ક્યારેક લાગે છે કે જિંદગીમાં એટલી બધી મુશ્કેલીઓ આવી ગઈ છે કે એનો કોઈ અંત નથી. પરંતુ, ખુશીઓ ફક્ત એક ડગલું દૂર હોય એમ પણ બની શકે. બની શકે કે એ તરફ એક કદમ આપણે પોતે જ ભરવું પડે. એ વચ્ચેનું જે અંતર છે તે ફક્ત પૂર્ણ કરવાનું છે... ક્યારેક કોઈ એક વ્યક્તિ આપણી ખુશી માટે થઈને કંઈક કરતી હોય અને એનો આપણને ખ્યાલ જ ન આવે એમ પણ બની શકે. કારણ કે ઘણી બધી વખત આપણી માટે કોઈ એક વ્યક્તિ દેવદૂત સમાન હોય જ છે. પરંતુ, ક્યારેક આપણને એની જાણ હોતી નથી. એક વ્યક્તિ આપણી માટે ગમે તેટલી વેદના સહન કરે, પણ આપણને જો ખ્યાલ જ ન હોય, તો આપણે એની તરફ એ નજરથી જોઈ જ નહીં શકીએ. પરંતુ, ક્યારેક ફક્ત એ વ્યક્તિની વધુ નજીક જવાથી કે એ વ્યક્તિનો આદર કરવાથી પણ ઘણી બધી પરિસ્થિતિઓ વ્યવસ્થિત થઈ જતી હોય છે. જો એ સમજણમાં જ ન આવે તો વરસતો વરસાદ પણ આપણને ભીંજવી શકતો નથી અને જો એ ખ્યાલ આવી જાય તો એ જ વરસાદ સાથે બધુ દુ:ખ અને બધા આંસુઓ ધોવાઈ જાય છે. કારણ કે આપણી ખુશીઓ ફક્ત આપણે જ શોધી શકીએ છીએ, કોઈ વ્યક્તિ આપણને માર્ગ બતાવી શકે છે, પરંતુ આપણો એ રસ્તો આપણે જાતે જ પૂર્ણ કરવો પડે છે...
ગીત - ઓ સોના તેરે લિયે
ફિલ્મ - મોમ
ગીતકાર - ઈર્શાદ કામિલ
સંગીતકાર - એ. આર. રહેમાન
ગાયકો - રહેમાન અને શાશા તિરુપતિ
No comments:
Post a Comment