કોલેજનાં પહેલા સેમેસ્ટરની મિડ સેમ એક્ઝામનું પહેલું પેપર હતું, મેથ્સ-1, હું બેઠો હતો જે બેંચ પર મારો નંબર હતો ત્યાં અને ફોર્મ્યુલાસ યાદ રાખવાનો ટ્રાય કરતો હતો, આસપાસમાં એટલો અવાજ હતો કે મને ગુસ્સો આવતો હતો. અને મારી આગળની એક બેંચ છોડીને જે બેંચ હતી ત્યાં એક છોકરો ખૂબ જ જોર જોરથી હસતો હતો, એનું લાફ એટલું ઈરિટેટિંગ હતુ કે ના પૂછો વાત! પીંક કલરનો શર્ટ પહેરેલો એણે મને બરાબર યાદ છે, આછી આછી દાઢી અને માથે તિલક, મેં ક્યારેય એ પહેલા એને જોયો નહોતો, એટલે મને હતું કે મારી બ્રાન્ચમાં એ નહીં હોય, પણ એક્ઝામ ચાલુ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે મારી જ બ્રાન્ચમાં હતો એ, કારણ કે એનો નંબર હતો 85 અને મારો 87. જ્યારે કોઈને પણ પહેલી વાર જોઈએ છીએ કે મળીએ છીએ, ત્યારે એના વિશે પૂર્વધારણા જરૂર બાંધી લઈએ છીએ, મેં પણ એ જ કરેલું, મને લાગેલું કે એ બિલકુલ ડલ હશે, કારણ મેં કોઈ પણ લેક્ચરમાં એને જોયેલો નહીં, કે ના ક્યારેય કોઈ લેબમાં. એની બાજુમાં બેઠી હતી પહેલી જ નજરે કોઈ ટોમબોય ટાઈપની લાગતી છોકરી અને એના વિશે પણ ધારી જ લીધેલું કે બહું જ એરોગન્ટ હશે ને આમ હશે ને તેમ. એ છોકરો બીજા દિવસે એના એક બીજા ફ્રેન્ડને દૂરથી બૂમો પાડતો હતો, ખૂબ વધેલી દાઢી વાળો એ છોકરો, જેના વિશેની ધારણા પણ, ધારણાઓ બધી મોટે ભાગે ખોટી પડે છે એમ જ ખોટી સાબિત થયેલી, કારણ કે એ લોકો મારી કોલેજ લાઈફનાં સૌથી સારા મિત્રો સાબિત થયેલાં.
છ વર્ષ થયા છે આજે ઉપરની આ ઘટનાને, એમ થાય છે કે એ સમયમાં પાછો જાઉં અને બધું ફરીથી અનુભવ કરું. એ બધા જ અનુભવો જે મને આ લોકોએ આપ્યા છે, એમની સાથે માણ્યા છે મેં, લેક્ચર બંક કરવાથી માંડીને પર્સનલ પ્રોબ્લેમ્સ શેર કરવા સુધીના, પણ એક વાર ગયેલો સમય ફક્ત યાદો સિવાય કંઈ આપતો નથી, અને હા, પહેલી વાર કોઈના માટે ધારેલી વાત મોટે ભાગે મારી સાથેના કિસ્સાઓમાં ખોટી જ પડી છે!!
I'm glad that we are still alive in someones memories.
ReplyDeleteblessed to having u as my muh bola bhai
I'm also blessed that we have maintained our friendship more than siblings... Thank you for all memories
ReplyDelete