અમે 'કિ એન્ડ કા' જોવા ગયેલા અને આ ફિલ્મનું ટ્રેલર જોયેલું, ત્યારે મેં નક્કી કરેલું કે આ ફિલ્મ હું ચોક્કસ જોઈશ. ટ્રેલરમાં હળવી કોમેડીની વચ્ચે એક ખૂબ મહત્વનો એવો આ ફિલ્મનો વિષય જોઈને ખૂબ જ ખુશી થયેલી. કારણ કે, 'બેટી બચાવો, બેટી પઢાઓ' વિશે મોટી મોટી વાતો સૌ કરે છે. પણ, અમલમાં મૂકવાનું થાય ત્યારે હજુ પણ ભારતની ઘણી જગ્યાઓએ સત્ય શું છે એ આપણે બધા જ જાણીએ છીએ. આ ફિલ્મ ભણતરની સાથે સાથે સપનાઓ અને વ્યક્તિગત જિંદગી પર ભાર મૂકે છે. ચંદા (સ્વરા ભાસ્કર) એની દીકરી અપેક્ષા/અપ્પુ (રિયા શુક્લા) પાસે આશા રાખે છે કે એ જિંદગી વિશે કંઈક વિચારે અને એની જિંદગીને વધારે સારી બનાવવા માટે ધોરણ ૧૦ પછી આગળ શું કરવું છે એ વિશે વિચારે. પણ અપ્પુની તો કંઈક અલગ જ દુનિયા છે, એને ના તો ગણિત સમજમાં આવે છે ના જિંદગી. આ એ ઉંમર છે જ્યારે જિંદગી એટલે શું એ જ ખબર નથી હોતી. (જો કે ઘણાને આખી જિંદગી પતી જાય તો પણ ખ્યાલ નથી આવતો કે જિંદગી શું છે!) શરીરની અંદર ફેરફારો થાય છે અને પ્રત્યેક ક્ષણે મનની અંદર પણ કંઈક અલગ જ ચાલતું હોય છે. બધા ટીનેજર્સની હાલત મોટેભાગે આ જ હોય છે, કારણ કે આ મારો અને તમારો બધાનો અનુભવ છે. ફિલ્મની અંદર બીજો એક ખૂબ સરસ કટાક્ષ કર્યો છે, ટ્યુશન પ્રથા વિશેનો. વાત એ છે કે ફક્ત ટ્યુશન સફળતા અને કારકિર્દીમાં ભાગ નથી ભજવતું, મહેનત અને ધગશ સૌથી મોટી વસ્તુ છે. આખી ફિલ્મ એ જ બાબત પર છે કે દરેક માણસ જ્યાં છે ત્યાંથી થોડુ વધારે આગળ આવે અને જિંદગીને બહેતર બનાવે. આ ફિલ્મ જેણે પણ ન જોઈ હોય એ લોકોએ જરૂર જોવી, ફિલ્મની અંદર રહેલી જિંદગી વિશેની નાની વાતો હસાવવાની સાથે સાથે આંખમાં ભરપૂર આંસુ લઈ આવે છે... આજે ફિલ્મને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ફિલ્મ વિશે એક ટૂંકી પોસ્ટ પરંતુ ગણિત સાથે જોડીને. કારણ કે એક મા પોતાની દીકરીને આગળ વધતી જોવા માટે ફિલ્મની અંદર શું શું કરે છે એ વિશે મેં કંઈક લખ્યું જ છે, બીજી બે ફિલ્મો 'ઈંગ્લિશ વિંગ્લિશ' અને 'ક્વીન' સાથે જોડાણ કરીને. (લીંક આ પોસ્ટને અંતે)
ફિલ્મની અંદર ગણિત ન આવડવાને કારણે થતી મુશ્કેલીઓ પર ભાર પર મૂકવામાં આવ્યો છે. જિંદગીની મુશ્કેલીઓ પણ ક્યારેક ગણિત જેવી હોય છે, જેનો ઉકેલ તરત મળતો નથી. આપણે ધીરે ધીરે ગણિતનો દાખલો સમજીએ છીએ, તેમ જીવનની સમસ્યાઓને સમજવી પડે છે. ક્યારેક એમ બને છે કે આપણે ખૂબ જ પ્રયત્નો કરીએ છીએ અને સમસ્યાઓનો ઉકેલ આવતો જ નથી. દાખલો પણ ગમે તેટલી વાર ગણીએ છીએ તો પણ ક્યારેક જવાબ આવતો નથી. પરંતુ થાકી હારીને દાખલાનો જવાબ અને સમસ્યાનો ઉકેલ શોધવાની મથામણ મૂકી દેવાની નથી. જ્યારે બધી જ ગણતરીઓ ખોટી પડે છે ત્યારે એક નવા પાનાંથી શરૂ કરીને ક્યારેક પહેલેથી ગણતરીઓ માંડીને જોઈ લેતા જવાબ સાચો પણ મળી આવી શકે છે. એ જ રીતે શાંતિથી વિચારીને સમસ્યાની શરૂઆત ક્યાંથી થઈ એ સમજીને દરેક તબક્કે ઉકેલ વિચારવાથી સમસ્યા જતી રહે એમ પણ બને. ફિલ્મમાં એક ગીત છે, 'મેથ્સ મેં ડબ્બા ગુલ' ... જિંદગી પણ એવી જ છે, આપણને પણ ક્યારેક કોઈ સમજ પડતી નથી કે આગળ શું થશે, અને લાગે છે કે અત્યાર સુધી જીવેલી જિંદગી નકામી થઈ ગઈ કે હવે રોજ એક જ જેવી જિંદગી જીવવાની છે... વગેરે. પરંતુ દાખલો અને જિંદગીની સમસ્યાઓ ક્યારેક તો પૂરી થશે જ થશે!
ફિલ્મમાં અમરનું પાત્ર એક સીનમાં ચંદાને સમજાવે છે કે ગણિતને રોજિંદી જિંદગી સાથે જોડીએ તો ગણિત મજેદાર બની જાય છે. બીજા એક સીનમાં જ્યારે અપેક્ષા/અપ્પુ અમરને પૂછે છે કે એ દાખલાની રકમ આટલી શાંતિથી અને વધારે સમય સુધી કેમ વાંચે છે, ત્યારે અમર જવાબ આપે છે કે જવાબ સવાલની અંદર જ છૂપાયેલો હોય છે! ગણિતને રોજિંદા જીવન સાથે જોડીને ચંદા અને અપ્પુ સૂત્રો યાદ રાખતાં શીખે છે. અમરની 'સવાલની જ અંદર જવાબ છુપાયેલ હોય છે' એ વાતને જિંદગી સાથે જોડીએ તો કેટલો સુંદર મતલબ થાય છે કે સમસ્યાનો ઉકેલ પણ કદાચ એની સાથે જ જોડાયેલો હોય છે. એક માન્યતા છે કે જ્યારે સમસ્યા હોય છે ત્યારે એનો ઉકેલ હોય જ છે, આપણને ક્યારેક ઉકેલ પાસે જ હોય છે પરંતુ મળતો નથી, કારણ કે ધ્યાન જ એ તરફ જતું નથી. પરંતુ ભીંત ફાડીને પણ પીપળો તો ઉગે જ છે, તો સમસ્યાઓનો ઉકેલ શોધવો એ ખૂબ નાની વાત માની લઈએ તો કદાચ ઉકેલ મેળવવામાં સરળતા પણ રહે...
ફિલ્મની અંતે સપનાઓ વિશે ખૂબ સુંદર વાત કહેવામાં આવી છે. મા પોતાની દીકરીને સમજાવે છે કે નિષ્ફળતા એ કોઈ બુરાઈ નથી. નિષ્ફળ થઈને પણ સફળ તો થઈ જ શકાય છે એ વાત આપણે બધા જ જાણીએ છીએ. મા દીકરીને કહે છે એનું સપનું એનું પોતાનું છે અને આગળ સમજાવતા કહે છે કે, ઘણા લોકો એનાં સપનાઓની મજાક ઉડાવશે, પરંતુ મા દીકરીને એ તરફ ધ્યાન ન આપવાનું સૂચવે છે. મા એ પણ કહે છે કે ખૂબ ઓછા લોકો એ સપનાઓની કદર કરશે, એ લોકોને પોતાની પાસે જ રાખવાની મા શિખામણ આપે છે. મા સમજાવે છે કે રસ્તામાં મુશ્કેલીઓ પણ જરૂરથી આવશે જ, પરંતુ પોતાનાં સપનાને પોતાની નજરથી દૂર ન થવા દેવું જોઈએ, કારણ કે જિંદગીમાં આગળ વધવા માટે એ ખૂબ જ જરૂરી છે. ફિલ્મની અંદર મતભેદો રાખીને ફરતી મા-દીકરી આ સંવાદની અંદર અને આ દ્રશ્યમાં જાણે એકરૂપ થઈ જાય છે, એ વાતની સ્પષ્ટતા રૂપે એ સીનમાં બંનેના કપડાઓનો રંગ પણ કદાચ એક રાખ્યો છે!
સંબંધિત મેં લખેલી બીજી પોસ્ટની લીંક -
શશિ, ચંદા અને રાની - જિંદગીને વધારે સારી બનાવવા માટે પ્રેરણાસ્ત્રોત

No comments:
Post a Comment