ગીત - લગ જા ગલે
ફિલ્મ - વો કૌન થી
ગીતકાર - રાજા મહેંદી અલી ખાન
સંગીતકાર - મદન મોહન
ગાયિકા - લતા મંગેશકર
જિંદગીનો ક્યાં કોઈ ભરોસો છે, આટલી હસીન રાત ફરી ક્યારે આવે, ફરી ક્યારે મળવાનું થાય કોને ખબર, આજે જે સમય મળ્યો છે નસીબથી એટલા સમય માટે તુ બસ મન ભરીને જોઈ લે મને, પાસે આવ મારી તુ, તને ભેટીને બસ મન ભરીને રડી લઉં, ફરી કોને ખબર મળવાનું થાય ન થાય...
ઉપર કરેલું આ ગીતનું તુચ્છ ભાષાંતર મારું છે, મતલબ કદાચ રહી શક્યો છે એવો, પણ શબ્દો બદલાયા છે, લાગણીઓ કદાચ એ જ છે! જ્યારથી સમજતો થયો છું હિન્દી ગીતો વિશે, ત્યારથી આ ગીત તો ખબર જ છે મને, અને જેટલી વધારે વખત સાંભળું છું એટલું વધારે ગમે છે, ક્યારેય પણ આ મહાન ગીત સાંભળવાથી દિલ ભરાતું નથી... અને ક્યારેક તો ગીત સાંભળતી વખતે આંખમાંથી બે ટીંપા આંસુ બહાર નીકળે તો પણ નવાઈ લાગતી નથી.
જે વેદના છે, જે સુંદરતા છે ગીતમાં એ મહેસૂસ થાય છે મને જ્યારે પણ સાંભળું છું. રાતના સમયે આ ગીત સાંભળું તો તો મજા ચાર-પાંચ ગણી થઈ જાય છે; અને એનું કારણ હજું સુધી ખબર નથી, કદાચ ગીતનું પિક્ચરાઈઝેશન રાતનું છે માટે. આ ગીત નથી મારી માટે; લાગણી છે! એવી લાગણી જે મારા હોવા સાથે જોડાયેલી છે!
No comments:
Post a Comment