ગૌરી શિંદેની બંને ફિલ્મોમાં એક ગીત દિલની લાગણીઓ વિશે છે. માનવશરીરનો સૌથી વધારે જીવંત કહી શકાય તેવો હિસ્સો, જે ન ધબકે કે કંઈક ખામી સર્જાય તો શરીરમાં તકલીફ જરૂર ઊભી થાય. આમ તો કહી શકીએ કે હૃદયનું કામ ફક્ત ધબકવાનું અને લોહી પહોંચાડવાનું છે, એ છતાં ઘણી વખત લાગણીઓ માટે ફક્ત આ દિલને જ જવાબદાર ગણવામાં આવે છે, મારે પણ અહીં એ જ વાત કરવી છે, બે ગીતોનાં માધ્યમથી.
'ઈંગ્લિશ વિંગ્લિશ' ફિલ્મમાં શશિ (શ્રીદેવી) અને 'ડિયર જિંદગી' ફિલ્મમાં કાયરા (આલિયા ભટ્ટ) બંનેની પરિસ્થિતિ માટે બંને ફિલ્મોમાં અનુક્રમે 'ગુસ્તાખ દિલ' અને 'જસ્ટ ગો ટુ હેલ દિલ' ગીતો ખૂબ જ સુંદર રીતે વાપરવામાં આવેલ છે. 'ઈંગ્લિશ વિંગ્લિશ' ફિલ્મમાં શશિ પોતાનાં દિલની ભૂલને સ્વીકારી શકતી નથી, કારણ કે તે પોતે એક પત્ની અને માતા હોવાથી બીજા કોઈ પુરુષને તેની પ્રત્યે આકર્ષણ થાય તે વાત તે સ્વીકારી શકતી નથી, શશિ તે પુરુષ પ્રત્યે આકર્ષાય છે કે નહીં તેનો ફિલ્મમાં સીધી રીતે ક્યાંય ઉલ્લેખ નથી, પણ શશિ તે રસ્તે જતી જ નથી, તેને માટે પ્રેમ કરતાં પણ વધારે મહત્વનો છે તેનો પોતાનો આદર, તેનાં વ્યક્તિત્વની પ્રશંસા, જે તેને પોતાનાં પતિ પાસેથી ક્યારેય મળેલ નથી, એ અહેસાસ તેને તેની તરફ આકર્ષાયેલ પુરુષ પાસેથી મળે છે. તે છતાં તે અહેસાસને તે પોતાનાં દિલની ભૂલ ગણે છે. 'ડિયર જિંદગી' ફિલ્મમાં કાયરા પોતાના પ્રેમીની સગાઈની વાત સાંભળીને ફરી એક વખત પ્રેમ પરથી ભરોસો ખોઈ બેસે છે, શશિની જેમ જ તે પણ દિલને જવાબદાર ગણે છે, પરંતુ વલણ બિલકુલ જ વિરુધ્ધ અપનાવે છે. કાયરા ગુસ્સો કરે છે અને બધી જ વસ્તુઓ માટે જવાબદાર દિલને જ નરકમાં જવાનું કહે છે! શશિ ગભરાટ અને ડર સાથે પરંતુ શાંતિથી પરિસ્થિતિ સંભાળે છે, જ્યારે કાયરા ગુસ્સો કરીને, રડીને અને દુ:ખી થઈને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે...
'ઈંગ્લિશ વિંગ્લિશ' ફિલ્મમાં એક અન્ય ગીત છે- ધાક ધુક. તે ગીત પણ કોઈનાં સહારા વગર એકલી વિદેશ જતી શશિનાં દિલનો ફફડાટ વર્ણવે છે.
'જસ્ટ ગો ટુ હેલ દિલ' ગીતમાં એક ક્ષણે કાયરા દીવાલ પરથી બધી જૂની તસવીરો કાઢી લે છે અને તે છતાં એક તસવીર સામે તાકી રહે છે, એ પળની અંદર એ બધી જ જૂની કડવી યાદોને દૂર કરવા એ તસવીરને પણ તે ફાડીને ફેંકી દે છે. કાશ, જૂની ખરાબ યાદોને પણ જૂની તસવીરોની જેમ ફાડીને જિંદગીમાંથી દૂર કરી શકીએ!
સંબંધિત પોસ્ટ્સ -
જસ્ટ ગો ટુ હેલ દિલ
શશિ, ચંદા અને રાની - જિંદગીને વધારે સારી બનાવવા માટે પ્રેરણાસ્ત્રોત

Trivia: just before song: Just Go to Hell Dil Movie posters in background Sahib Bibi Aur Ghulam & Sholay |
**************************
Credits:
Gustakh Dil
(English Vinglish)
Singer: Shilpa Rao
Music: Amit Trivedi
Lyrics: Swanand Kirkire
Just Go To Hell Dil
(Dear Zindagi)
Singer: Sunidhi Chauhan
Music: Amit Trivedi
Lyrics: Kausar Munir
Dhak Dhuk
(English Vinglish)
Singer & Musician: Amit Trivedi
Lyrics: Swanand Kirkire