Wednesday 6 April 2022

તુ તારું રૂપ ખુદ બિરદાવ

તુ તારું રૂપ ખુદ બિરદાવ, 
કોઈ તને સુંદર કહે, 
એ રાહ શું કામ જોવી?
તુ ખુદ પોતાને સુંદર કહે... 

અરીસામાં જોઈને ખુદ પોતાની સામે તુ મલકાઈ શકે, 
એ કોઈ જ ખોટી વાત નથી... 
તુ તારું રૂપ ખુદ બિરદાવ...

તુ તારો દુપટ્ટો કોઈક દિવસ તો હવામાં લહેરાવ, 
ક્યારેક અમસ્તો એમ જ લાલ ચાંદલો ચોંટાડ, 
માથામાં કોઈક ફૂલ કે વેણી લગાડ... 

ક્યારેક તો કોઈ જ કારણ વગર કંઈક કર...
ક્યારેક તુ તારું રૂપ ખુદ બિરદાવ... 
કોઈ વખાણ કરે એ તો સૌને ગમે,
પોતે ક્યારેક પોતાનાં વખાણ તો કર... 
લોકોને કહેવા દે જે કહેવું છે તારા વિશે... 

તારું અસ્તિત્વ તુ પોતે ઓળખે છે, 
બીજાને કહેવાની તારે ક્યાં જરૂર છે... 

તારે ફક્ત પાંખો નથી... 
પણ ઉડવા માટે ખુલ્લું આકાશ તો બધાને ભાગે સરખું છે... 
તુ તારું રૂપ ખુદ બિરદાવ... 
કોઈ શું તને સુંદર કહે... 
તુ ખુદ પોતાને સુંદર કહે... 

- સંજય દેસાઇ


11 comments: