Tuesday, 12 November 2019

હેલ્લારો - રણની વચ્ચે ઝરણું

પાંજરામાં પૂરેલા પક્ષીને જ્યારે ઊડ​વા માટે આકાશ મળે ત્યારે કેવી લાગણી થતી હશે? કોઈ પ્રાણીને સાંકળથી બાંધી રાખ્યું હોય અને એ સાંકળ જ્યારે છૂટે એ પળમાં એ પ્રાણી નિરાંતનો શ્વાસ લે છે. નિયમોનાં બંધનમાં રાખેલ માણસ જ્યારે પોતે ઇચ્છે તે કરી શકવાની આઝાદી શોધી લે એ ક્ષણ એની જિંદગીની ધન્ય ક્ષણ હોય છે. કદાચ એ સમયે રણની વચ્ચે મીઠા પાણીનું ઝરણું મળે અને જે લાગણી થાય એ અનુભવ થતો હશે. 

આ વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય  પુરસ્કાર જીતનાર "હેલ્લારો" ગુજરાતી સિનેમા માટે અદ્ભુત લ્હાવો છે. ફિલ્મ દરેક પાસામાં અદ્વિતીય છે. ફિલ્મની અમુક પળો, અમુક સંવાદો, અમુક દ્રશ્યો એકદમ જ હ્રદયસ્પર્શી છે. ફિલ્મ વિશે લખ​વાની ઘણી ઇચ્છા છે. પરંતુ ફિલ્મ ઘણા લોકોએ જોઈ નથી. ફરી કોઈ વખત કદાચ ક્યારેક એક લાંબી પોસ્ટ​... ત્યાં સુધી ન જોઈ હોય તો ફિલ્મ અચૂક જોઈ આવો.