Monday 21 November 2016

જસ્ટ ગો ટુ હેલ દિલ

કોઈ માણસ ગમી જાય છે; એ બસ ગમી જાય છે દિલને, ઘણી વાર મન જાણતું હોય છે કે એ માણસ ક્યારેય ખુશ નહીં કરી શકે, એની સાથેનો સંબંધ કદાચ ક્યારેય બંધાય જ નહીં, એકતરફી જ રહી જાય,  અથવા બંધાય તો પણ એ સંબંધમાં બંધાઈ ગયાની ફીલિંગ આવે, એની સાથે ન ફાવે એટલે સર્જાય લાગણીઓનું અને આંસુઓનું પૂર અને કહેવાનું મન થાય 'જસ્ટ ગો ટુ હેલ દિલ'.


એ વખતે ફીલ થાય છે કે આ તૂટેલું દિલ લઈને કઈ જગ્યાએ જઈ શકાય કે બે ઘડીક શાંતિ મળે, દિલ માની શકતું જ નથી એ વખતે જે થયું છે એ, સ્વીકારી શકતું નથી, રાતના અંધકારમાં પણ ઊંઘ આવતી નથી, દિવસે ચહેરા પર પડતો તડકો નથી ગમતો, કોઈ વ્યક્તિ પર ભરોસો થતો નથી, બહાર નીકળવું ગમતું નથી, અરીસામાં જોવું ગમતું નથી, તૈયાર થવું ગમતું નથી, દિલને સમજાવવાનો નિરર્થક પ્રયત્ન થાય છે કે બસ બધું ઠીક છે, બધું ઠીક છે; પણ એ સમયે કશું ઠીક હોતું નથી અને પછી બસ એક જગ્યાએ ચૂપ બેસીને રડી લેવાનું મન થાય છે, જે આંસુઓ રોકાતા નથી  એને વહેવા દેવાનું મન થાય છે. 







આ બધી જ લાગણીઓને સુંદર વાચા આપી છે આ ગીતમાં. સુનિધિનો અવાજ. અમિત ત્રિવેદીનું મ્યુઝિક અને કૌસર મુનીરના લિરિક્સ. એ ફીલિંગ જ્યારે દિલ વિખેરાય છે અને કોઈ બળવો પોકારવાના વિચારો નથી આવતા, માત્ર એ સ્થિતિ પસાર થઈ જાય એટલું જ માંગે છે દિલ, અને થોડો સમય, થોડો વધુ સમય, બધુ ધીમે ધીમે ગોઠવાય છે, હા; બધુ જ ઠીક થઈ જતું નથી, કદાચ હવે તરત કોઈની પર ભરોસો નથી થતો, તરત જ 'ચલો હવે ટોટલી મૂવ ઓન' એ બધુ થતું નથી. પણ પેલી ઉદાસ લાગણીઓ ધીમે ધીમે પણ સ્માઈલમાં પરિણમે તો છે જ ક્યારેક. અને વ્હાલી જિંદગી સતત ચાલતી રહે છે... 

No comments:

Post a Comment