Friday, 4 August 2017

એમ એન્ડ ધ બિગ હૂમ - જેરી પિન્ટો



આ નવલકથા મુંબઈમાં રહેતા મધ્યમ વર્ગીય ખ્રિસ્તી પરિવારની વાર્તા માંડે છે. માતા-પિતા બાળકોને પોતાની જિંદગી વિશેની વાતો જણાવતા રહે છે કે તેઓ કેવી રીતે મળ્યા, કેવી રીતે તેમની વચ્ચે પ્રેમ થયો અને તેમની નોકરી કેવી હતી, તેમનાં પરિવારો કેવા હતા અને એ બધું... બધા જ પાત્રોની ખૂબ જ સુંદર છટા, જૂનો સમયગાળો અને જૂની મુંબઈનું વાતાવરણ ખૂબ જ સુંદર રીતે કેદ થયું છે. બંને પેઢી વચ્ચે કેવા પ્રકારનું અંતર હોય છે, એ વસ્તુથી માંડીને પાત્રોનું ઊંડાણ, ખૂબ સુંદર ચિત્રાત્મક વર્ણન. આ નવલકથા વાંચતા મેં ખાસ્સો સમય લીધો, એટલે કદાચ આટલી સારી વાર્તા અને સારુ પુસ્તક હોવા છતાં મેં ક્યાંક વચ્ચે જોડાણ ખોઈ દીધેલું. પરંતુ પ્રામાણિકપણે કહું તો મને ખાસ રસ પણ નહોતો પડતો કે વાર્તામાં હવે પછી શું થશે, એટલે પણ કદાચ મને આ નવલકથા એટલી ન ગમી. તે છતાં પાત્રોનાં ઊંડાણ ગમતાં હોય તેમજ ખ્રિસ્તી પરિવારની જાણકારી માટે સુંદર માહિતી જોઈતી હોય તો જરૂર વાંચી શકાય. લેખન પણ ખૂબ જ સરસ. પણ કદાચ મેં વધારે અપેક્ષાઓ રાખી હતી અને ખૂબ સમય લીધો અને વચ્ચે વચ્ચે આરામ લઈને વાંચ્યું એટલે પણ ખાસ ન ગમી હોઈ શકે.   



No comments:

Post a Comment