પાંચ વર્ષ પૂર્વે રજૂ થયેલી વિક્રમાદિત્ય મોટવાણેની લૂટેરા મારી ખૂબ જ મનપસંદ ફિલ્મ છે. ઓ. હેન્રીની વાર્તા 'ધ લાસ્ટ લીફ' પરથી પ્રેરિત 'લૂટેરા' વરુણ અને પાખીની વાત માંડે છે. લૂટેરા ભરોસો અને જીવન જીવવા માટેની ઈચ્છા રજૂ કરે છે. પાખીના પિતા વરુણ પર વિશ્વાસ કરે છે, પરંતુ વરુણ તેમનો ભરોસો તોડે છે, કારણ કે વરુણ પોતાના કાકાનો ભરોસો તોડી શકે તેમ નથી. કાકાએ વરુણને મોટો કર્યો છે. એક વર્ષ પછી વરુણને મળતી પાખી તેની પર વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. વરુણ કહે છે કે તે તેના કાકા અને દેવનો વિશ્વાસ તોડી શકે તેમ નહોતો, વરુણ આડકતરી રીતે કહેવા માંગે છે કે તેને પાખી સાથે લગ્ન કરીને રહેવું હતું, પણ તે શક્ય નહોતું, માટે વરુણને પાખીનો ભરોસો તોડવો પડે છે. કારણ કે વરુણ એક લૂટારો છે. પ્રેમ અને લગ્ન જેવી દુનિયાની વાતો માટે તેને પોતાના કાકાની મંજૂરી લેવી પડે છે. પાખી વરુણને પૂછે છે કે શું વરુણની જિંદગીમાં એનું કોઈ મહત્વ છે ખરું? તે વખતે વરુણ જવાબ આપી શકતો નથી, પરંતુ ફરી ડેલહાઉસીમાં જ્યારે પાખી પૂછે છે કે વરુણને તેના પ્રત્યે પ્રેમ હતો કે નહીં. જવાબમાં વરુણ કહે છે કે તેણે પાખીને ખૂબ પ્રેમ કર્યો હતો, પણ તેની સાથે ન રહી શક્યો. વરુણ કહે છે કે પાખી એકમાત્ર મોકો હતી, જેનાથી એની જિંદગી સારી બની શકી હોત, પણ વરુણ ખુદ કબૂલે છે કે તે મોકો તેણે ખોઈ દીધો છે. માટે જ વરુણ પાખીનો જીવન પ્રત્યેનો મોકો ખોવાય નહીં તે માટે ઝાડ પર આખરી પાન ટકાવી રાખીને તેને જિંદગી માટે આશા આપે છે.
![]() |
ભરોસો |
![]() |
પ્રેમ |
પાખીના પિતા ફિલ્મની શરૂઆતમાં ભીલ રાજા અને પોપટની વાર્તા કહે છે, જે મુજબ રાજાનો જીવ પોપટમાં રહેલ હોય છે. બીમાર પાખી ઝાડને પોતાનો પોપટ માની લે છે અને માને છે કે ઝાડના છેલ્લા પાને તે મૃત્યુ પામશે. વરુણ તેને સમજાવે છે કે તેણે આ રીતે જિંદગી ન જીવવી જોઈએ. કારણ કે વરુણ તેને જિંદગી જીવવા માટેની આશા આપવા માંગે છે, માટે વરુણ ખુદ પોતે ગર્વથી મરી શકે, કેમ કે વરુણ જાણે છે કે તે જીવિત નહીં રહી શકે.
![]() |
પાખી, ભીલ રાજાનો પોપટ અને છેલ્લું પાંદડું |
લૂટેરા હિન્દુ ધર્મના ત્રણ દેવ કૃષ્ણ, રામ અને ગણેશનો ઉલ્લેખ કરે છે. વરુણ કૃષ્ણની મૂર્તિ લૂટે છે. વરુણ અને પાખી બાબા નાગાર્જુનની કવિતા ગાય છે. નાગાર્જુન વિષ્ણુનું નામ છે. પાખી શ્યામાને કટાક્ષમાં કહે છે કે વરુણ ભગવાન વિષ્ણુનો અવતાર છે. વરુણનું સાચું નામ આત્માનંદ છે, જે પણ કૃષ્ણનું જ નામ છે. આ રીતે ફિલ્મમાં ઘણી વખત કૃષ્ણનો ઉલ્લેખ છે. ફિલ્મની શરૂઆતમાં રામલીલા ભજવાય છે, જે રામનો ઉલ્લેખ કરે છે. વરુણ પાખીને ગણેશની મૂર્તિ વિશે વાત કરે છે, જે મૂર્તિ ચોરવા માટે વરુણ ડેલહાઉસી આવે છે.
![]() |
કૃષ્ણ |
![]() |
રામલીલા અને ગણેશની મૂર્તિ |
ફિલ્મમાં દેવ આનંદ અભિનિત 'બાઝી' ફિલ્મનો ઉલ્લેખ છે. 'બાઝી' ફિલ્મમાં દેવ આનંદનાં પાત્ર અને લૂટેરાનાં વરુણ વચ્ચે ઘણી સમાનતાઓ છે. 'બાઝી' ફિલ્મમાં એક સમયે દેવ આનંદને પસંદગી કરવાની હોય છે પૈસા અને પોતાની બહેનની જિંદગી વચ્ચે, અથવા એ બધું છોડી દે પ્રેમ માટે. વરુણને પણ પોતાનાં કાકા કે પોતાનો પ્રેમ - પાખી, એ બંનેમાંથી પસંદગી કરવાની થાય છે. 'લૂટેરા' કે. એન. સિંઘનો ઉલ્લેખ કરે છે. જે આદિલ હુસૈનનાં પાત્રનું નામ છે, જે પોલીસ અધિકારી તરીકે વરુણને શોધી રહ્યો છે. કે. એન. સિંઘ ખરેખરમાં બાઝી ફિલ્મનાં સહાયક અભિનેતાનું નામ છે.
![]() |
બાઝી અને લૂટેરા |
'લૂટેરા' ફિલ્મમાં એક પેટર્ન છે, જ્યાં ઘણા દ્રશ્યોમાં પાખી પડદામાંથી વરુણને તેમજ તેની જીવવાની આશા સમાન ઝાડનાં પાંદડાઓને જોઈ રહે છે. ફિલ્મમાં બીજા પણ અમુક દ્રશ્યોમાં પડદાઓ મહત્વનો ભાગ ભજવે છે. ફિલ્મમાં બીજી એક પેટર્ન છે, 'અનકહી' ગીતમાં વિરોધાભાસ વાતો. જ્યાં પૂછ્યું છે કે શું કોઈ એવી સવાર છે જે અંધકાર લઈને આવી હોય? વસંત ક્યારેય આવનાર પાનખર ઋતુનો સંદેશ લઈને આવે છે? તે મને 'અમર પ્રેમ' ફિલ્મનું ગીત 'ચિનગારી કોઈ ભડકે' યાદ દેવડાવે છે. જ્યાં કહ્યું છે, કે આગ લાગે તો શ્રાવણ મહિનો આગ બુઝાવે પણ જો ખુદ શ્રાવણ મહિનો આગ લગાડે તો? હોડીની સંભાળ રાખનાર માઝી ખુદ હોડીને ડૂબાડે તો? આવા અનેક દ્રષ્ટાંતો બંને ગીતોમાં છે.
![]() |
પડદાઓમાંથી જોઈ રહેલી પાખી |
![]() |
પડદાઓ |
ફિલ્મમાં અમુક દ્રશ્યોમાં જૂનાં ગીતોનો સુંદર રીતે ઉપયોગ થયેલ છે. વરુણ પાખીને ઘેર રાત્રિ ભોજન માટે આવે છે ત્યાંથી તે સર્કિટ હાઉસથી હવેલીમાં રહેવા આવે છે ત્યાં સુધી બેકગ્રાઉન્ડમાં ઈટાલિયન સંગીતકાર રોસીનીની પ્રખ્યાત ધૂન 'ધ થીવિંગ મેગપી' વાગે છે. 'બાઝી' ફિલ્મનાં ઉલ્લેખ પછી એ જ ફિલ્મનું 'તદબીર સે બીગડી હુઈ તકદીર બના લે' વાગે છે. પાખી તેના પિતાને કહે છે તેને વરુણ પાસેથી ચિત્રકળા શીખવી છે, ત્યારે બેકગ્રાઉન્ડમાં બડે ગુલામ અલી ખાનનું 'નૈના મોરે તરસ રહે' (બલમ પરદેસી) ઠુમરી રાગમાં વાગે છે. પાખી ડેલહાઉસીમાં વરુણને યાદ કરે છે ત્યારે 'પતીતા' ફિલ્મનું 'યાદ કિયા દિલને કહાં હો તુમ' વાગે છે, જે ગીતમાં પણ દેવ આનંદ છે. ખૂબ જ સુંદર રીતે આ ગીતો ફિલ્મની શોભા વધારે છે.
વરુણ તરીકે રણવીર સિંઘ અને પાખી તરીકે સોનાક્ષી સિંહા અદ્વિતીય છે, જે રીતે ફિલ્મનાં અમુક દ્રશ્યોમાં તેઓ એકબીજાનો હાથ પકડે છે, એકબીજાની સામે જોઈ રહે છે, અને ભેટે છે, હું એમની માટે ખૂબ જ ઊંડી લાગણીઓનો અનુભવ કરું છું.
વરુણનું સ્વપ્ન છે કે તે મરતાં પહેલાં એક વખત ચંદ્રતાલ જાય અને તે પોતે કળાનો એક અજોડ નમૂનો બનાવવા માંગે છે, જેને લોકો વર્ષો સુધી યાદ રાખે, વરુણ પાખી માટે નકલી પાંદડુ બનાવીને તે વાતની સાબિતી આપે છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં અંતમાં પાખી ચંદ્રતાલ જઈને વરુણની રાહ જુએ છે. ફિલ્મમાં હવેલીમાં અમુક પેઈન્ટિંગ્સ પણ છે. અમુક ન સમજાવી શકાય તેવી લાગણીઓ માટે 'લૂટેરા' હમેંશા મારી મનપસંદ ફિલ્મ રહેશે.
![]() |
વરુણનું સ્વપ્ન |

Screenshot from Script's climax |
Trivia :-
![]() |
Painting : The Honourable Mrs Graham by Thomas Gainsborough |
![]() |
Unidentified Bengali Movie |
![]() |
Books in Movies - Varun reads How to Paint |
![]() |
Painting : A Grey Arab Stallion in a Wooded Landscape by Jacques Laurent Agasse |
![]() |
Pakhi's Books - Godaan by Premchand Kobigantha by Dwarkanath Ganguly |
![]() |
Magazine: Illustrated Weekly of India |
Other reading:
Pankaj's posts :-
**************************************