Sunday, 12 February 2017

એપિક હગ સીન્સ - બોલીવુડ



હગ, આલિંગન, ભેટવું... એક એવી લાગણી જેના પછી અમુક તકલીફો આપોઆપ ઓછી થઈ જાય છે. આ સ્પેશ્યલ દિવસે બોલીવુડની અમુક ફિલ્મોનાં સીન્સ લખું છું, હજુ ઘણા બાકી હશે, પણ અહીં જેટલા મને યાદ છે એ લખ્યાં છે, આ પોસ્ટ ઘણા સમયથી હું લખું છું, વાંચ્યા પછી ગમે તો બીજા લોકો સાથે શેર કરજો, જે પણ વાંચી રહ્યા છે એ બધાને એક વર્ચ્યુઅલ પ્રેમાળ હગ!!

******************************************************


જબ વી મેટ

આ ફિલ્મમાં ઘણા હગ સીન્સ છે, ગીત અને આદિત્યની પ્રોપર ઓળખાણ પણ હગથી થાય છે, જે ફિલ્મનાં અંતમાં પણ એમનો સંબંધ જ્યારે ઓફિશિયલ બને છે ત્યાં સુધી ચાલે છે. રતલામ સ્ટેશન પર કોઈ માણસ ગીતને કંઈક અલગ જ સમજી બેસે છે! ત્યારે ગીત એનાથી બચવા આદિત્ય તરફ દોડે છે, એ આદિત્યનું નામ પણ નથી જાણતી, તેમ છતાં એને જ્યારે ખાતરી થાય છે કે આ એ જ છે જે ટ્રેનમાં એની સાથે હતો ત્યારે એને દોડીને હગ કરી લે છે અને ભગવાનનો આભાર માને છે. પછી બંનેની ઓળખાણ થાય છે. બીજો સીન છે ગીતના ઘરે. મનજીત ગીતને લગ્ન માટે જોવા આવ્યો છે અને ગીતને એની સાથે લગ્ન નથી કરવા. ગીત જ્યારે આદિત્યને જુએ છે ત્યારે પૂછે છે કે મનજીત દેખાય છે કે નહીં, આદિત્ય હા પાડે છે અને ગીત એને ભેટી પડે છે આખો પ્રોબ્લેમ કંઈક અલગ જ રંગ લે એટલા માટે! ત્રીજો સીન છે જ્યારે ગીત અને આદિત્ય ઘરેથી ભાગે છે. ગીત પોતાનો નિર્ણય લઈ ચૂકી છે, પણ એને છેલ્લી ઘડીએ ગિલ્ટ લાગે છે અને એ આદિત્યને પૂછે છે કે એ જે કરે છે એ બરાબર છે કે નહીં. એ વખતે આદિત્ય ગીતનો જ બોલેલો ડાયલોગ એને ફરી કહે છે કે પ્રેમમાં કંઈ સાચુ ખોટુ નથી હોતુ, અને એક દિવસ એના પેરેન્ટ્સ એને સમજી જશે. એ પછી ગીત આદિત્યને ભેટે છે.

પહેલી વખતે પ્રોપર વાતચીત પછીનું હગ
મનજીતને જલાવવા માટેનું હગ
એકબીજાને સમજ્યા પછીનું હગ

અને
અંશુમન સાથેની વાતચીત પછી








અંશુમનને ફોન પર ગાળો આપ્યા પછી ગીત આદિત્યને ભેટે છે... ફિલ્મની અંતમાં પણ ગીતને અહેસાસ થાય છે કે એ આદિત્યને પ્રેમ કરે છે ત્યારે એ આદિત્યને ભેટે છે અને એમનાં સંબંધની ઓફિશિયલી શરૂઆત થાય છે. આખી ફિલ્મની અંદર બીજી એક વસ્તુ મેં માર્ક કરી છે કે હમેંશા ગીત આદિત્યને ભેટવાની શરૂઆત કરે છે...
પ્રેમનો અહેસાસ થયાં પછી





દિલ ચાહતા હૈ


આકાશ અને સિધ્ધાર્થ "સિડ" એમની ઘણા સમયની દોસ્તીમાં આવેલી કડવાશને ઓગાળવા માટે એકબીજાને ગાઢ આલિંગન આપે છે, જે કદાચ કહે છે કે આ વખતે દોસ્તી વધારે મજબૂત બનશે, એ મિત્ર જેનો ઘણા સમયથી સ્પર્શ નથી અનુભવ્યો એને ભેટ્યા પછી વધારે ગાઢ આલિંગન આપવાની ઈચ્છા થાય છે, થોડા સમય માટે હાસ્ય અને આંસુ મિશ્ર થઈ જાય છે... 






યે જવાની હૈ દીવાની

ઉદયપુર ફરીને પાછા વળતાં કારમાં બની નૈનાને પોતાના પિતાના મૃત્યુ અને અંતિમવિધિ વખતે એ હાજર નહોતો રહી શક્યો એના વિશે વાત કરે છે, અને નૈના એક પણ શબ્દ બોલ્યા વિના એને સાઈડ હગ કરે છે, એને અહેસાસ અપાવવા માટે કે એ સમજી શકે છે એની લાગણીઓને.

               

પ્રેમની કબૂલાત પછી બંને એકબીજાને ભેટીને પોતપોતાના જિંદગી વિશેનાં અભિગમો વિશે વાત કરે છે, બંને જાણે છે કે પ્રેમ છે બંનેને એકબીજા માટે પણ બંનેને પોતાના અલગ ખ્યાલો છે જિંદગી વિશે એટલે એમણે એકબીજાને છોડવા પડશે અને બની કહે છે એને ન જવા માટે, એ રીતસર પાંચ સેકન્ડ વધારે ભેટવા માટે વિનવે છે નૈનાને, અને બંને એકબીજાને વધારે જોરથી ભેટે છે... મહેંદી લગાવેલા હાથે નૈના કબીરને પોતાની જિંદગી સમજીને અપનાવે છે. 



કબીર નૈનાને પ્રપોઝ કરે છે, એ હજુ પણ એ જ સપના જુએ છે પણ નૈનાની સાથે. નૈનાને અહેસાસ થાય છે કે એ કબીરની સાથે જીવન જીવવા માંગે છે અને એને ભેટે છે. 





સાવરિયા



લિલિયન વર્ષોથી કોઈને બરાબર રીતે મળી નથી. 
રણબીર રાજના આવવાથી લાગે છે એનો દીકરો પાછો આવ્યો છે, 
એ વખતે એને ભેટીને રડે છે.

ઈમાન અને સકીના
ઈમાન એને છોડીને જાય છે ત્યારે


રણબીર રાજ અને સકીના
જ્યારે સકીના ઈમાન પાસે જવાની છે

ઈમાન અને સકીના
ફિલ્મનાં અંતમાં


વેક અપ સિડ


એક રાતે પાર્ટીમાંથી આવ્યા બાદ સિડ ડ્રંક હોય છે અને એ આઈશાને પોતાની પાસે બોલાવી એને સ્પૂન હગ કરીને સૂઈ જાય છે... 


સિડ અને આઈશા બંને ફિલ્મના અંતમાં દરિયાકિનારે એકબીજાને ભેટે છે, આઈશાની વાર્તા વાંચીને સિડને પ્રેમનો અહેસાસ થાય છે અને બંને પ્રેમની કબૂલાત પણ કરે છે. 



લૂટેરા

વરુણ અને પાખી એકબીજાને ભેટે છે અને એની સાથે પાખીનો ગુસ્સો અને નારાજગી ઓગળી જાય છે.





ઉડાન
રોહન સ્કૂલ છોડતી વખતે એના દોસ્તોને ભેટે છે એ સાબિતી માટે કે એમની દોસ્તી કાયમી છે અને એ લોકો એકબીજાને યાદ કરશે. વિક્રમાદિત્ય મોટવણેની ફિલ્મો 'ઉડાન' અને 'લૂટેરા' બંનેમાં આ સીન્સ વખતે ખૂબ ઓછી લાઈટિંગ યુઝ કરેલી છે, કદાચ એ દર્શાવવા માટે કે જ્યારે ભેટવામાં આવે છે ત્યારે કોઈ સીમા રહેતી નથી અને એ વ્યક્તિઓ એકબીજામાં એકરૂપ થઈ જાય છે.  



વીર ઝારા

બંને એકબીજાને હવે પછી નહીં મળી શકે એવી સ્થિતિ છે. વીર અને ઝારા એકબીજાની વિદાય લે છે એ સમયે. ઝારા ફરી પાછી દોડતી આવીને વીરને ભેટે છે જાણે એની પાસેથી જવા ન માંગતી હોય... 



મુન્નાભાઈ એમ. બી. બી. એસ. 

મુન્ના કોલેજના સફાઈ કર્મીને 'જાદુ કી ઝપ્પી' આપે છે અને આખી હોસ્પિટલ વતી એનો આભાર માને છે. મુન્નાની થિયરી સિમ્પલ છે, દર્દી સાજા થઈને ડોક્ટરનો આભાર માને છે, પણ આખા હોસ્પિટલની સફાઈ કરનારનો કોઈ આભાર માનતું નથી, એ બધા વતી મુન્ના એમનો આભાર માને છે, આ લાગણીશીલ સીન આંખોમાં આંસુ લાવી દઈને આપણને શીખવે છે કે દરેક માણસની કિંમત છે, આગવી ઓળખ છે. 



મુન્નાની 'જાદુ કી ઝપ્પી' પછી
કોલેજનાં વિધાર્થીઓ એકબીજાની
નાની નાની મુશ્કેલીઓ વખતે 
માતા-પિતા





ડૉ. સુમન અને મુન્ના
ફિલ્મનાં અંતમાં


દિલ તો પાગલ હૈ
'ઢોલના' ગીત પહેલાનો ફેમસ 'ઔર પાસ' સીન



હમ તુમ
રિયા અને કરણ જ્યારે પણ મળે છે ત્યારે કંઈક અલગ અજીબ થાય છે. આ વખતે એ લોકો મળે છે ત્યારે જાન્યુઆરીમાં વરસાદ પડે છે. બંને એકબીજાની સામે પ્રેમનો એકરાર કરી અને એમનો સંબંધ શરૂ કરે છે એ વખતનો સીન... 



બાજીરાવ મસ્તાની

મસ્તાનીનાં ઘાની અંદર ઝેર ન ફેલાય એ વખતે

મસ્તાની અને બાજીરાવને મા સાહિબ જોઈ જાય છે એ વખતે


દુશ્મનોથી બચાવવા પુત્ર અને મસ્તાની સાથે બાજીરાવ

ફિલ્મનો અંત


માસૂમ
ડી. કે. મલ્હોત્રા રાહુલને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવા માટે જાય છે. રાહુલને ત્યાંના વાતાવરણ વિશે વિચારીને ડર લાગે છે અને રાહુલ દોડીને ડી.કે.ને ભેટી પડે છે. આ સીન 'તુઝસે નારાઝ નહીં જિંદગી' ગીતની અંદર આવે છે.  



ગુઝારિશ
ફિલ્મનો અંત



રાંઝણા
ઝોયા કુંદનનો આભાર માનવા માટે એને ભેટે છે કારણ કે કુંદને ઝોયાના પિતાને રાજી કર્યા છે ઝોયા અને અક્રમનાં લગ્ન માટે. કુંદન ઝોયાના પ્રેમ માટે ઝૂરે છે, પણ ઝોયાને કુંદન માટે લાગણી નથી. કુંદન ઝોયાને વધારે જોરથી ભેટીને કહે છે કે ઝોયાની જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો પણ એ એટલો જ તૂટીને એને પ્રેમ કરતો. કુંદન ઝોયાને કહે છે કે એને પ્રેમ કરવો એનો પોતાનો ટેલેન્ટ છે, એમાં ઝોયાનો કોઈ જ ફાળો નથી. 





ક્વીન
રાની પેરિસથી એમ્સ્ટરડમ જતી વખતે થોડી બદલાઈ છે. એની અંદર આત્મવિશ્વાસ પૂરાયો છે અને એ નવી બનાવેલી દોસ્ત વિજયાલક્ષ્મીને ભેટે છે. 




હમ દિલ દે ચુકે સનમ
વનરાજ અને નંદિની ટિકિટ ચેકર ટિકિટ ચેક કરવા આવે ત્યારે...  




જિંદગી ના મિલેગી દોબારા
અર્જુન અને લૈલા બંને છૂટા પડે છે એ સમયે. બંનેને ખ્યાલ નથી કે હવે પછી ક્યારે મળશે અને એકબીજાને શુભેચ્છાઓ આપીને હગ કરે છે અને એમની આંખોમાં વધારે સમય સાથે ન રહી શક્યાનો અફસોસ વર્તાય છે.



કલ હો ના હો

બ્રૂકલિન બ્રીજ સીન - નૈનાને અમનની બીમારી વિશે ખબર પડે છે એ પછી...



આશિકી
રાહુલ એરપોર્ટ પર પહોંચે છે અનુને પેરિસ જતા રોકવા માટે. પણ એની ફ્લાઈટ ચાલી ગઈ છે. થોડી વાર પછી એ જુએ છે તો અનુ રોકાઈ ગઈ હોય છે એ બંનેના પ્રેમની ખાતર અને બંને ભેટે છે. ટોટલ ફિલ્મી! 




આશિકી અને આશિકી 2 બંને ફેમસ સીનની સરખામણી...





હાઈવે

વીરા પોતાનાં બચપણની વાત મહાવીરને કહે છે એ પછી સાંત્વન મેળવવા માટે વીરા મહાવીરને ભેટે છે. વીરાને ઘરની સફાઈ કરતાં અને રસોઈ બનાવતા જોઈ મહાવીરને એની મા યાદ આવે છે ત્યારે એ રડે છે અને વીરા એને સહારો આપે છે. એ પછી વીરા સહારો મેળવવા એને હગ કરીને સૂઈ જાય છે.







એ દિલ હૈ મુશ્કિલ

આ ફિલ્મની અંદર ઘણા હગ સીન્સ છે. અયાન હમેંશા કોઈનો સપોર્ટ ઈચ્છે છે અને એ અલીઝેહને હગ કરતો રહે છે નાની નાની વાતો માટે. અલીઝેહના ઘરે રોકાયા પછી સવારે ઉઠતી વખતે અયાન એને સ્પૂન હગ કરે છે. પેરિસ જવા માટે ટિકિટ બુક થાય છે એ વખતે પણ એ ભેટે છે. ચન્ના મેરેયા ગીતની અંદર અયાન એકલતા મહેસૂસ કરે છે અને એ થાંભલાને હગ કરે છે. અલીઝેહ વિયેના આવે છે ત્યારે અયાન એને પોતાનાથી દૂર રાખે છે અને હગ કરવા દેતો નથી. સબા અયાનને સમજાવે છે કે એ ફક્ત અલીઝેહને પ્રેમ કરે છે એ વખતે સબા અને અયાન હગ કરે છે. અયાનને અહેસાસ થાય છે કે અલીઝેહનો પ્રેમ એણે જવા દેવો પડશે એ પછી એ સહારો મેળવવા ફરીથી થાંભલાને ભેટીને રડે છે. અલીઝેહ અલીને હગ કરે છે. 





લવ આજ કલ 

દિલ્લીમાં જઈ અને મીરા મળે છે એ વખતે મેટ્રો ટ્રેનમાં મીરાને જઈની પાસે બેસીને 'તુમ વાલી ફીલિંગ' આવે છે. બંનેનું બ્રેક અપ થઈ ગયું છે તેમ છતાં બંનેની લાગણીઓ એમ જ છે. બંને પોતાના પાર્ટનર્સ સાથે ડબલ ડેટ પર જાય છે એ વખતે એ લોકો મળે છે ત્યારે મીરા જઈને કહે છે કે એણે જવું પડશે એની જિંદગીમાંથી તો એની જગ્યા એ કોઈ બીજાને આપી શકશે. મીરા કહે છે કે 'તુમ વાલી ફીલિંગ' સાથે રાખીને નવા સંબંધમાં આગળ નહીં વધી શકે. એ વખતે બંને એકબીજાને ભેટે છે. ફિલ્મનાં અંતમાં જઈ મીરાને પ્રપોઝ કરે છે એ વખતે એમનો પ્રેમ પૂરો થાય છે એ વખતે પણ એ બંને ભેટે છે. 





કોકટેલ
ગૌતમ મીરાને પ્રપોઝ કરે છે એ પછી વેરોનિકા ખુશ છે અને એ એના બંને દોસ્તોને ભેટે છે.




એક મૈં ઔર એક તુ
રિઆના રાહુલને ફક્ત દોસ્ત માને છે. રાહુલ એને પ્રેમ કરે છે અને એ કહે છે કે એ એટલી નજદીક બેસે છે અને પછી કહે છે કે એને ખોટા આઈડિયા મળે છે એની તરફથી. રિઆના એને પૂછે છે, "ડુ યુ વોન્ટ અ હગ?" એ પછી એ લોકો ભેટે છે. 






રોકસ્ટાર

કોઈ જ કારણ વિના હીર જોર્ડનને પૂછે છે, "મુઝે હગ કર શકતે હો?" 



તમાશા

'અગર તુમ સાથ હો' ગીતની થોડી ક્ષણો પહેલા તારા વેદને ટાઈટ હગ કરે છે. તારા વેદને છોડવા નથી માંગતી, તારા વેદને એની પાસેથી જવા દેવા નથી માંગતી. આ સીન વિશે અને ઈમ્તિયાઝ અલીની બીજી ફિલ્મોનાં સીન વિશે પંકજ દ્વારા લખાયેલ એક બીજી સરસ પોસ્ટ છે અહીં...  





પરદેસ

ગંગા અને અર્જુન બંને ફિલ્મની અંતમાં એમનાં પિતાને ભેટે છે. એમનો પ્રેમ પરિપૂર્ણ થયો છે, બંને એકબીજાનાં પિતાનાં ખભા પર સુકૂન મહેસૂસ કરે છે અને બંને એકબીજાની સામે જોઈ રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં 'બાબા ઐસા વર ઢૂંઢો' ગીત વાગે છે. 






તાલ



વિક્રાંત માનસીને માનવ પાસે જવાની મંજૂરી આપે છે. માનસી દોડી રહી છે, બેકગ્રાઉન્ડમાં 'ઈશ્ક બિના' ગીતની ટ્યૂન વાગે છે. એ માનવની સામે આવીને ઊભી રહે છે. માનવ અને માનસીના પિતા એ લોકોને કહે છે કે એમના લીધે જ એ લોકો જુદા થયા અને હવે એ લોકો જ એમને ભેગા કરી રહ્યા છે, અને બંને એમને ગળે મળવાનું કહે છે. પછી એમને અહેસાસ થાય છે કે એમની સામે એ લોકો ગળે નહીં મળી શકે, એટલે એ લોકો ચાલ્યા જાય છે. એ પછી માનવ અને માનસી એમનો પ્રેમ પૂર્ણ થયાની ખુશીમાં એકબીજાને ગળે લગાડે છે. બેકગ્રાઉન્ડમાં સનસેટ થઈ રહ્યો છે. માનસીના ફેન્સ એને મળવા માટે આતુર છે અને ફરી બેકગ્રાઉન્ડમાં 'ઈશ્ક બિના' ગીતની ટ્યૂન વાગે છે.





ચલતે ચલતે 

પ્રિયા રાજને કહે છે કે એ એની સાથે લગ્ન કરશે... આ સીનમાં એક પણ ડાયલોગ નથી, બંને ઈશારાથી વાત કરે છે અને પ્રિયા દોડતી આવીને રાજને ભેટે છે.




અન્જાના અન્જાની

કિયારા અને આકાશ 'તુઝે ભુલા દિયા' ગીતમાં... કિયારાને જાણ છે કે કદાચ હવે એ આકાશને નહીં મળી શકે એ વખતે.






બ્રેક કે બાદ
આલિયા દુ:ખી હોય છે ત્યારે આ ટેબલની નીચે બેસી જાય છે, આ ફિલ્મની અંદર અભય સાથે ટેબલ નીચે હગ સીન્સ છે. આલિયા પોતાનું સપનું પૂરુ કરવા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહી છે અને એ માટે એની મા અને અભય સહમત નથી. એ બંનેને નારાજ કરીને એ પોતે પણ નારાજ છે. અભય એનો સામાન ભરી આપે છે. એ પછી બંને વાત કરે છે એ સીન...   





કુછ કુછ હોતા હૈ
સ્કૂલની સ્પર્ધામાં અંજલિને મા વિશે બોલવાનું છે અને એ કંઈ જ કહી શકતી નથી કારણ કે એણે ક્યારેય એની માને જોઈ નથી. રાહુલ બધાની વચ્ચે મા વિશે પોતાની દીકરીને સમજાવે છે અને એને ભેટે છે.



રાહુલ અને મા

રાહુલ અને અંજલિ
'યે લડકા હૈ દીવાના' ગીત

ફેમસ બેન્ચ સીન

અંજલિ સમર કેમ્પમાં બધા બાળકોને પોતાની મમ્મીને પત્ર લખવાનું કહે છે અને એ ભૂલી જાય છે કે ટીના મરી ચૂકી છે અને નાની અંજલિ એને લેટર નહીં લખી શકે. નાની અંજલિ ત્યાંથી જતી રહે છે અને મમ્મી ટીનાનો ફોટો લઈને રડે છે. અંજલિ એની પાસે આવે છે અને ટીનાના ફોટો સાથે વાત કરે છે અને કહે છે એની દીકરી એના જેવી જ છે અને બંને ભેટે છે. રાહુલ એ લોકોને જોઈ રહ્યો છે અને એ પણ ઈમોશનલ થઈ જાય છે... ફિલ્મનાં અંતમાં રાહુલ અને અંજલિનો ઈમોશનલ સીન પણ હગ સાથે પૂરો થાય છે. 





કભી ખુશી કભી ગમ

આ ફિલ્મની અંદર તો હગ સીન્સની ભરમાર છે, એટલે ફક્ત દરેક ફોટોની નીચે ફક્ત થોડુંક... 

રાહુલ ઘરે આવે ત્યારે માને હગ કરી શકતો નથી, 
અને માનું માથુ ચૂમે છે.

યશવર્ધન રાયચંદ દિવાળીની પૂજા વખતે 

નૈનાને સાઈડ હગ કરીને પોતાની પાસે લાવે છે, 

નૈનાને અહેસાસ અપાવવા માટે કે એ પણ કુંટુંબનો ભાગ છે.


રાહુલ રોહનને ચીડવતો હોય છે એ વખતે 
રાહુલ એની મા નંદિનીને અને 
રોહન એની કેરટેકર દાઈજાનને ભેટે છે.


રાહુલ અને નૈના
જ્યારે રાહુલ નૈનાને કહે છે કે એ અંજલિને પ્રેમ કરે છે
ત્યારે એમની ખૂબ ઈમોશનલ વાત પછી


અંજલિ એના પિતાના મોત વખતે પૂજાને ભેટીને રડે છે.
રાહુલ બધાની વચ્ચે અંજલિને ભેટી શકતો નથી
એટલે રાહુલ અંજલિને માથે હાથ મૂકે છે,
એ સિમ્બોલ છે કે રાહુલ અંજલિ સાથે લગ્ન કરીને
એની જવાબદારી સ્વીકારશે.
 
યશવર્ધન રાયચંદ રાહુલની પસંદ
અંજલિને સ્વીકારવાની ના પાડે છે.
રાહુલે ઘર છોડવાનું છે એ વખતે મા અને રાહુલ 

અંજલિ એકલી ત્યાં ઊભી છે, એને પણ કોઈને ભેટીને રડવું છે,
સાસુ એને કપાળ પર ચૂમીને પ્રેમ દર્શાવે છે.
રાહુલ અને અંજલિ ઘર છોડીને જાય છે.

રાહુલ અને રોહન
ઘર છોડીને જતી વખતે
મોટાભાઈની નાના ભાઈને શિખામણો
'બોલે ચૂડિયા' ગીતનો સીન

વર્ષો પછી ભાઈને મળ્યા બાદ

નંદિની પોતાના બંને દીકરાઓની તસવીર જોઈ રહી છે.
બંને દીકરાઓ એની પાસે નથી.
એને એમની તસવીરને ભેટી લેવાનું મન થઈ આવે છે.
નંદિની દીકરાઓની યાદ આવે છે
એ વખતે પતિ યશવર્ધનને ભેટે છે.

ઘરે આવે છે એ વખતે રોહન માતા-પિતાને ભેટે છે...
દાઈજાનને અહેસાસ થાય છે કે યશ એ જ રોહન છે.
એ વખતે દાઈજાન એને ભેટીને રડે છે.
અંજલિને પણ એના દિયરને ભેટવું છે,
પણ રાહુલ એને બોલાવે છે અને એ ચાલી જાય છે.
રાહુલ અને અંજલિ એમના દીકરા ક્રિશ પર ગૌરવ અનુભવે છે.
અંજલિ એને સ્ટેજ પર ભેટવા માટે દોડે છે.

બ્લ્યૂ વોટર મોલ, લંડન
ફેમિલી રિયૂનિયન સીન





કભી અલવિદા ના કહેના

પ્રેમની શરૂઆત, હરખનાં આંસુ અને વાદળી રંગનું સ્વર્ગ


દેવ માયાની સામે પ્રેમનો ઈઝહાર કરે છે, અને એ પછી બીજા દિવસે એ લોકો પોતાના સંબંધને આગળ લઈ જવો નહીં એ વિચારીને છૂટા પડે છે. પણ માયા વિચારે છે કે એ દેવને પ્રેમ કરે છે અને માયા દોડતી આવીને દેવને ભેટે છે. શી શેઝ 'આઇ લાઈક બ્લ્યૂ' વાદળી રંગ એમનું સ્વર્ગ છે, કારણ કે બંને પરણેલા છે અને દુનિયાની સામે ખુલીને પોતાનો પ્રેમ દર્શાવી નહીં શકે. માયા દેવને ભેટે છે અને એની આંખમાંથી એક આંસુ ટપકે છે, હરખનાં આંસુ. અને પછી ગીત આવે છે 'તુમ્હી દેખો ના' અને એમની ડ્રીમ સીકવન્સમાં આપણે બંનેને ન્યૂ યોર્કનાં રસ્તાઓ પર અને વિવિધ જગ્યાઓએ એકબીજાને ભેટતાં જોઈએ છીએ. એમનાં કપડાના રંગો પણ ઘણી વાતો કહે છે, ચર્ચમાં માયાના પ્રાર્થનાની મુદ્રામાં જોડાયેલા હાથને પણ દેવ એ જ મુદ્રામાં ભેટે છે! એક વખતે ગીતમાં બંનેના બધા હગ સીન્સ મિક્સ થઈ જાય છે, એનાથી કરણ જોહર કદાચ બતાવવા માંગે છે કે બંને એકબીજાની અંદર ઓતપ્રોત છે. ગીતના અંતમાં રસ્તા પર ચાલતા  દેવ અને માયા એકબીજાને સાઈડ હગ કરીને ચાલે છે, એમની દિશા બીજા લોકોથી વિરુધ્ધ છે, જે એમના નવા શરૂ થયેલા પ્રેમની સ્થિતિ દર્શાવે છે. ફિલ્મની અંદર બીજા પણ ઘણા હગ સીન્સ છે, બીજો એક ખાસ સીન છે જ્યારે દેવ અને માયાનો રિલેશન ફિઝિકલ બને છે એની પહેલાનો સીન, બંને એકબીજાની અંદર ઓગળી જવા માંગે છે અને આપણે ન્યૂ યોર્કના મેનહેટન વિસ્તારમાં બંનેને વરસાદમાં પલળતાં અને પછી હોટેલમાં જતાં જોઈએ છીએ.     


લાલ રંગની ખુશી
પ્રાર્થનાની મુદ્રામાં હગ
પાનખર ઋતુમાં પાંદડાઓની વચ્ચે



એકબીજાની અંદર ઓતપ્રોત


દુનિયાથી અલગ રસ્તો



મેનહેટનનો વરસાદ





દેવ પોતાના સારા મૂડ વખતે
દીકરા અર્જુનને હગ કરે છે
અને રિયાની આંખો ભીંજાઈ જાય છે. 




સ્ટુડન્ટ ઓફ ધ યર

દાદીની ડેથ પછી અભિ પહેલી વાર શનાયાને મળે છે. એનો મૂડ સારો નથી અને એ શનાયાને ચાલ્યા જવા માટે કહે છે, પણ શનાયા એને હગ કરીને સાંત્વના આપે છે.





તારે ઝમીન પર

ઈશાન ચિત્ર સ્પર્ધામાં ઈનામ જીતે છે, સ્ટેજ પર ઈનામ લેવા જતા પહેલા એ એના ટીચર રામ નિકુંભને દોડીને ભેટે છે. કારણ કે એના શિક્ષક એને સમજી શક્યા છે, આ સીન આપણી આંખો ભીની કરી દે છે.  






ફિલ્મનાં અંતમાં સ્કૂલનું વર્ષ પૂરુ થઈ રહ્યુ છે એ વખતે. ઈશાને એના ટીચર રામ નિકુંભ જેવી હેરસ્ટાઈલ કરી છે, કારણ કે એ જ હવે એના માટે રોલ મોડેલ છે. સ્કૂલમાંથી જતી વખતે બંને ભેટે છે. ગાડીમાં બેસતા પહેલા ઈશાન ફરી નિકુંભ તરફ દોડે છે અને નિકુંભ એને હવામાં પ્રેમથી ઉછાળે છે અને ફિલ્મ પૂરી થાય છે, અને આ પોસ્ટ પણ!






*********************************************************************************
આમાંથી અમુક ફિલ્મો માટે મેં લાંબુ વર્ણન એટલા માટે નથી કર્યુ કે એ સીનની સિચ્યુએશન સમજાવતા મને નથી ફાવતુ, એટલે ફક્ત સીન વિશે બે-ત્રણ લાઈન જ લખી છે. તેમ છતાં અમુક મારા ફેવરિટ વિશે મેં લાંબુ વર્ણન કર્યુ છે. 
*********************************************************************************

આ બધી ફિલ્મોમાંથી અમુક ફિલ્મો વિશે મેં લખેલી પોસ્ટની લીંક ...










Friday, 10 February 2017

એક મૈં ઔર એક તુ (૨૦૧૨) - જિંદગી પરફેક્ટ નથી, પણ હું ખુશ છું!!

ફિલ્મ સ્પોઈલર્સ




શકુન બત્રાની ડાયરેક્શનલ ડેબ્યૂટ 'એક મૈં ઔર એક તુ' એકદમ રિફ્રેશિંગ અને ફીલ ગુડ મૂવિ છે. વાર્તા છે ૨૫ વર્ષીય રાહુલ (ઈમરાન ખાન) અને એની રિઆના (કરીના કપૂર) સાથેની મુલાકાત પછી એની જિંદગીમાં આવેલ પરિવર્તન વિશે. રાહુલની જિંદગીમાં એને ગમે છે નથી થતું. એના માતા-પિતા (બોમન ઈરાની-રત્ના પાઠક શાહ) હજુ પણ એને નાની નાની વાતોમાં બાંધી રાખે છે. નાનપણમાં એને એ રીતે ઉછેરવામાં આવ્યો છે કે એના મા-બાપનાં સપના, એમની વાતો, નિયમો એની પર થોપવામાં આવે છે. જો રાહુલ કોઈ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતે તો એ માટે એને પ્રોત્સાહન આપવાને બદલે મા-બાપ દ્વારા એ ગોલ્ડ મેડલ હાર્યો એવું કહેવામાં આવે છે. ૨૫ વર્ષનો રાહુલ એની ટાઈ પણ એના માતા-પિતાને પૂછીને નક્કી કરે છે. રાહુલ માર્શલ એન્ડ ફોક્સમાં આર્કિટેક્ટની નોકરી કરે છે. એ ટોપ કંપની છે તેમ છતાં એના પિતા એને ટોપ 2 માં જોવા માંગે છે. એ નોકરીમાંથી એને કાઢી મૂકે છે એ પછી એ રિઆનાને મળે છે. ક્રિસમસ ઈવ પર લાસ વેગસમાં એક ક્લબમાં રાહુલ અને રિઆના ડ્રંક થઈને વેડિંગ ચેપલમાં લગ્ન કરી લે છે. બંને જણ એ લગ્નને કેન્સલ કરાવવા માંગે છે કારણ કે એ ભૂલથી થયાં છે. એ માટે બંને સાથે સમય ગુઝારે છે. રિઆના ખુશમિઝાજી છે, એ નાની વાતોને હસી કાઢે છે. રિઆના હેર સ્ટાઈલિશ છે અને એ કહે છે કે આર્કિટેક્ટ એનો બેકઅપ કરિયર ઓપ્શન હતો! એ જિંદગી પોઝિટિવિટી સાથે જીવી રહી છે. એને મળીને રાહુલને નવાઈ લાગે છે. રાહુલ એની સાથે નાની નાની વાતોમાં ખુશ રહેતા શીખે છે. થોડા દિવસ એની સાથે રહ્યા પછી રાહુલને રિઆના સાથે પ્રેમ થઈ જાય છે. મારી એક થિઅરી છે કે જે માણસ મોટેભાગે ખુશ હોય છે એ માણસ બીજા કોઈને જલદી પસંદ પડી જાય છે. રિઆનાનો સ્વભાવ રાહુલને એની તરફ આકર્ષિત કરે છે. 




રિઆનાને વસ્તુઓ તોડવી ગમે છે. એ સિમ્બોલ છે કે રિઆના નિયમોમાં નથી માનતી. એના બર્થડે પર રાહુલ એને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં રિઆના વસ્તુઓ તોડીને ખુશ થાય છે. રાહુલ જ્યારે ગાડી ચાલુ નથી એ વખતે પણ સીટ બેલ્ટ બાંધી રાખે છે. રિઆના એને મજાક કરે છે કે એ ઊંઘતી વખતે તો સીટ બેલ્ટ નથી પહેરતો ને! એ પુરાવો છે કે રાહુલને બંધાઈને રહેવાની ટેવ પડી ગઈ છે. એક વખત જે રીતે રહેવાની ટેવ થઈ જાય છે એ બદલતાં ઘણો સમય લાગે છે. એના માતા-પિતાની બધી વાતો માનવાને કારણે એની એ હાલત થઈ ગઈ છે. 












એક રાત્રે રાહુલ રિઆનાને પૂછે છે કે એ હમેંશા ખુશ કેવી રીતે રહી શકે છે. રિઆના જવાબ આપતી વખતે કહે છે એને બૅલે ડાન્સર બનવું હતું, પણ એક દિવસે એક્સિડન્ટમાં એનાં પગની ઘૂંટી ફ્રેક્ચર થઈ ગઈ એટલે એ ક્યારેય બૅલે ડાન્સર નહીં બની શકે. જિંદગીમાં ઘણી વખત કેટલાક સપનાઓ પૂરા નથી થઈ શકતાં એમાં આપણો વાંક નથી હોતો. રાહુલને એમ છે કે રિઆનાની લાઈફ પરફેક્ટ છે, એને એમ થાય છે કે એ રિઆનાની જગ્યાએ હોત તો ખુશ રહી શકતો. પણ, એવું હોતું નથી. સામેવાળાની જિંદગીને આપણે જજ કરી શકતાં નથી, બની શકે કે આપણને જેની જિંદગી સારી લાગતી હોય એની લાઈફ પણ પરફેક્ટ ન હોય. કોઈની જિંદગી પરફેક્ટ નથી હોતી. રિઆના રાહુલને કહે છે કે એ પરફેક્ટલી એવરેજ છે. કોઈ માણસ સંપૂર્ણ નથી. રિઆના રાહુલને એની સ્કૂલ લઈ જાય છે ત્યારે એના એક્સિડન્ટ પહેલાં એણે જ્યાં પરફોર્મ કરેલું એ સ્ટેજ બતાવે છે. રાહુલ રિઆનાને કહે છે કે આ સ્ટેજને યાદ કરતી હશે એ રીતે એ સ્ટેજ પણ એને યાદ કરતું હશે... બંને એકબીજાને નાની વાતોમાં આત્મવિશ્વાસ જગાડે છે...

રાહુલનાં ઘરનાં ફોટોસમાં સભ્યો વચ્ચે અંતર 


રાહુલ જ્યારે એના માતા-પિતાને કહી દે છે કે એ એમનાં નિયમોથી આઝાદ છે એ પછી એ કહે છે કે એ હવે પોતાની પસંદની ટાઈ પહેરશે, એ સિમ્બોલ છે કે એ એની જિંદગી પોતાની શરતો પ્રમાણે જીવશે. રિઆના એનો પ્રેમ નથી સ્વીકારતી કારણ કે એ ફક્ત એને દોસ્ત માને છે. રિઆના ઈચ્છે છે કે એ રાહુલની સાથે એના પાસ્ટ રિલેશનશિપ ડિસ્કસ કરે. દોસ્તી પ્રેમથી ઉપર છે. 





આ ફિલ્મનાં ગીતો પણ ખૂબ સુંદર છે. 'આન્ટી જી' પાર્ટી સોંગ એ વખતે મારો ફ્રેન્ડ કુંતલ દરરોજ ગાઈને મને ઈરિટેટ કરતો... 'ગુબ્બારે' મારુ પર્સનલ ફેવરિટ છે. 'આહટે' અને 'કર ચલના શુરુ તુ' પણ મને ખૂબ ગમે છે... 



    
આ ફિલ્મની બીજી એક વસ્તુ મને ગમે છે કે રાહુલ છેલ્લે શીખી લે છે જિંદગી પરફેક્ટ ન હોઈ શકે, એણે પોતાની ખુશી શોધવાની છે... મારે આ પોસ્ટ ખૂબ ઉતાવળમાં લખવી પડી છે, ફિલ્મ વિશે બીજી બે સરસ પોસ્ટ કોઈને વાંચવી હોય તો...




શકુન બત્રાની બીજી ફિલ્મ પર મારી પોસ્ટ - કપૂર એન્ડ સન્સ (૨૦૧૬)

Tuesday, 7 February 2017

હેપી બર્થડે હેની

તને પહેલી વખત જોયેલી એ દિવસ મને હજુ એમનો એમ જ યાદ છે. હું બેઠેલો કોલેજનાં રૂમ નં. 201 પાસે, અને પીળા રંગની કુર્તી પહેરીને તુ સામે ઉભેલી, તમારા ક્લાસનાં ટાઈમટેબલ વિશે પૂછતી હતી. મારો ફોન ચાલુ હતો અને મેં ફક્ત સામેના નોટિસ બોર્ડ પર જોવા માટે કહ્યુ હતું. એ પછી તુ ચાલી ગયેલી ત્યાંથી. એ પછી હું તને જોતો ક્યારેક ક્યારેક જયદીપ સાથે, કોલેજનાં કોઈ ખાલી ક્લાસરૂમમાં તમને બંનેને એકલા બેઠેલા, ક્યારેક સીડીનાં પગથિયાં પર તમારામાંથી એક બેઠેલ હોય એક સામે ઊભુ હોય, કદાચ બંનેને વાત કરતી વખતે એકબીજાની આંખોમાં જોઈ રહેવું હશે! હું હમેંશા વિચારતો તમારા બંનેમાંથી જે પણ ઊભુ હોય એની માટે કે થાક નહીં લાગતો હોય!! કારણ કે ઘણી વખત એક-બે લેક્ચર પછી બહાર આવીને હું જોતો ત્યારે પણ તમે ત્યાં જ! કદાચ ક્યારેક તુ ઊભી હોય તો બે કલાક પછી જોઈએ તો જયદીપ ઊભો રહેલો જોવા મળતો અને તુ પગથિયાં પર બેઠેલી, અને જો તુ બેઠેલી હોય તો બે-ત્રણ કલાક પછી તુ ઊભી રહેતી અને એ બેસતો, વાહ, શું સમજતા હતા તમે એકબીજાને. કદાચ એને જ 'કમ્પેનિયન્શિપ' કહેતા હશે!

જયદીપ સાથે મારે કોલેજનાં શરૂઆતનાં દિવસોમાં જ સારી વાતો થયેલી, પછી હું તમને બંનેને ડાયરેક્ટ મળેલો કુંતલ અને ઋતુરાજ મારફતે. એ વખતે જયદીપ સાથે હું વધારે કનેક્ટ થઈ શકતો નહીં, એટલે ઋતુ, લડ્ડુ કે કુંતલને જયદીપ સાથે વધારે સમય પસાર કરવો હોય અને તારી સાથે ન કરવો હોય એ હું સમજી નહોતો શકતો. એ વસ્તુ મને પછીથી ખ્યાલ આવેલી કે તારી સાથે એ લોકોને અને તને એમની સાથે ફ્રેન્ડશિપનું એ કમ્ફર્ટ લેવલ નહોતું. પણ મને હમેંશા સમજણ પડતી તારા વિશે કે તુ કેમ નહોતી આવતી બધી જગ્યાએ બધાની સાથે અને તુ હમેંશા મને કહેતી રહે છે કે મારા લીધે તુ આ બધા સાથે જોડાઈ. એ વખતે મને વિશ્વાસ નહોતો બેસતો. પણ કદાચ હવે વિચારુ તો એ સાચુ લાગે છે, કારણ કે તારો અને મારો સ્વભાવ ઘણો જ મળતો આવતો એ વખતે, ઘણા શોખ પણ સરખા. આપણે નાની વાતોમાં ગુસ્સે થઈ જતા, જો સામેનું માણસ આપણને ન સમજે. પણ આપણે ઘણી વખત આપણી વાત સમજાવી નહીં શકવાના કારણે વધારે ગુસ્સે થતાં હતાં. પછી મારે પણ જયદીપ સાથે થોડો કોન્ટેક્ટ વધ્યો અને પછી આ લોકોની જેમ મને પણ થોડી ઈર્ષા થતી કે મોટાભાગનો સમય તુ અને જયદીપ જ સાથે રહેતા અને અમને જયદીપ સાથે કોઈ ખાસ વાતો કરવા નહોતી મળતી. પણ હાલ વિચારુ તો લાગે છે કે જ્યારે જયદીપ કુંતલ, ઋતુ કે લડ્ડુ સાથે સમય ગુઝારતો, ત્યારે આપણે પણ અમુક વખત વાતો કરતા અને પછી આપણી દોસ્તી વધારે ગાઢ થઈ. ખબર નહીં કોઈ જાદુઈ પરિવર્તન થઈ ગયેલું મારી જિંદગીમાં, તારી અને જયદીપની સાથે ધીમે ધીમે હું પણ જોડાઈ ગયો. હા, હું કુંતલ અને ઋતુની સાથે પણ હતો. પણ તમારી સાથે હું કંઈક અલગ હતો. હા, મને ક્યારેક કંટાળો આવતો, ક્યારેક ખૂબ ગુસ્સો આવતો તમારી બંનેની ઉપર. (હજુ પણ આવે છે!) પણ કદાચ હું તમારી સાથે એટલા માટે નજીક થઈ શક્યો, કારણ કે આપણે ત્રણ એકબીજાની વાતોમાં રસ લઈ શકતા હતા. કદાચ તમારી 'કપલ ટોક્સ'માં બીજા લોકોને રસ નહીં પડતો હોય પણ હા મને રસ પડતો. હું પણ કંટાળતો ઘણી વખત તમારી વાતોથી. પણ તમે બંને મને સમજી જતા અને હું તમને. મને ક્યારેય તમે કહ્યુ નથી કે હું તમને પર્સનલ સ્પેસ નહોતો આપતો અથવા તમારે બંનેને પર્સનલી ટાઈમ જોઈતો હોય અને હું નડ્યો હોય એવું પણ યાદ નથી. કારણ કે પછીથી તો આપણે ત્રણ જ સાથે ફરતા થઈ ગયેલા મોટે ભાગે! તમારી બધી નાની નાની વાતો, ઝઘડા, પસંદગી, નાપસંદગી, નારાજગી, ખુશી, કેરિંગ એ બધુ મોટાભાગનું મને યાદ છે! ક્યારેક કોલેજમાંથી છૂટીને સેક્ટર 28નાં બગીચામાં જવું હોય કે કોઈ વાર સેક્ટર 1નાં લેક પર કે ક્યારેક બસ એમ જ ક્લાસમાં બેસી રહીને વાતો કરીને પથિકા જઈને આઈસ્ક્રીમ કે પાણીપુરી ખાવી હોય કે ક્યારેક ઘ-5 જઈને ત્યાનું ચાઈનીઝ ખાવું હોય કે ક્યારેક તારે ને જયદીપે એકબીજા માટે ગિફ્ટ લેવી હોય, માય ગોડ, હું મોટા ભાગે તમારી સાથે હતો...!!

મારી ઘણી બધી રેમેડિયલ વખતે મને બધા હમેંશા સાથ આપતા, પણ તુ સ્પેશ્યલી મને સવારે મેસેજ કે ફોન કરીને વાંચવા માટે જગાડતી. મને ૫-૯-૨૦૧૨નાં કોલેજનાં પ્રોગ્રામમાં તારુ ગાયેલું 'ધુનકી' યાદ છે અને એ ગાવા માટેની પ્રેક્ટિસ. તારી અને જયદીપની સાથે પ્રોજેક્ટ શીખવા માટે કરેલી પ્રેક્ટિસ યાદ છે... બીજી અમુક વસ્તુઓ લખીશ તો પાનાં ભરાશે!! મારે ઘણી વખત જયદીપને કારણે તને બોલવું પડ્યુ છે અથવા તમને બંનેને બેલેન્સ કરવા માટે કોઈ એક ઘણી વાર નારાજ થયું છે. પણ, ધેટ્સ લાઈફ! હું વિચારુ છું કે તુ મારો બર્થડે ભૂલી કઈ રીતે જઈ શકે? આઈ ડોન્ટ નો, મને એ ખરાબ નથી લાગતું કે લોકો ક્યારેક મને ભૂલી જાય છે, મને ખરાબ એ લાગે છે કે હું કંઈ પણ નથી ભૂલી શકતો, ના કોઈ બર્થડે, ના કોઈ યાદ કે ના કોઈ વ્યક્તિ! હા, આપણે બધા પોતપોતાની દુનિયામાં ખુશ છીએ અને ક્યારેક સમય સમય પર એકબીજાથી નારાજ થઈને કે તારીફ કરીને કે વોટ્સએપ પર બે-ચાર મિનિટની વાત કરીને જિંદગી જીવવા લાગ્યા છીએ, બટ આઈ વોન્ટ યુ બોથ ઈન માય લાઈફ! તુ અને જયદીપ બંને એવી વ્યક્તિઓ છો જેમને હું નથી ભૂલવા માંગતો. જન્મદિન ખૂબ ખૂબ મુબારક, અને તને અને જયદીપ બંનેને તમારી નવી શરૂ થનારી જિંદગી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 






Monday, 6 February 2017

24

I turned 24 today. Had lots of fun. Took a leave from office and really had great time with my best friend Mrugesh. Was wearing the jeans he gifted me last year. I want to write more and more and more, want to publish, want to read lots of books, want to watch lots of movies, want to learn new things, want to travel, well, that's the goal...

Relaxed legs...
Hypernation Jeans
Gifted by best friend Mrugesh, last year

Ek Main Aur Ekk Tu (2012)

Friday, 3 February 2017

એન અનસ્યૂટબલ બોય - કરણ જોહર

ફાઈનલી, કરણની બુક રિલિઝ થઈ. અને ઘણા દિવસો પછી મેં કોઈ બુક ખરીદી...! લોકો ગમે તેટલી વાતો કરે, હી ઈઝ માય ફેવરિટ... એની કુછ કુછ હોતા હૈ અને કભી અલવિદા ના કહેના મેં ઘણી બધી વખત જોઈ છે, એ પોતાની જાતને સીરિયસલી લેતો નથી, મોટાભાગના ડિરેક્ટર્સ પોતાની જાતને ખૂબ ગંભીર ને આમ જ ને આમ નહીં એ રીતે લે છે, બટ વુ રિઅલી કેર્સ? કરણ ટીવી પર રિયાલિટી શો જજ કરે છે, એણે સારી ફિલ્મો બનાવી છે, પ્રોડ્યુસ કરી છે, નવા ટેલેન્ટને લોન્ચ કર્યા છે, એક્ટિંગ પણ કરી છે. એનો ટોક શો 'કોફી વિથ કરણ' રિઅલી એન્ટરટેનિંગ હોય છે. વેલ, આ બુક વાંચીને મને મજા આવી, નોટ લાઈક ઈટ્સ અ ગ્રેટ બુક, પણ મને ગમી

આ બુકનો સૌથી સારો પાર્ટ છે ચાઈલ્ડહૂડ અને શાહરુખ ખાન. કરણનું બચપણ વાંચવામાં ખાસ્સુ રસપ્રદ રહ્યુ. એ સિવાય એની જર્ની 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'કુછ કુછ હોતા હૈ' વખતનો સમય. 'શાહરુખ ખાન' વિશે એક અલગ ચેપ્ટર છે. એમાં લખ્યું છે કે શાહરુખ અને એની વચ્ચે ક્યારેય કોઈ વિખવાદ કે મતભેદ થયો જ નથી, એ સાચુ છે. એ લોકોએ ઘણા સમયથી સાથે કામ નથી કર્યુ, તો એ લોકોનું મળવાનું ઓછુ થાય તો રોજની જેમ વાતો ન થઈ શકે, આપણી લાઈફ એવી જ છે, આપણી નજીક બધા છે, પણ એ દિલની નજીક છે, બીજા શહેરમાં હોય એ વ્યક્તિ તો પહેલાની જેમ વાત ન પણ થઈ શકે. એનો મતલબ એવો થોડો થાય કે તમારો સંબંધ પહેલા જેવો નથી? બિલકુલ જ નહીં. આ બુકમાંથી હું આ શીખ્યો. એ સિવાય ઘણી વસ્તુઓમાં ચહેરા પર સ્માઈલ પણ આવ્યુ અને આંખમાં આંસુ પણ. 

આ બુક મારાથી કોઈને રિકમેન્ડ ના કરી શકાય, જે કરણ જોહરનાં ફેન હોય એમને જ ગમી શકે...




Just

Sometimes we wake up in the morning and do not want to wish good morning to the people who send messages on WhatsApp. We really don't want to, but sometimes we do. We want to tell them that every morning can not be good, we can not pretend. Everyday most of us go to the office and wish good morning to all the colleagues, bosses and other people, most of us do not want to smile and wish them a good morning, but we do. The issue is so many people go through a lot everyday, but they don't tell anybody. Maybe they think the other person will not understand or judge his/her situation, and that is somehow true also. Sometimes some people don't share anything to others because they don't want others to feel bad for themselves. This is the truth. So many times some people want to lock themselves up somewhere and cry a lot, but some of them do, some of them do not. People have learnt to speak lie. And that is somehow good, somehow not. It is good because they learn to stay happy, they feel bad but somehow they recover in next few minutes or hours. It is bad because that affects their health, mood and other things. But this is life, it goes on, with or without the things you like, love or whatever. Everyday sun rises and we complain a lot, and go to bed every night complaining... This has become life for most of the people, but we survive. 


ખુશ્બુ કે ઝોકે, ઈક પલ ઠહર કે


કૈસે હવાઓ મેં, ખો જાતે હૈ


દિલચસ્પ લમ્હે, અક્સર ગુઝર કે


ખ્વાબો કે જૈસે હી હો જાતે હૈ...