઝોકા અને તૂટક તૂટક નીંદ આવી... સવારની થોડી વાર પહેલાં મારી પાસેની સીટ પર જયદીપ હતો; આંખો બરાબર ખૂલતી નહોતી અને અર્ધનિદ્રામાં મને ઠંડી લાગતી હતી.
૨૦ નવેમ્બર ૨૦૧૨
આંખો ખુલી ત્યારે મારું માથુ બારીના સળિયા પાસે અને જયદીપનું માથું મારા ખોળામાં હતું! જયદીપને સરખી ઊંઘ આવી નહોતી લગભગ! સૂર્ય ઊગ્યા પછીના તાજા કિરણો આખી બસને રોશનીથી ભરી રહ્યા હતા અને ઠંડો પવન કંઈક રાહતની લાગણી આપતો હતો, આસપાસમાં ઘણી સીટ્સ ખાલી થઈ ગયેલી. કુંતલ અને ઋતુરાજ બંને અલગ અલગ સીટમાં બારી પાસે બેસી ગીતો સાંભળતા બેઠેલા હતાં.
અને થોડી વાર પછી ઉના આવ્યું. અમે એક છકડો રિક્ષામાં ઉનાથી દીવ જવાના હતાં; અંતર લગભગ ૧૬-૧૭ કિ.મી. અને ઓહ માય ગોડ! દીવ! દીવ! સામે હતો ખુલ્લો દરિયાકિનારો; એવું નહોતુ કે હું પહેલી જ વાર દરિયો જોતો હતો; પણ દીવ મેં જોયેલા મુંબઈના જુહુ બીચથી તો ઓબ્વીયશલી અલગ હતો! અહીં વાઈન શોપની નવાઈ નહોતી એ વાતની મને નવાઈ હતી!
દીવનો કિલ્લો અને એની આસપાસ |
થોડી વાર પછી થોડી જહેમત બાદ એક રાત માટે રૂમ રાખી રૂ.૧૫૦૦માં! મોટા બેડ પર ત્રણ આરામથી આવી શકવાનાં હતાં અને એક એક્સ્ટ્રા બેડરોલ લેવાનો હતો બસ! રૂમમાં ગયા પછી થોડી વાર પછી ફ્રેશ થઈને કિલ્લો જોવા નીકળ્યા. મોટાભાગના લોકોએ એ કિલ્લો ‘કાઈ પો છે!’ ફિલ્મનાં ‘મીઠી બોલિયા’ ગીતમાં જોયો જ હશે; એ વખતે અમને ક્યાં ખ્યાલ હતો કે અમે અહીં આવ્યા એના થોડા મહિનાઓ પછી આ જ જગ્યાએ શૂટ થયેલું કોઈ ગીત મોટા પડદે જોવા મળશે!
દીવનો દરિયાકિનારો... |
વેલ, અમે સારું એવુ ફર્યા ત્યાં આસપાસ... કિલ્લો જોયો, ત્યાંની ખુલ્લી હવામાં શ્વાસ લીધો. અને પાછા ફરીને થોડુ જમી લીધું. એ કિલ્લો, આસપાસનું શાંત વાતાવરણ એ બીચ, એ સ્થળ. એ બધું મારા દિમાગમાંથી ખસતું ન હતું અને મને થતું હતું કે એક ઘર બનાવીને અહીં રહેવા આવી જવાય! બપોરે થોડો આરામ કરીને બીચ પર નીકળ્યા... શું જોરદાર હસી, મજાક, મસ્તી એ પાણી... બે કલાક જેટલું નાહ્યા, ફોટોગ્રાફી કરી, નારિયેળ પાણી... અને બીચ પર તો જે ખાધુ છે એનો કોઈ પાર જ નહીં, જે ગમે એ ચલો આ લઈએ ને પેલુ ખાઈએ, કદાચ સાંજે જમવા જેટલી જગ્યા નહોતી બચી... એ યાદો, એ ચહેરા પરની ખુશી... ચિંતા વગરની જિંદગી બધું ખૂબ જ યાદ આવે છે હાલ! અને એ બધી મસ્તી અને એ દિવસની યાદો સાથે માંડ ઊંઘી શક્યા, વાતો જ પૂરી નહોતી થતી ને તો ઊંઘ ક્યાંથી આવે!
૨૧ નવેમ્બર ૨૦૧૨
એ સવારે અમે દીવથી ફરી ઉના જવા માટે નીકળ્યા. ત્યાંથી તુલશીશ્યામ ગરમ પાણીના ઝરા જોવા માટે જવાનું હતું. પણ પાણી ખાસ્સુ ગંદુ હતું એટલે નાહ્યા નહીં. પાસે જ કોઈ મંદિર હતું અને એની પેલે પાર નાનું એવું જંગલ જ જોઈ લો! ખૂબ જ બધા ઝાડી-ઝાંખરા. મંદિરમાં અમને રસ ઓછો જ હતો. ત્યાં નીચે ઝાડીમાં જવા માટે મંદિરમાંથી પસાર થવું જરૂરી હતું કારણ કે મંદિર થોડુંક ટોચ પર હતું અને ઝાડી નીચે; ત્યાં જવા માટેના પગથિયા મંદિરની પેલી તરફ હતા, અને જે ચોરી ચૂપીથી હાથમાં જૂતા લઈને મંદિરમાંથી પસાર થયા છીએ, બોસ! જોરદાર મજા આવતી હતી એ વખતે આવી બધી હરકતો કરવામાં! ત્યાં એકબીજાને ડરાવતા અને બસ ઝાડીઓની વચ્ચે ફરતા ફરતા અમને ખબર નહોતી કે એમ જ ખેંચવામાં આવતી એ તસવીરો એવી યાદો બનશે જે ક્યારેય નહીં ભૂલાય!
તુલશીશ્યામ |
થોડી વાર ત્યાં રોકાયા પછી ત્યાં જ નાસ્તો કર્યો અમારા ઘરનાં ફૂડ પેકેટ્સ! દરેકની બેગમાં અડધા કપડા અને અડધો નાસ્તો હતો હું માનું છું ત્યાં સુધી! તુલશીશ્યામથી ફરી ઉના અને ઉનાથી બપોરે ગીર આવ્યા.
એકદમ ગામડા જેવું જ લાગતું હતું અને નજીકની કોઈ હોટેલમાં જગ્યા નહોતી. અમે ખાસ્સુ શોધ્યું, કોઈએ નજીકમાં એક સરનામું આપ્યું; એક અંકલ એમના ઘરમાં જગ્યા આપતા હતાં, આઈ વોઝ નોટ શ્યોર કે શું કરવું જોઈએ, નીચે ભેંસો બાંધેલી હતી, મોટુ સરસ ઘર હતું ડેલા જેવું. નીચે એમનું ફેમિલી હતું; ઉપર કદાચ એ આ રીતે રૂમ આપતા હશે, રૂમ ખાસ્સો મોટો હતો, ચોખ્ખો હતો અને ટોઈલેટ બાથરૂમ સાથે. અમે રૂમ રાખ્યો. જતા જતા એ અંકલે કહ્યુ; આરામથી રહેજો; આપણું જ ઘર છે! અને એ વાક્ય અમે લોકોએ છેક સુધી પકડી રાખેલું અને શું જોરદાર મજાક કરી છે એ વાક્યની તો! પણ સાચે જ ત્યાં રહેવાનું ફાવેલું.
બપોરે નજીકની હિરણ નદી પાસે અમે લોકો આવ્યા. નાનો એવો સરસ ધોધ, ગામથી બહારની બાજુએ હતો. ખૂબ ઓછા લોકો હતાં; પણ જેમને ખબર પડેલી એ લોકો નહાવા જરૂર આવવાનાં જ હતાં. કોઈના ઘોડા આસપાસમાં ઊભેલા, અને થોડે દૂર જંગલ હતું. ધરાઈને અમે નાહ્યું. મસ્તી કરી પાણીની છોળો સાથે; તડકો આંખમાં ઘૂસી જતો હતો તો પણ! અને ત્યારે એ સમયે જ ખબર પડેલી કે કોલેજની એક્ઝામ ફી ભરવાની હતી. અને ત્યાં મોબાઈલની મદદથી કેટલીય ગોઠવણ પછી અમારી ફ્રેન્ડ ભૂમિ ભરી શકી ફી. ત્યાં સુધી જયદીપ એક પથ્થર પર બેઠો બેઠો બધાની ઓનલાઈન ફી ભરાયાના કન્ફર્મેશન મેસેજ સેવ કરતો હતો. હેટ્સ ઓફ જયદીપ! સાંજ સુધી નાહ્યા અમે પછી ત્યાં અને આ લોકોના કહેવાથી મારો અંડરવેર એક ઝાડ પર લટકાવીને અમે આવ્યા, કારણ કે બીજા દિવસે ફરી ત્યાં આવવાનું જ હતું, મસ્તી ચઢી હતી બધાને કે કોઈ લઈ જાય છે અંડરવેર કે નહીં!
તુલશીશ્યામમાં ક્યાંક... |

હિરણ નદીનો નાનો એવો ધોધ |
હિરણને કાંઠે |

એ રાત્રે નજીકની કોઈ રેસ્ટોરન્ટમાં ધરાઈને ચાઈનીઝ અને પંજાબી ખાધેલું. ત્યાં કોકોકોલાની એડમાં દીપિકા પાદુકોણનો ફોટો જોઈને અમે ગાંડા કાઢતા હતાં.
દીપિકાની એડ વાળી રેસ્ટોરન્ટ |
ત્રણેય દોસ્તોએ એ રાત્રે મારી ડાયરીમાં એમનાં એ દિવસનાં અનુભવો લખેલાં એ શેર કરું છું...
જયદીપ પટેલ
આજે અમે થોડા જંગલી જેવા રહ્યા. (જો કે રોજ હોઈએ જ છીએ!) અમે તુલશીશ્યામ આશરે ૨૦-૨૫ પગથિયાં અને પછી ઘણુ બધુ ઢાળવાળુ ચઢાણ ચઢી ઉપર મંદિરે ગયાં. (દર્શન કરવા નહિ) ત્યાં પણ જંગલમાં રખડ્યા. પછી બસમાં તુલશીશ્યામથી ઉના પાછા આવ્યા ત્યાંથી સાસણગીર આવ્યા; ઘણો લાંબો અને ગંદો રૂટ છે. પણ સંજયનાં કારણે ઘણો ટૂંકાઈ ગયો. અમે ઘણા બધા મૂવિસ અને સ્પેશ્યલી ‘કસૌટી જિંદગી કી’ (એકતા કપૂર્સ ફકિંગ સિરિયલ)ની સ્ટોરી સંભળાવી. બહું જ મજા આવી. સ્ટોરીમાં નહીં; સ્ટોરીમાં મજાક કરવામાં, ઈવન બસમાં આજુબાજુવાળાને પણ ઈન્ટરેસ્ટ પડ્યો હતો. પછી સાસણગીર રૂમ રાખ્યો. (૪૫૦/- ઓન્લી) નદીમાં શું મજા આઈ છે બોસ! ખરેખર મજા આઈ ગઈ નાહવામાં. ચારે ચાર ઠરીને ઠીકરું થઈ ગ્યા’તા. પછી મસ્ત ચાઈનીઝ ડિનર કર્યુ. પાઈનેપલ ખાધું. (માય ફેવરિટ) સંજુની ઘણી બધી સ્ટોરી સાંભળી. (ધાબા પર બેસીને) હાલ રૂમમાં છીએ.
સસ્પેન્સ- અમે સંજુનો અંડરવેર નદીના સામે કાંઠે જંગલમાં ઝાડ પર લટકાવીને આવ્યા છીએ, જોઈએ છીએ હવે કાલે શું થાય છે!!!
ઋતુરાજ ઝાલા
હા, તો , જેડી તરફથી મને સારા કોમ્પ્લિમેન્ટસ મળ્યા. (હું સવારે વહેલા ઊઠ્યો એ માટે!) દીવથી અમે તુલશીશ્યામ ને ત્યાંથી ઉના ને ત્યાંથી સાસણગીર આવ્યાં, ધેટ એક્ચ્યુલી ડસન્ટ મેટર, વોટ મેટર્સ ઈઝ સંજુએ આજે અમને ત્રણેયને લવ સ્ટોરી કીધી. ‘કસૌટી જિંદગી કી’ની સ્ટોરી સંભળાવી. બોસ, જબરદસ્ત સ્ટોરી હતી ઈજ્જતથી! ગીરમાં નાના એવા ઝરણામાં નાહ્યા. મજા આવી. એન્ડ સંજુનો જાંઘિયો ગીરમાં સુકવીને આવ્યા છીએ! જોઈએ કાલે મળે છે કે નહીં. ધેટ્સ ફોર ટુડે, સી યુ, ગુડ નાઈટ!
કુંતલ ટેલર
સો, બહું ઓછા દિવસોમાંનો મારો એક આજનો દિવસ હતો જ્યારે હું વહેલા ઉઠી ગયો હતો. એ પણ કોઈના ઉઠાડ્યા વગર. અમે સવારે વહેલા દીવથી તુલશીશ્યામ જવા નીકળ્યા. જ્યાં અમે ગરમ પાણીમાં નહાવાનો પ્લાન કર્યો હતો પણ પાણી કંઈક વધારે જ ગરમ અને ગંદુ હોવાને લીધે અમે એ કેન્સલ કર્યુ. ને અમે ડુંગર ચઢ્યા. એ પણ સીડીઓ વગર. ત્યાંથી અમે બહાર આવ્યા અને સંજુએ ‘મુઝસે દોસ્તી કરોગે’ મૂવિની સ્ટોરી કીધી. ત્યાંથી અમે ઉના આવ્યા ને ઉનાથી અમે સાસણગીર આવ્યા. જેમાં અમે મોસ્ટ ફેમસ; મોસ્ટ ફેવરિટ; મોસ્ટ પોપ્યુલર એન્ડ મોસ્ટ ટિપિકલ સિરિયલ ‘કસૌટી જિંદગી કી’ની સ્ટોરી બહું એન્જોય કરી અને અમે જ નહીં પણ બસનાં બીજા બધા માણસોએ એને સેલ્યુટ કર્યુ એની યાદશક્તિ માટે. અમે સાસણગીરમાં નદીએ નાહ્યા અને ધોધમાં નીચે બેઠા. ફુલ્લી એંજોય કર્યુ પાણી બોસ! ઓસમ! ને સંજુનો જાંઘિયો અમે ઝાડ પર સૂકવીને આવ્યા, બસ કાલ માટે એક્સાઈટેડ છીએ કે કાલે જાંઘિયો જોવા મળશે કે નહીં. ધેટ્સ ઈટ એન્ડ ધેન એટ નાઈટ અમે રૂમ પર પાછા આવ્યા આફ્ટર ઓલ ‘આપણું જ ઘર છે ને!’
૨૨ નવેમ્બર ૨૦૧૨
ગીરના રૂમ પર હતા વહેલી સવારે અને જોરદાર ઠંડી હતી, થોડી વાર પછી સાસણગીર જવા માટે નીકળવાનું હતું. ડાયરી લખતાં લખતાં મારા હાથ ધ્રૂજતા હતાં એટલી ઠંડી હતી... સવારે સાસણગીર પહોંચી સિંહ દર્શન માટે નીકળ્યાં; ટિકિટ્સ લીધી અને એક મીની બસમાં જવાનું હતું; ધીમે ધીમે જંગલની વચ્ચે થઈને બસ ચાલતી હતી. અને સિંહ અમે જોઈ શકેલાં અમારા ભાગ્યે!
અને સેલ્ફી તો અમે જ ઈન્વેન્ટ કરેલી એટલી બધી સેલ્ફી લીધેલી કે ના પૂછો વાત. અને બીજા પણ ઘણા બધા પિક્ચર્સ; આ લોકોએ ખાસ વુલ્વરીનની અદામાં સ્પેશ્યલ ‘ફોટોશૂટ’ કરાવેલું મારી પાસે! મને ખાસ મજા પડેલી જુદી જુદી જીપ્સી પરનાં ખોટા સ્પેલિંગ્સનાં ફોટોસ લેવામાં!
જંગલમાં એટલું ફરેલા કે જે ‘પ્રોહિબિટેડ એરિયા’ હતો ત્યાં પણ ઘુસી ગયેલાં અને કોઈ સિક્યોરીટી ગાર્ડે એની સીટી વગાડીને પાછા વાળેલા અમને! દેવળિયા ગામનું એ સિંહ દર્શન મારી જિંદગીની કદાચ સૌથી જંગલી બપોર રહી છે! પાછા ફરતા ધરાઈને નાસ્તો કર્યો; મેગી યાદ છે બીજું કંઈ યાદ નથી હાલ તો!
બપોર પછી રૂમ પર પાછા ફરીને હિરણ નદી પાસે ગયાં... ફરી આગલા દિવસની જેમ એનાથી પણ વધારે નાહ્યા. અંડરવેર એ જ ઝાડ પર હતો; કોઈ લઈ ગયું નહોતું! તે દિવસે સાંજે અમે નીકળ્યા જૂનાગઢ જવા માટે; આખા પ્રવાસનો પડેલો એકમાત્ર વાંધો; ગીરથી જૂનાગઢ જવા માટે બસની બે કલાક રાહ જોવી પડેલી. એ દિવસે રાતનાં અમે પહોંચી શક્યા ભવનાથ તળેટી; ત્યાં એક ધર્મશાળામાં રોકાયા વ્યક્તિદીઠ રૂ.૫૦/-
સાસણગીર |

કહ્યુ ને સેલ્ફી અમે ઈન્વેન્ટ કરેલી! |
શું આ સ્પેલિંગ્સ સાચા છે?! |
ધ વુલ્વરિન્સ |
જંગલમાં એટલું ફરેલા કે જે ‘પ્રોહિબિટેડ એરિયા’ હતો ત્યાં પણ ઘુસી ગયેલાં અને કોઈ સિક્યોરીટી ગાર્ડે એની સીટી વગાડીને પાછા વાળેલા અમને! દેવળિયા ગામનું એ સિંહ દર્શન મારી જિંદગીની કદાચ સૌથી જંગલી બપોર રહી છે! પાછા ફરતા ધરાઈને નાસ્તો કર્યો; મેગી યાદ છે બીજું કંઈ યાદ નથી હાલ તો!
બપોર પછી રૂમ પર પાછા ફરીને હિરણ નદી પાસે ગયાં... ફરી આગલા દિવસની જેમ એનાથી પણ વધારે નાહ્યા. અંડરવેર એ જ ઝાડ પર હતો; કોઈ લઈ ગયું નહોતું! તે દિવસે સાંજે અમે નીકળ્યા જૂનાગઢ જવા માટે; આખા પ્રવાસનો પડેલો એકમાત્ર વાંધો; ગીરથી જૂનાગઢ જવા માટે બસની બે કલાક રાહ જોવી પડેલી. એ દિવસે રાતનાં અમે પહોંચી શક્યા ભવનાથ તળેટી; ત્યાં એક ધર્મશાળામાં રોકાયા વ્યક્તિદીઠ રૂ.૫૦/-
રાતે થોડી વાર ટહેલવા નીકળેલા; આઈસ્ક્રીમ ખાધેલો ઓરેન્જ કેન્ડી એ પણ યાદ છે, કેટલાય લોકો એમ જ કોઈ આશરા વિના પડેલા આસપાસમાં ગિરનારની તળેટીમાં... પાછા ફરીને લગભગ ઊંઘ આવી ગયેલી મને થોડી વારમાં.
૨૩ નવેમ્બર ૨૦૧૨
સવારે ૪-૩૦ વાગ્યે ગિરનાર ચડવાનું શરૂ કરેલું; મને અને ઋતુને વધારે થાક લાગેલો, કુંતલ અને જયદીપ એમની મસ્તીમાં બસ ચડ્યે જ જતા હતાં. ના એમને ઠંડી લાગતી હતી; ન ઊંઘ આવતી હતી અને ના થાક લાગ્યો હતો. મારી અને ઋતુની સ્થિતિ એકદમ વિપરિત હતી. મને અને ઋતુને લાગતું હતું કે એકદમ છેક ઉપર અમારા બે જણથી જઈ શકાશે જ નહીં, પણ મસ્તી, વાતો, યાદો બધું સાથે લઈને બધું પાર પડે જ છે.
સૂર્યોદય જોઈ શકાયો હતો ચડતી વખતે જ. શું નજારો હતો; મહેનત સાર્થક હતી. ઠંડીમાં ઠરતા; થોડી વારે આરામ કરતા કરતા અમે પહોંચી જ ગયેલા છેક ટોચ પર. બસ ખાલી પગથિયાં થોડા લપસણા લાગેલા, પણ એ વખતે ખબર નહોતી કે પગમાં જે દર્દ થવાનું છે બે-ત્રણ દિવસ એનો પાર નહીં હોય! ૧૧-૩૦ વાગ્યે અમે નીચે ઊતરીને જમ્યુ ધરાઈને...
ગિરનારનું ચડાણ |

યાદે યાદ આતી હૈ... |
અને પ્રવાસ પૂરો થતો હતો... ખૂબ જ બધી યાદો, ફોટોગ્રાફ્સ, મસ્તી, દીવનાં અને હિરણ નદીનાં પાણીની છોળો, ત્યાંની હવા બધું જ સાથે લઈને અમે અમદાવાદની બસમાં બેઠા, એ બધી યાદો આજે લખતી વખતે લાગ્યું જાણે ફરી પ્રવાસ કર્યો ન હોય!
Thanks sanju... thank you so much for recalling these amazing moments.
ReplyDelete.
Salute for fantastic description.
I don't have enough words to tell you that you are a great writer.
God Bless you mate.
JD
We all have created these memories and I am thankful that you have given me such memories. I am really glad that you liked this... Thanks a lot lot. God bless.
DeleteWell I missed that trip...
ReplyDeleteNd I missed something too....
I never find my unity back in my whole life again.
Well; don't think like that. Some relations & some friends don't meant to be forever. People leave ; things change but life goes on...
Delete