Monday 1 May 2017

લાલ ઇશ્ક

ગીત - લાલ ઇશ્ક
ફિલ્મ - ગોલિયો કી રાસલીલા રામલીલા (૨૦૧૩)
સંગીત - સંજય લીલા ભણસાલી
ગીતકાર - સિધ્ધાર્થ અને ગરિમા
ગાયક - અરિજિત સિંઘ


લાલ રંગ પ્રેમની અર્થપૂર્ણતા દર્શાવે છે. લાલ રંગ ખુશી અને સૌભાગ્યનું પણ પ્રતીક છે. સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મનાં આ સુંદર ગીત માટે મંદિરની ઘંટડીઓની સાથે ઢોલક, સિતાર જેવા વાદ્યોનો ઉપયોગ કર્યો હોવાથી ગીત શાસ્ત્રીય સંગીતની તોલે આવે છે. એ સાથે ભળે છે અરિજિત સિંઘનો અવાજ! આ ગીતમાં પ્રેમીઓની એકાકાર થવાની ભાવના વ્યક્ત થઈ છે. 

રામ (રણવીર સિંઘ) એક સમયે પોતાના લોહીનો રંગ જુએ છે કે ક્યાંક રંગ તો બદલાઈ ગયો નથી! લીલા (દીપિકા પાદુકોણ) સાથે પ્રેમ કરીને એને લાગે છે પોતાની જાત એણે ખોઈ દીધી છે અને હવે એ પહેલાં જેવો રહ્યો નથી. 
'રહા ના મેં ફિર અપને જૈસા'

અહીં પ્રેમનું દુ:ખ અને પશ્વાત્તાપ પણ વયક્ત કરવામાં આવ્યું છે, લીલા અને રામ સમાજની જૂની માન્યતાઓ અને બે પરિવારો વચ્ચેની દુશ્મનીને કારણે પોતાનો પ્રેમ પરિપૂર્ણ કરી શકે એમ નથી. ગીતનાં શરૂઆતનાં શબ્દોમાં પ્રેમને વિવિધ રૂપક આપવામાં આવ્યા છે, એ સાથે દુશ્મનીને દર્શાવવા 'બૈર ઇશ્ક' વપરાયું છે.
'યે લાલ ઇશ્ક, યે મલાલ ઇશ્ક
યે એબ ઇશ્ક, યે બૈર ઇશ્ક'

બંને પ્રેમીઓ વચ્ચેનું અંતર ઓગાળીને એકાકાર થવા માટે એ લોકો એકબીજાના નામ બદલી દે અથવા નામ છુપાવી દે એ પ્રકારનાં શબ્દો પણ રૂપક બને છે... રામ અને લીલાનો પ્રેમ પરિપૂર્ણ ન થાય તો એ બધી યાદો છોડીને સંન્યાસ લેવાનું સૂચવતા પણ શબ્દો બીજી પંક્તિમાં વાપરવામાં આવ્યા છે.
'અપના નામ બદલ દૂ,
યા તેરા નામ છૂપા લૂ,
યા છોડ કે સારી યાદ 
મૈં બૈરાગ ઉઠા લૂ...






ગીતની અંદર મોટાભાગનાં શબ્દોમાં એકરૂપ થઈને પ્રેમને પરિપૂર્ણ કરવો એ જ ઇચ્છા વ્યક્ત થઈ છે, છેલ્લી પંક્તિમાં પણ રાત અને ચાંદને પકડવાના રૂપકો સમયને રોકવા માટે છે. એ સાથે જ દિવસ અને રાતની વચ્ચેનો ભેદ છે તેને પણ વેરી એટલે કે શત્રુ ગણવામાં આવ્યો છે. એ ભેદ મિટાવવા માટેનાં શબ્દો પણ રામ અને લીલા બન્નેનાં પરિવારો વચ્ચેની દુશ્મની ખતમ કરવાનું સૂચવવા માટે છે. 
'યે કાલી રાત જકડ લૂ,
યે ઠંડા ચાંદ પકડ લૂ,
દિન રાત કે બૈરી ભેદ કા,
રૂખ મોડ કે મૈં રખ દૂ...'



ફિલ્મની ક્રેડિટ્સમાં પણ લાલ રંગ છે, મોટેભાગે કોસ્ટ્યૂમ્સમાં ચૂંદડીનો રંગ લાલ, ક્યારેક પાઘડીનો રંગ લાલ, સૂકાયેલા મરચાનો રંગ લાલ, પોતાનાં રૂમમાં લીલાએ અરીસા પર લખેલ 'રામ', સેંથીમાં સિંદૂર અને ફિલ્મને અંતે રામ અને લીલાની લાશો પણ લાલ કફનમાં લઈ જવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ રામ અને લીલાનો પ્રેમ સૂચવે છે.

ફિલ્મની વિવિધ ફ્રેમ્સમાં લાલ રંગ

સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં લાલ રંગ


વિવિધ રંગો વિશે પોસ્ટ -
બલમની પિચકારી અને જીવનનાં વિવિધ રંગો સાથે લેટ્સ પ્લે હોલી!



No comments:

Post a Comment